Raju Srivastava Passes Away: ઘણા લાંબા સમયથી બીમાર રહેલા ભારતના પ્રખ્યાત હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવે (Raju Srivastava) આજે દિલ્હી નીએઈમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. રિપોર્ટ અનુસાર છેલ્લા 40 દિવસથી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચેની લડાઈ લડી રહ્યા હતા, કોમેડીના દિગ્ગજ રાજુ શ્રીવાસ્તવ હવે આપણી વચ્ચે નથી રહ્યા.
છેલ્લા ઘણા સમયથી તબીબોની ટીમ તેમની તબિયત સુધારવા માટે સતત પ્રયાસ કરી રહી હતી. રાજુ શ્રીવાસ્તવના અવસાન ની પૃષ્ટિ તેમના પરિવારજનો એ કરી છે, તેઓનું 58 વર્ષની નાની ઉંમરે દિલ્લીમાં અવસાન થયું છે. તેઓ જીમમાં કસરત કરતી વેળાએ છાતીના ભાગમાં દુખાવાનો અને ભાંગી પડવાને કારણે તેમને 10 ઓગસ્ટના રોજ દિલ્લી ની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
દુનિયાને હસાવનાર વ્યક્તિએ આજે દુનિયા છોડી દીધી. પહેલા તેઓ 40 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ હતા, પરંતુ 41 દિવસ વીતી જવા છતાં તે હોશમાં આવ્યો નહીં. વચ્ચે ઘણીવાર સારા સમાચાર આવતા કે તેમની તબિયત હવે પહેલા કરતા ખુબ સારી છે, અને તેઓ ભાનમાં પણ આવ્યા હતા.
10 ઓગસ્ટના દિવસે જિમમાં વર્કઆઉટ દરમિયાન તેને સ્ટ્રોક આવ્યો હતો. જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં આજે તેમનું મૃત્યુ થયું હતું.
તાજા ગુજરાતી સમાચાર વાંચો, ખેલ જગત, સ્વાસ્થ્ય, બોલિવૂડ, ટોલિવૂડ, મૂવી રીવ્યુ, બાયોગ્રાફી, આજનું રાશિફળ, સરકારી યોજના, ટેક ન્યુઝ, બાળકો ના નામ તેમજ ગુજરાત ના તમામ સમાચાર.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. નવી જાણકારી માટે અમને Facebook, Instagram, Twitter અને Google News પર ફોલો કરો.
આ વાંચો । આજનું દિવ્યભાસ્કર પેપર