Taarak Mehta Ka Ooltah Chashmah: ફિલ્મોના નાના-મોટા રોલથી લઈને ટેલિવિઝન ની ખુબ પ્રખ્યાત સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સુધીની સફર જેઠાલાલ (Jethalal) એટલેકે દિલીપ જોષી માટે ખુબજ સંઘર્ષ ભરી રહી છે. જેઠાલાલ નું પાત્ર આ સિરિયલ માં ખુબ જ મહત્વપૂર્ણ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ સિરિયલ ભારતીય ટેલિવિઝન પર છેલ્લા 14 વર્ષથી તેના ફેન્સ નું મનોરંજન કરી રહી છે અને ભવિષ્યમાં પણ દર્શકોનું મનોરંજન જાળવી રાખશે.
હાલમાં શો માં અદલા-બદલી નો માહોલ ચાલી રહ્યો છે, કોઈ કારણોસર પહેલા શો માંથી ટપુ, રોશન સિંહ સોઢી, સોનુ, ડોક્ટર હાથી, અંજલિ મહેતા અને નટુકાકા નું રિપ્લેસમેન્ટ કરવામાં આવ્યું હતું. તાંજેતરમાં તારક મહેતા એટલે કે શૈલેષ લોઢા એ કોઈ કારણોસર શો ને છોડી દીધો છે.
અદલા-બદલીની શ્રેણી ને આગળ વધારતા હાલ શોમાં જેઠાલાલ જોવા મળી રહ્યા નથી, તેથી દર્શકોમાં ચિંતા નો માહોલ સર્જાયો છે કે તારક મહેતા બાદ હવે શું જેઠાલાલ એ પણ શો ને છોડવાનો નિર્ણય કર્યો છે. જેઠાલાલ સિરિયલ માંથી શા માટે ગાયબ છે તેનું સાચું કારણ શું છે ચાલો જાણીએ.
હાલમાં શો ના તારક મહેતા (શૈલેષ લોઢા) ની બદલી સચિન શ્રોફ સાથે કરવામાં આવી છે. શો માં જેઠાલાલ ની ગેરહાજરી ને દર્શકો ની ચિંતામાં વધારો કર્યો છે, અને તેઓને લાગી રહ્યું છે કે શો ના મેકર્સ હવે જેઠાલાલની બદલી કરવા જઈ રહ્યા છે. પરંતુ શો ના મેકર્સે દર્શકોની ચિંતા ને ઠારતા જણાવ્યું કે દિલીપ જોષી (જેઠાલાલ) એ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ને છોડ્યો નથી, પરંતુ થોડા દિવસો માટે તે વેકેશન પર છે.
રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે દિલીપ જોષી હમણાં યુનાઇટેડ સ્ટેટ ના કેલિફોર્નિયામાં પોતના રજાના દિવસો આનંદથી માણી રહ્યા છે. દિલીપ જોષી તેના ફેન્સ સાથે કનેક્ટ રહેવા માટે હંમેશા તેના સોશ્યિલ મીડિયા પર એકટીવ રહે છે. હાલમાં તેના ઇન્સ્ટાગ્રામ પર તેમના વેકેશનની અમુક તસ્વીરો શેર કરી છે. એક તસ્વીર શેર કરતા જોષી સાહેબે ખુદે કોમેન્ટ માં લખ્યું કે, "પોતાના જડ મૂળોનું હંમેશા સન્માન કરતા શીખવું જોઈએ".
દિલીપ જોષી સાહેબના વેકેશન ના ફોટાઓ અને તારક મહેતા શો ના મેકર્સ દ્વારા જણાવવામાં આવેલા અહેવાલ અનુસાર જેઠાલાલ ના પાત્ર ને બદલવાનો મેકર્સ ને કોઈ એવો ઈરાદો નથી, તેમના મતે જેઠાલાલ ના પાત્ર ને દિલીપ જોષી સિવાય કોઈપણ નિભાવી ન શકે. જ્યાં સુધી શો ભારતીય ટેલિવિઝન પર આવશે ત્યાં સુધી જેઠાલાલ ના પાત્ર ને દિલીપ જોષી દ્વારા અભિનીત કરવામાં આવશે.
તાજા ગુજરાતી સમાચાર વાંચો, ખેલ જગત, સ્વાસ્થ્ય, બોલિવૂડ, ટોલિવૂડ, મૂવી રીવ્યુ, બાયોગ્રાફી, આજનું રાશિફળ, સરકારી યોજના, ટેક ન્યુઝ, બાળકો ના નામ તેમજ ગુજરાત ના તમામ સમાચાર.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. નવી જાણકારી માટે અમને Facebook, Instagram, Twitter અને Google News પર ફોલો કરો.