અહીંયાં આપને અટલ પેન્શન યોજના અંતર્ગત સંંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમકે અટલ પેન્શન યોજના માટે કોને-કોને લાભ મળશે, કેટલો લાભ મળશે, ક્યાં અરજી કરવી, ક્યાં-ક્યાં પુરાવાઓ જોઈએ.
અટલ પેન્શન યોજના (APY) ની સંંપૂર્ણ માહિતી (ડોક્યુમેન્ટ, લાભ, ક્યાં અરજી કરવી) : Atal Pension Yojana All Details
અટલ પેન્શન યોજનાનો લાભ કોને મળે
- ૧૮ થી ૪૦ વર્ષના તમામ ભારતીય નાગરિકોને આ લાભ મળે.
- માન્ય મોબાઇલ નંબર તેમજ આધાર નંબર હોવા જોઈએ
- અટલ પેન્શન યોજના માટે બચત ખાતું હોવું જરૂરી છે.
અટલ પેન્શન યોજના માટે કેટલો લાભ મળે : Benefit Of Atal Pension Yojana (APY)
- લાભ લેનાર લાભાર્થીને નક્કી કરેલ એટલે કે તેમતેમણે પસંદ કરેલ પેન્શન પ્લાન પ્રમાણે ૬૦ વર્ષની ઉંમર પછી રૂપિયા ૧૦૦૦, ૨૦૦૦, ૩૦૦૦, ૪૦૦૦ અથવા ૫૦૦૦ જે પસંદ કરેલ હોય તે રકમ દર મહિને આજીવન મળે.
- લાભાર્થીના મૃત્યુ પામ્યા પછી તેમના જીવનસાથી ને તેટલી જ રકમનું પેન્શન દર મહિને આજીવન મળશે.
- બંનેના અવસાન પછી તેમાં જમા રહેલ રકમ વ્યાજ સહિત બધી રકમ તેમના વારસદાર ને મળી જશે.
- કુટુંબને વધારે લાભ મળે તે માટે પતિ-પત્ની બંને પોતાના અલગ-અલગ પેન્શન પ્લાન લઈ શકે છે.
અટલ પેન્શન યોજનાની કેટલીક શરતો : Terms And Conditions Of Atal Pension Yojana (APY)
- લાભાર્થીએ દર મહિને નકકી કરેલ યોગદાન અવશ્ય આપવું પડે. મતલબ કે દર મહિને નિયમિત રીતે નકકી કરેલ રકમ ભરવી પડે. આ માટે સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન દ્વારા લાભાર્થીના બચત ખાતામાંથી (Saving Account) ઑટોમેટિક રકમ કપાવી શકાય છે જે સરળ પડે છે.
- આ અટલ પેન્શન યોજના હેઠળ ફકત એ વ્યક્તિનું એક જ ખાતું ખુલી શકે.
- ૬૦ વર્ષ પહેલાં જો લાભાર્થીનું અવસાન થાય તો આ ખાતું બંધ કરી શકાય છે. અથવા તો તેમના જીવનસાથી તેમનું ખાતું ચાલું રાખી શકે છે.
અટલ પેન્શન યોજના માટે લાભ ક્યાંથી મળે : Apply For Atal Pension Yojana (APY)
- નજદીક જાહેર ક્ષેત્રની બેંક તેમજ નજદીક પોસ્ટ ઓફિસમાં રજીસ્ટ્રેશન થઈ શકે છે.
અટલ પેન્શન યોજના માટે ક્યાં-ક્યાં પુરાવા જોઈએ : Required Documents For Atal Pension Yojana (APY)
- બચત ખાતાની પાસબુક
- રજીસ્ટ્રેશન ફોર્મ
Tags :
સામાજિક સુરક્ષા અંગેની યોજના