શુભસવાર ના શ્લોક, પ્રાર્થના તેમજ ધૂન અહીંયાં આપેલી છે, જેનાથી તમે તમારી સવાર ને રંગીન બનાવી શકો છો. અહીંયાં અલગ-અલગ વાર પ્રમાણે અલગ-અલગ શ્લોકો, પ્રાર્થના અને ધૂનો આપેલી છે.
સોમવાર માટે શ્લોક, પ્રાર્થના અને ધૂન ગુજરાતીમાં | Gujarati
Prathana
સોમવાર માટે શ્લોક : Gujarati Shlock
યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થા
નમસ્તસ્યૈ…..નમસ્તસ્યૈ…..નમસ્તસ્યૈ….. નમો નમ:
સોમવાર માટે પ્રાર્થના : Gujarati Prathana
વૈષ્ણવજન તો તેને કહીએ, જે પિડ પરાઈ જાને રે…
પર દુ:ખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ના આણે રે…(૨)
સકળ લોકમાં સહુને વંદે નિંદા કરે ના કોની રે…
વાત-કાજ મન નિશ્ચલ રાખી, ધન-ધન જનની એની રે…
વૈષ્ણવજન તો તેને કહીએ…
સમદ્રૃષ્ટિને તિષ્ણા ત્યાગી, પર સ્ત્રી જેની માત રે…
જીહ્યા થકી અસત્ય ના બોલે, પર ધન નવ-જલ હાથ રે…
વૈષ્ણવજન તો તેને કહીએ…
મોહ-માયા વ્યાપે ના તેને દ્રૃઢ વૈરાગી જેને મનમાં રે…..
રામ-નામ સુન તાલી લાગી, સકળ તીરથ એના તનમાં રે…
વૈષ્ણવજન તો તેને કહીએ…
વણ-લોભી ને કપટ રહિત છે, કામ-ક્રોધ નિવારે રે…
ભણે નરસૈંયો તેનું દર્શન કરતા કુળ ઇકોતેરે તાર્યા રે..
વૈષ્ણવજન તો તેને કહીએ…
વૈષ્ણવજન તો તેને કહીએ, જે પિડ પરાઈ જાને રે…
પર દુ:ખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ના આણે રે…(૨)
સોમવાર માટે ધૂન : Gujarati Dhun
હર હર શંભુ ભોળા
તારી ધૂન લાગી
તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી
ડાક ડમરુંવાળા તારી ધૂન લાગી
હર હર શંભુ…
પાર્વતીના પ્યારા તારી ધૂન લાગી
હર હર શંભુ…
ગળે સર્પ માળા તારી ધૂન લાગી
હર હર શંભુ…
Paschal Divya
ReplyDelete