વિધવા સહાય યોજના સંંપૂર્ણ માહિતી (ડોક્યુમેન્ટ, લાભ, ક્યાં અરજી કરવી) | Gujarat Vidhva Sahay Yojana

અહીંયાં આપને વિધવા સહાય યોજના અંતર્ગત સંંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમકે વિધવા સહાય માટે કોને-કોને લાભ મળશે, કેટલો લાભ મળશે, ક્યાં અરજી કરવી, ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ.


Gujarat vidhva sahay yojana, vidhva sahay yojana documents, વિધવા સહાય યોજના, વિધવા સહાય યોજના પુરાવા, વિધવા સહાય યોજના ડોક્યુમેન્ટ


વિધવા સહાય યોજનાની સંંપૂર્ણ માહિતી | Gujarat Vidhva Sahay Yojana


વિધવા સહાય યોજનાનો કોને લાભ મળે


 • ઉંમર ૧૮ વર્ષની ઉપરની ઉંમરની વિધવા મહિલા
 • કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂપિયા ૧,૨૦,૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂપિયા ૧,૫૦,૦૦૦/- 


વિધવા સહાય માટે કેટલો લાભ મળે


 • વિધવા મહિલાને રૂપિયા ૧,૨૫૦/- મળે


વિધવા સહાય યોજના માટે સહાય ક્યાંથી મળે


 • નજદીક મામલતદાર કચેરીમાં અરજી રજૂ કરવાની હોય છે. (કચેરીમાં અરજી મંજૂર થયેલા લાભાર્થીના WFA એએકાઉન્ટમાં DBT દ્વારા જમા કરવામાં આવે છે)


વિધવા સહાય યોજના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ | Vidhva Sahay Yojana Documents


 • રેશનકાર્ડની ઝેરોક્ષ
 • પતિના મૃત્યુનો દાખલો
 • પતિના મૃત્યુની નોંધણી કરાવેલ ન હોય યોગ્ય રકમના સ્ટેમ્પ પેપર પર નોંધાવેલ સોગંદનામું
 • વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર
 • બાળકોના આધાર કાર્ડ
 • બાળકોના જન્મના દાખલાઓ
 • ૨ પાસપોર્ટ સાઈઝના ફોટા
 • આધાર કાર્ડની ઝેરોક્ષ
 • આવકનો દાખલો
 • ઉંમરનો દાખલો (કોઈપણ એક દાખલાની પ્રમાણિત ઝેરોક્ષ)
 • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
 • જન્મનો દાખલો
 • ફક્ત સિવિલ હોસ્પિટલ અથવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અથવા નગરપાલિકા સંચાલિત દવાખાના સુપ્રિટેન્ડન્ટનો ઉંમરનો દાખલો
 • લાભાર્થીએ પુનઃલગ્ન કર્યાં નથી તે માટેનું પ્રમાણપત્ર તેમજ આવકનું પ્રમાણપત્ર (૩ વર્ષે) મામલતદાર કચેરીમાં ફરી રજૂ કરવાનું રહેશે 
 • ૧૦ વર્ષથી વધુ સમયથી ગુજરાતમાં વસવાટ કરતા હોય તેના પ્રમાણપત્રની ઝેરોક્ષ
 • પેઢીનામું (તલાટી-કમ-મંત્રી), આ માહિતી સોગંદનામા માં પણ ઉમેરવી પડશે
 • લાભ લેનાર લાભાર્થીઓ (ઉંમર ૧૮ થી ૪૦ વર્ષ) કૌશલ્યવર્ધક તાલીમ ૨ વર્ષની અંદર મેળવી લેવી અને તેનું પ્રમાણપત્ર મામલતદાર કચેરીએ જમા કરવાનું રહેશે
 • પેન્શન મંજૂર થયા બાદ નજદીક વિસ્તારની પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી, પાસબુકની ઝેરોક્ષ અરજી સાથે મામલતદાર કચેરીએ લેખિતમાં આપવાની રહેશે 

Post a Comment

Previous Post Next Post