Gujarati Blog: Rangeeloo માં આપણું હૃદય પૂર્વક હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ આર્ટિકલમાં જોવાના છીએ Best Gujarati Blog & Blogger List, આ ગુજરાતી બ્લોગ ની યાદી તમને ક્યાંક ને ક્યાંક મદદરુપ થશે તેવી અમને આશા છે.
અહીં આપેલા બ્લોગની યાદી માં તમામ પ્રકારની વિવિધતા વાળા બ્લોગો છે, જે અલગ-અલગ વિભાગોમાં કાર્યરત છે અને તે લોકો ઘણા સમયથી તમામ ગુજરાતીઓને આપણી માતૃભાષા ગુજરાતી માં માહિતીઓ પુરી પાડે છે.
આપણે કોઈપણ બાબતને લઈને મૂંઝવણમાં હોઈએ તો આપણે બધા સૌથી પહેલા ગુગલ ને પૂછતા હોઈએ છીએ, કેમ ખરી વાતને! તો ત્યારે તમારી મૂંઝવણનું સમાધાન કરતા ઘણા બધા પરિણામો પ્રાપ્ત થતા હોય છે, જેતે વિષય બાબત પર તમે કરેલી રિસર્ચ પર તમને અંગ્રેજીમાં અથવા હિંદીમાં પરીણામો મળતા હોય છે ત્યારે તમને તેનો જવાબ ગુજરાતી ભાષામાં મળતો હોતો નથી.
શું તમને ખબર છે હાલ ગૂગલમાં આપવામાં આવતા પરિણામોમાં માત્ર ૫ અથવા ૧૦ ટકામાં ગુજરાતી ભાષામાં પરીણામો મળતા હોય છે જે ખુબજ ઓછા કહી શકાય. કેમકે ગુજરાતી ભાષામાં પરીણામો પૂરા પાડતા અમુકજ વ્યક્તિઓ છે જે તમને થોડી માત્રામાં જેતે વિષયમાં માહિતીઓ આપતા હોય છે.
આપણને ખબર છે કે ભવિષ્યમાં ઈન્ટરનેટનો ઉપયોગ પુષ્કળ માત્રામાં વધવાનો છે અને લોકો તેનો ઉપયોગ કરતા જ રહેવાના છે. જો ઈન્ટરનેટનો ઉપયોગ વધશે તો આપણને ખબર છે કે ગુજરાતના નાનામાં નાના ગામડઓમાં પણ ઇન્ટરનેટ નો વપરાશ વધશે.
તો આપણે સમજી શકીએ છીએ કે તે ગામડાના લોકો ગૂગલમાં કંઈપણ બાબત પર રિસર્ચ કરશે તો તેના સામે પ્રબળ માત્રામાં અંગ્રેજીમાં અથવા હિંદી ભાષામાં પરીણામો મળશે તો તે લોકો કઈ રીતે તેને ગ્રહણ કરી શક્શે તે આપણે સમજી શકીએ છીએ.
તેથી જ અમે આ બ્લોગને પ્રકાશિત કરવાનો નિર્ણય કર્યો અને તે લોકોને સંપૂર્ણ આપણી માતૃભાષામાં અને અલગ-અલગ વિષયમાં માહિતી મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.
તમને જણાવી આનંદ થશે કે Rangeeloo પણ સંપૂર્ણ આપણી ગુજરાતી માતૃભાષામાં માહિતી પૂરી પાડતો જ એક બ્લોગ છે, જેમાં તમને અલગ અલગ વિષયો બાબત પર માહિતીઓ આપવામાં આવે છે. અમે લોકોએ ગુજરાતી ભાષામાં માહિતી પૂરી પાડવાની પહેલ કરી છે. જેમાં અમે લોકો ફક્ત ૭ મહિનામાં ૧૦ લાખ લોકો સુધી પહોંચી તેને સાચી માહિતી પૂરી પાડી છે.
તો આજે આપણે આવા જ કેટલાક બ્લોગ ને જોવાના છીએ જે ગુજરાતીમાં માહિતી આપીને કંઇક નવી વિચારધારાઓ પ્રકાશિત કરે છે અને લોકોને મુંઝવતા સવાલનો જવાબ આપે છે.
તો ચાલો આપણે જોઈએ તે ગુજરાતી બ્લોગ જે ગુજરાતીમાં માહિતી પ્રદાન કરે છે.
Best Gujarati Blog & Blogger List | ગુજરાતી બ્લોગની લિસ્ટ
Rangeeloo :
Rangeeloo માં આપને તમામ પ્રકારની ગુજરાતીમાં માહિતી મળી જશે. જેમકે રાશિઓ પરથી બાળકોના નામ, તમામ સરકારી યોજનાઓ, જનરલ નોલેજ, અંગ્રેજી ડીક્ષનરી, ગુજરાતી ગીત, ભજન, ફિલ્મ, વાર્તાઓ, નિબંધ, શાયરી તથા તાજા સમાચાર.
વેબસાઈટ નું નામ : રંગીલુ
સ્થાપક : અશ્વિન પરમાર & રાકેશ પરમાર
શરૂઆત : 2019
બ્લોગનો વિષય : જનરલ માહિતી
મહિનાની ટ્રાફિક : 1.5 લાખ થી વધારે
મહિનાની અવાક : N/A
Gujarati Lexicon :
Gujarati Lexicon એ ગુજરાતી ભાષામાં માહિતી આપતી ખુબ પ્રખ્યાત વેબસાઈટ છે. આ વેબસાઈટ માં તમામ પ્રકાની માહિતી આપવામાં આવે છે જેમ કે ગુજરાતી નવલકથા, વાર્તાઓ, બુક, જોક્સ, કવિતા, મોટિવેશન, આધ્યત્મિક, કવીઝ વગેરે.
