Jio હાલમાં Jio Cinema App પર FIFA World Cup 2022 નું ફ્રી સ્ટ્રીમિંગ 4K સુધીના રિઝોલ્યુશન સાથે મફતમાં આપી રહ્યું છે. જોકે તે 4K સ્ટ્રીમિંગ ને જોવા માટે હાઈ સ્પીડ નેટ ની જરૂર પડે છે. ફિફા વર્લ્ડ કપ ના શોખીન ની જરૂરિયાત માટે જીઓ એ એક નવો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે જેમાં 30 દિવસની માન્યતા સાથે ભરપૂર ડેટા આપવાનું છે.
Jio નો આ નવો પ્લાન ₹222 રિચાર્જ પ્લાન 30 દિવસની માન્યતા સાથે 50GB 4G ડેટા સાથે આપવામાં આવશે. ખાસ તો આ પ્લાન 50GB નેટ 4G ડેટા સિવાય કોઈ વધારાના લાભો આપતું નથી. આ નેટનો ઉપયોગ સ્માર્ટફોન/ટેબ્લેટ પર થઈ શકે છે અથવા Wi-Fi હોટસ્પોટ દ્વારા લેપટોપ અથવા સ્માર્ટ ટીવી પર પણ એક્સેસ કરી શકાય છે.
જિયોના આ FIFA વર્લ્ડ કપ 2022 ના આ રિચાર્જ પ્લાનનો ઉપયોગ કરવા માટે વપરાશકર્તા પાસે પોતાનો પ્રથમ પ્લાન હોવો જોઈએ, અને તેનો એકટીવ પ્લાન પર ઉપલબ્ધ 4G ડેટાની રોજની મર્યાદાને સમાપ્ત કર્યા પછી જ તે વ્યક્તિ આ પ્લાનમાંથી ડેટાનો ઉપયોગ કરી શકશે. તમે તમારો Jio નંબર 299 રૂપિયાથી રિચાર્જ કર્યો છે, તો તમે તમારા એકટીવ પ્લાનમાંથી 2GB ડેટા સમાપ્ત કર્યા પછી આ વધારાના 50GB ડેટાનો ઉપયોગ કરી શકશો.
Jio તરફથી આ જબરજસ્ત FIFA કપ પ્લાનની કિંમત સામાન્ય રીતે 301 રૂપિયા હોય છે, અને તે જ વધુ યુઝરને FIFA 2022 સ્ટ્રીમ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. Jio આ પ્લાન કોઈપણ ડેટા કેપ વિના કુલ 50GB ડેટા આપે છે.
જે પણ વ્યક્તિને રોજબરોજ ઈન્ટરનેટ પરથી મોટી ફાઈલો તથા સોફ્ટવેર હૅન્ડલ કરવાના હોય છે તેના માટે આ પ્લાન ખુબજ લાભદાયી સાબિત થશે.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. અમને Facebook, Instagram, Twitter અને Google News પર ફોલો કરો.