Cheetah: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર નામીબીયાથી 8 ચિત્તાનું આગમન

ચિત્તાઓ, નામિબિયન ચિત્તાઓ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના જન્મદિવસ, મોદી બર્થડે, Namibian Cheetah Arrives in India, Cheetah, Namibian Cheetah, Gujarati News, Gujarati Samachar, Today Gujarati News

Namibian Cheetah: ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના જન્મદિવસ નિમિતે ભારતને વન્યજીવનને ભેટ આપવામાં આવશે. પ્રધાનમંત્રી મોદી દેશના વન્યજીવન અને તેના રહેઠાણને પુનર્જીવિત કરવા અને વૈવિધ્યીકરણ કરવાના તેમના પ્રયાસોના ભાગરૂપે કુનો નેશનલ પાર્કમાં નામીબિયા (Namibian)થી લાવવામાં આવેલા 8 ચિત્તાઓને ખુલા મુકાશે.

તે માટે નામિબિયનથી લાવેલા આઠ ચિત્તાઓને વડાપ્રધાન મોદી શનિવારે મધ્ય પ્રદેશના શ્યોપુરમાં કુનો નેશનલ પાર્કમાં તે ચિત્તાઓને છોડશે. ભારતમાં અંદાજિત 70 વર્ષ પછી દેશમાં ચિત્તાઓને ફરીથી રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે.

નામિબિયન ચિત્તાઓને મેમ્બર સેક્રેટરી નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) ના ચીફ ઓફિસર એસપી યાદવ ના રિપોર્ટ અનુસાર આ આઠ ચિત્તાઓ માંથી બે ચિત્તાઓને બિડાણ નંબર એકમાંથી છોડશે અને તેને લગભગ 70 મીટર દૂર રખાશે. બાકીના ચિત્તાઓને તેમના માટે બનાવવામાં આવેલા તેમના ક્વોરેન્ટાઇન વિસ્તારોમાં મુકવામાં આવશે.

મીડિયા એજન્સી ANI ના અહેવાલ માં એસપી યાદવે જણાવ્યું કે, "અમે સ્પેશિયલ ચાર્ટર્ડ કાર્ગો પ્લેન બોઈંગ-747 દ્વારા આ આઠેય ચિત્તાઓને લાવી રહ્યા છીએ. આ એક વિશાળકાય પ્લેન છે અને વચ્ચે બીજીવાર ફ્યુલ ભર્યા વગર સીધું ભારત આવશે અને તેથી જ અમારી ટીમ દ્વારા આ એરક્રાફ્ટ ની પસંદગી કરવામાં આવી છે."

એસપી યાદવે વધારેમાં જણાવ્યું કે, "આ વિશાળ એરક્રાફ્ટ માં ચિત્તાઓની સાથે અમારા ક્રૂ મેમ્બર્સ, પશુ ચિકિત્સકો, વન્યજીવન નિષ્ણાતો, ચિત્તા નિષ્ણાતો, ત્રણ ભારતીય વૈજ્ઞાનિકો, ડૉક્ટરો અને અધિકારીઓ નામીબિયાથી પ્લેનમાં હાજર રહેશે. કાર્ગો બોઈંગ-747 ને 17મી સપ્ટેમ્બરે સવારે ભારતમાં લાવવામાં આવશે.

રિપોર્ટ અનુસાર આ એરક્રાફ્ટ ને પહેલા રાજસ્થાનનાં જયપુરમાં ઉતારવાનું હતું, પરંતુ હવે તેને ગ્વાલિયરમાં માં ઉતારવામાં આવશે અને ત્યાં ઈમિગ્રેશન અને પશુપાલનની તમામ ઔપચારિકતાઓને તપાસ કરવામાં આવશે. ચેકીંગ થયા બાદ ભારતીય એરફોર્સ હેલિકોપ્ટર દ્વારા કુનો નેશનલ પાર્ક માં આ ચિત્તાઓને છોડવામાં આવશે.

ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN) અનુસાર ભારત સરકાર ના આ મહત્વકાંક્ષી ચિત્તા પ્રોજેક્ટ માં વન્યપ્રજાતિઓ માં ખાસ ચિત્તાની પુનઃપ્રવૃત્તિ ઉપર કામ કરવામાં આવશે. વન્યજીવ સંરક્ષણ ભારત માટે એક કુદરતી ભેટ છે અને તેનો અનેરો લાંબો ઈતિહાસ છે. ભારત સરકાર વન્યજીવ સંરક્ષણ માટે અગાવ ગુમાવેલા ચિત્તાને ફરી પ્રાપ્ત કરવા આ પ્રોજ્ક્ટ ની નીવ રાખે છે.

તાજા ગુજરાતી સમાચાર વાંચો, ખેલ જગતસ્વાસ્થ્યબોલિવૂડટોલિવૂડમૂવી રીવ્યુબાયોગ્રાફીઆજનું રાશિફળસરકારી યોજનાટેક ન્યુઝબાળકો ના નામ તેમજ ગુજરાત ના તમામ સમાચાર.

રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. નવી જાણકારી માટે અમને FacebookInstagramTwitter અને Google News પર ફોલો કરો.

આ વાંચો । ભારતીય લોકશાહી દિવસ કેમ છે ખાસ?

Post a Comment

Previous Post Next Post