પ્રધાનમંત્રી અમૃતમ/વાત્સલ્ય કાર્ડ માટે પુરાવાઓ, લાભ, હેલ્પલાઇન નંબર | Maa Amrutam/Vatsalya Card Yojana
માં કાર્ડ કાઢવા માટે જરૂરી પુરાવાઓ
- કુટુંબનાં દરેક સભ્યોનાં આધારકાર્ડ ની ઝેરોક્ષ
- લાઈટબીલ અથવા વેરાબીલ ની ઝેરોક્ષ
- આવક નો દાખલો/પ્રમાણપત્ર (આવક ની મર્યાદા ૩ લાખ રૂપિયા થી ઓછી) ની ઝેરોક્ષ
- રેશનકાર્ડ (નવો બારકોડેડ) ની ઝેરોક્ષ
કઈ રીતે માં વાત્સલ્ય કાર્ડ બનાવવું
- ઉપરોક્ત પુરાવાઓ લઈને સ્થાનિક હેલ્થ સેન્ટર, જિલ્લા પંચાયત અથવા માં કાર્ડ સેન્ટર પર જઈને વાત્સલ્ય કાર્ડ બનાવી શકો છો.(ઓરિજિનલ પુરાવાઓ સાથે રાખવા)
- લાભ લેનાર પરિવાર ને અંગૂઠાના નિશાન લઈ તેને તાલુકા વેરિફિકેશન ઓથોરિટી દ્વારા બધુ ચકાસીને કાર્ડ આપવામાં આવે છે.
- માં અમૃતમ/ માં વાત્સલ્ય કાર્ડ તાલુકા કક્ષાએ સ્થાપિત ૨૫૧ કિઓસ્ક તેમજ શહેરમાં સ્થાપિત ૬૭ કિઓસ્ક પરથી માં કાર્ડ મેળવી શકાય છે.
પ્રધાનમંત્રી માં અમૃતમ યોજનાના લાભ
- હોસ્પિટલમાં દાખલ થવા માટે
- લેબોરેટરી ના રિપોર્ટ
- નાની-મોટી સર્જરી
- સર્જરી પછીની સેવાઓ
- દવાઓ
- એડમિટ ચાર્જ
- દર્દી ને પૌષ્ટિક આહાર
- મુસાફરી ખર્ચ
- વિવિધ લાભોનો સમાવેશ
જરૂરી સૂચનાઓ -
- જો તમારું અથવા તમારા પરિવાર નું નામ પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાના લિસ્ટમાં ન હોય તો ગુજરાત સરકારની માં અમૃતમ/વાત્સલ્ય યોજનાનો લાભ લઈ શકાય.
- માં અમૃતમ/વાત્સલ્ય કાર્ડ ની સમય મર્યાદા તમે રજુ કરેલા આવકના દાખલાની સમય મર્યાદા જેટલી હોય છે. આથી આવકના દાખલાની સમય મર્યાદા પૂરી થયા પછી તેને નવો બનાવવો અને માં કાર્ડ સેન્ટર પર જઈને નવો દાખલો રજૂ કરી માં કાર્ડ રીન્યુ કરાવવો.
માં વાત્સલ્ય કાર્ડ યોજના હેલ્પલાઇન નંબર
- હેલ્પલાઇન નંબર - ૧૮૦૦ ૨૩૩ ૧૦૨૨
- વેબસાઇટ - www.magujarat.com
Tags :
સામાજિક સુરક્ષા અંગેની યોજના
Ayushman Bharat card mahiti aapo
જવાબ આપોકાઢી નાખોaayushman Bharat ka card banane
જવાબ આપોકાઢી નાખો