મે મહિનામાં છે બેંકમાં 11 રજાઓ, જાણો કઈ કઈ તારીખે રજા છે

bank holiday in may 2022, bank holiday, bank holiday in this month,

નમસ્કાર મિત્રો, આજે આપણે જોઇશું કે મે મહિનામાં બેંકની રજાઓ કેટલી આવવાની છે અને કઈ તારીખે છે તે પણ જોઈશું. ચોથા મહિનાની બેંકોની રજાઓ તો આપણે જોઈ પરંતુ શરૂ થયેલા આ પાંચમા એટલેકે મે મહિનામાં બેંકોમાં કેટલી રજાઓ આવવાની છે અને તેની કઈ તારીખ રહેશે.

આ વખતે મે મહિનામાં બીજા અને ચોથા શનિવારે અને રવિવારે તો રજા રહેશે જ પણ તે સહિત 11 દિવસ માટે બેંકો બંધ રહેવાની છે. ભારતીય રિઝર્વ બેંક મુજબ આ મહિનામાં જાહેર રજાઓ અને અમુક પ્રાદેશિક રજાઓ જે અલગ અલગ રાજ્યોના આધારે બેંકો બંધ રહેશે.

મે મહિનાના બેંક હોલિડે । Bank Holiday in May 2022

મે મહિનાની શરૂઆતમાં એટલે કે 2 મેના રોજ ઇદ-ઉલ-ફિત્ર અને 16 મેના દિવસે બુદ્ધ પૂર્ણિમા જેવી બીજી 11 રજાઓ આ મહિનામાં જોવા મળશે. આ બધી રજાઓ ભારતનાં અમુક રાજ્યો સિવાય બધી બેંકોને લાગુ પડે છે.

ભારતમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના અનુસાર મહિનાના બીજા અને ચોથા શનિવારે તો બેંકો બંધ છે તેમજ જે રવિવાર આવે તેમાં પણ રજા છે તે ઉપરાંત મહિનામાં તે રજાઓ સહિત 11 રજાઓ આર.બી.આઈ દ્વારા રજૂ કરવામાં આવી છે.

આર.બી.આઈ ના કેલેન્ડર પ્રમાણે મે મહિનામાં સપ્તાહાંત વગર બેંકોમાં 4 રજાઓ છે. ભારતની કેન્દ્ર સરકાર નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ 1881 મુજબ આ બધી રજાઓને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચી શકાય જેમકે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળની રજાઓ, રીઅલ-ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ હોલિડે અને બેંકોના એકાઉન્ટ્સ બંધ જેવા ભાગોમાં વિભાજીત કરી શકાય. તો આપણે જોઈએ કે તે 11 રજાઓ કઈ છે જે મે મહિનામાં રહેવાની છે.

1 મે 2022 (રવિવાર) - સાપ્તાહિક રજા

પહેલી મે 2022 ના રોજ સાપ્તાહિક રજા હોવાથી દેશની તમામ બેંકોમાં રજા રહેશે.


2 મે 2022 (સોમવાર) - રમજાન-ઈદ

બીજી મે ના રોજ રમજાન-ઈદ હોવાથી ભારતનાં કેરળ રાજ્યમાં બેંકો બંધ રહેશે.


3 મે 2022 (મંગળવાર) - ભગવાન શ્રી પરશુરામ જયંતિ, રમજાન-ઈદ, બસવ જયંતિ, આખાત્રીજ, ત્રીજ વૃદ્ધિ તિથિ

ત્રીજી મે ના રોજ એકી સાથે પાંચ અવસર નિમિત્તે જેમ કે ભગવાન શ્રી પરશુરામ જયંતિ, રમજાન-ઈદ, બસવ જયંતિ, આખાત્રીજ, ત્રીજ વૃદ્ધિ તિથિ કેરળ સિવાય ભારતની તમામ બેંકોમાં રજા રહેશે.


8 મે 2022 (રવિવાર) - સાપ્તાહિક રજા

આઠમી મે 2022 ના રોજ સાપ્તાહિક રજા હોવાથી દેશની તમામ બેંકોમાં રજા રહેશે.


9 મે 2022 (સોમવાર) - રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ, દુર્ગાષ્ટમી

નવમી મે 2022 ના રોજ રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ નિમિત્તે ભારતનાં તમામ બેંકોમાં રજા રહેશે.


14 મે 2022 (શનિવાર) - બેંક હોલીડે

14 મે 2022 માં રોજ ભારતની તમામ બેંકોમાં સાપ્તાહિક બીજો શનિવારે બેંક હોલીડે હોવાથી રજા રહેશે.


15 મે 2022 (રવિવાર) - સાપ્તાહિક રજા

પંદરમી મે 2022 ના રોજ સાપ્તાહિક રજા હોવાથી દેશની તમામ બેંકોમાં રજા રહેશે.


16 મે 2022 (સોમવાર) - બુદ્ધ પૂર્ણિમા

સોળમી મે 2022 ના રોજ બુદ્ધ પૂર્ણિમા હોવાથી ભારત દેશના મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, નવી દિલ્હી, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, જમ્મુ, ત્રિપુરા, હરિયાણા, શ્રીનગર જેવાં રાજ્યોમાં રજા રહેશે.


22 મે 2022 (રવિવાર) - સાપ્તાહિક રજા

બાવીસમી મે 2022 ના રોજ સાપ્તાહિક રજા હોવાથી દેશની તમામ બેંકોમાં રજા રહેશે.


28 મે 2022 (શનિવાર) - બેંક હોલીડે

અઠ્યાવિસમી મે 2022 માં રોજ ભારતની તમામ બેંકોમાં સાપ્તાહિક ચોથા શનિવારે બેંક હોલીડે હોવાથી રજા રહેશે.


29 મે 2022 (રવિવાર) - સાપ્તાહિક રજા

ઓગણત્રીસમી મે 2022 ના રોજ સાપ્તાહિક રજા હોવાથી દેશની તમામ બેંકોમાં રજા રહેશે.


આ જોયું : 
તમારા શહેરના સમાચાર તમારા મોબાઈલમાં

તો મિત્રો આપણે જોયું કે આ મે મહિનામાં બેંકોમાં કેટલી રજાઓ અને તેની તારીખ કઈ રહેશે તેનાં વિશે જાણ્યું. તમને આ લેખ કેવો લાગ્યો તે અમને નીચે આપેલા કૉમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. આભાર


Post a Comment

Previous Post Next Post