વેબસાઈટ નું નામ : ગુજરાતી લેક્સિકોન
સ્થાપક : હ્રિદયસ્થ રતિલાલ પી. ચંદારિયા
શરૂઆત : 2006
બ્લોગનો વિષય : જનરલ નોલેજ
મહિનાની ટ્રાફિક : 2.5 લાખ થી વધારે
મહિનાની અવાક : N/A
Matrubharti :
Matru Bharti એ ગુજરાતી ભાષામાં બુક નો ખજાનો છે જેમાં લોકપ્રિય નવલકથા, બાળ વાર્તાઓ, હાસ્ય વાર્તાઓ, નાટકો, પ્રવાસ વાર્તાઓ વગેરે જેવી બુકોનો સંગ્રહ છે.
વેબસાઈટ નું નામ : માતૃભારતી
સ્થાપક : મહેન્દ્ર શર્મા & નિલેશ શાહ
શરૂઆત : 2015
બ્લોગનો વિષય : ગુજરાતી પુસ્તકો
મહિનાની ટ્રાફિક : 2 લાખ થી વધારે
મહિનાની અવાક : N/A
Khedut Support :
Khedut Support એ ગુજરાતી ભાષામાં બુક નો ખજાનો છે જેમાં લોકપ્રિય નવલકથા, બાળ વાર્તાઓ, હાસ્ય વાર્તાઓ, નાટકો, પ્રવાસ વાર્તાઓ વગેરે જેવી બુકોનો સંગ્રહ છે.
વેબસાઈટ નું નામ : ખેડૂત સપોર્ટ
સ્થાપક : વનાભાઈ
શરૂઆત : 2021
બ્લોગનો વિષય : ખેડૂત ની માહિતી
મહિનાની ટ્રાફિક : 6000 હજાર થી વધારે
મહિનાની અવાક : N/A
Info Gujarati :
Info Gujarati એ ગુજરાતી ભાષાનો એવો એક બ્લોગ છે જેમાં સરકારી માહિતીનો ખજાનો છે, જેમાં સરકારી યોજના, સરકારી ડોક્યુમેન્ટ, ઓનલાઇન પૈસા કમાવાની રીત, બિઝનેસ આઈડિયા વગેરે જેવી માહિતી જાણવા મળે છે.
વેબસાઈટ નું નામ : ઇન્ફો ગુજરાતી
સ્થાપક : બંટી સોલંકી
શરૂઆત : 2018
બ્લોગનો વિષય : સરકારી માહિતી
મહિનાની ટ્રાફિક : 1 લાખ થી વધારે
મહિનાની અવાક : $300 - $400
Gujarat Information :
Gujarat Information એ ગુજરાતી ભાષાનો એવો એક બ્લોગ છે જેમાં તમામ પ્રકારની સરકારી માહિતી જોવા મળે છે, જેમકે તમામ પોર્ટલ ની માહિતી, સરકારી યોજના, અભ્યાસક્રમ તેમજ પરીક્ષાઓની માહિતી, ડિજિટલ સેવાઓ વગેરે જેવી ગુજરાતની મોટા ભાગની માહિતી નો સંગ્રહ જોવા મળે છે.
વેબસાઈટ નું નામ : ગુજરાત ઇન્ફોર્મેશન
સ્થાપક : જીગ્નેશભાઈ દેગામા
શરૂઆત : 2022
બ્લોગનો વિષય : તમામ સરકારી માહિતી
મહિનાની ટ્રાફિક : 6 હજાર થી વધારે
મહિનાની અવાક : N/A
ઉપરાંત આપને ગુજરાતી ભાષાના સર્વશ્રેષ્ઠ બ્લોગ તથા વેબસાઈટ આપવામાં આવી છે, જેમાં આપેલી માહિતી તમને રોજબરોજ ની જિંદગી માં ચોક્કસપણે કામ આવશે.ઈન્ટરનેટ પર આપણે જોઈએ તો બીજી બધી ભાષામાં કેટ-કેટલાઓ બ્લોગ અને વેબસાઇટો હશે પરંતુ ગુજરાતી ભાષામાં આપણને ખુબ ઓછા બ્લોગ જોવા મળે છે જેથી કરીને આપણે બીજી કોઈ અન્ય ભાષાનો સહારો લેવો પડે છે.
અહીંયા અમે ગુજરાતીમાં માહિતી આપતા બ્લોગ કે વેબસાઈટ ને એકત્ર કરી રહ્યા છીએ, જે આપણને ભવિષ્યમાં કામ લાગે.
જો તમે ગુજરાતી ભાષામાં કોઈ બ્લોગ કે પછી વેબસાઈટ ધરાવો છો તો અમે તમારા માટે એક ફોર્મ તૈયાર કર્યું છે, જેને ભરી અમને મોકલો જેથી કરીને તમારા બ્લોગ ને અમે લોકો સમક્ષ લાવી શકીયે.
ધન્યવાદ આવા સરસ બ્લોગ દેખાડવા માટે, પરંતુ હું અહીંયા એક બ્લોગ જણાવીશ જેમાં સરકારી યોજના, સરકારી ડોક્યુમેન્ટ, ઓનલાઇન, પૈસા કમાવાની રીત, બિઝનેસ આઈડિયા, બેન્કિંગ વગેરે જેવી માહિતી ગુજરાતી માં જોવા મળશે તે બ્લોગ નું નામ છે Info Gujarati
ReplyDeletehttps://www.infogujarati.com
તમે આ બ્લોગ ને ચેક કરી શકો છો.