માનસી પારેખ નું લેફ્ટનન્ટ ગવર્નર બેથની હોલ લોન્ગે કર્યું સન્માન

માનસી પારેખ, Mansi Parekh, Gujarati Movie, Gujarati Picture, Gujarati, Gujarati News, Gujarati Samachar, ગુજરાતી સમાચાર

Mansi Parekh : માનસી પારેખ જે હાલમાં પોતાના વેકેશન ને યુનાઇટેડ સ્ટેટ માં વિતાવી રહ્યા છે. માનસી ગુજરાતી સિનેમા ની એક બેહતરીન અભિનેત્રી છે, તેમની ફિલ્મોના લોકો દીવાના છે. તે હંમેશા તેમની ફિલ્મોમાં શાનદાર એકટિંગથી દર્શકો નું દિલ જીતતા આવ્યા છે. 

માનસીની આવી જ શાનદાર એકટિંગ અને બેમિશાલ કામ ના કારણે તેમને સન્માનિત કરાયા હતા. હાલમાં તેમના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર એક વિડિઓ અને તસ્વીરો શેર કરી હતી અને નીચે કેપ્શનમાં લખ્યું કે, "ભારતમાં કલાકારો તરીકેના અમારા કામ માટે અને જે વિઝન માટે અમે લેફ્ટનન્ટ ગવર્નર બેથની હોલ લોન્ગ @ltgovernordeની હાજરીમાં ગવર્નરની ઑફિસ @johncarneyde દ્વારા માન્યતા પ્રાપ્ત કરવી એ કેટલું અવિશ્વસનીય સન્માન છે. અભિનેતા, ગાયક અને સર્જકો તરીકેના અમારા સંયુક્ત કાર્ય દ્વારા સમગ્ર અમેરિકા અને સમગ્ર વિશ્વમાં ભાષા અને સંસ્કૃતિ! આ અમને વૈશ્વિક સ્તરે અમારી હાજરીની અનુભૂતિ કરાવતી વખતે અમારા ભારતીય મૂળની નજીક રહેવા માટે વધુ આત્મવિશ્વાસ અને સમર્થન આપે છે!"

માનસીના આ વિશ્વ લેવલના ભવ્ય સન્માન પ્રાપ્ત કરવા બદલ તેમના ઇન્ડસ્ટ્રી ના કલાકારો અને તેમના મિત્રોએ તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

માનસીના ફિલ્મો પર નજર કરીએ તો હાલમાં તેઓ એક શાનદાર થ્રિલર ફિલ્મ 'ડિયર ફાધર' માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં પરેશ રાવલ (Paresh Rawal) અને ચેતન ધાનાણી (Chetan Dhanani) મુખ્ય ભૂમિકામાં હતા. માનસી ની ફિલ્મ 'ગોળકેરી' ગુજરાતી સિનેમા પર સુપરહિટ સાબિત થઈ હતી.

રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. અમને FacebookInstagramTwitter અને Google News પર ફોલો કરો.

Post a Comment

Previous Post Next Post