Amit Shah Birthday: ભારતના રાજનેતાઓ સહીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) 28 ઓક્ટોબર ને શનિવારના રોજ શ્રી અમિત શાહને તેમના 58માં જન્મદિવસ નિમિત્તે તેમને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી, અને જણાવ્યું કે તેઓ દેશની ઉન્નતિ માટે અસંખ્ય પ્રયત્નો કરી રહ્યા છે.
પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી વધારે જણાવ્યું કે, "ભારતના ગૃહમંત્રી તરીકે તેઓ આપણા રાષ્ટ્રની પ્રગતિ માટે અસંખ્ય પ્રયત્નો કરી રહ્યા છે. તેઓ મહત્વપૂર્ણ સહકારી ક્ષેત્રના સુધારામાં પણ પ્રશંસનીય કાર્ય કરી રહ્યા છે. અને તેઓ આપણા દેશની સેવામાં લાંબુ અને સ્વસ્થ જીવન જીવે."
ભારતના વડા પ્રધાન સહીત ભારતીય જનતા પાર્ટી (BJP) ના બીજા અન્ય નેતાઓએ પણ પૂર્વ પાર્ટી અધ્યક્ષ અમિત શાહને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, "શાહ દેશની આંતરિક સુરક્ષાને મજબૂત કરવા માટે સમર્પિત રીતે કામ કરી રહ્યા છે અને તેઓ તેમને સોંપવામાં આવેલી દરેક જવાબદારીને સક્ષમતાથી નિભાવે છે."
પાર્ટીના નેતા સાથે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને ભૂપેન્દ્ર યાદવ પણ શાહને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહના જુના ફોટાઓ શેર કર્યા હતા અને જણાવાયું કે શાહ સાહેબ મોદીની બાજુમાં મક્ક્મતાથી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની ઉન્નતિમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
જૂની તસ્વીરો સાથે હિમંતા બિસ્વાએ જણાવ્યું કે, "નવા ભારતના મુખ્ય શિલ્પકાર શ્રી નરેન્દ્ર મોદીજીની દાયકાઓ સુધી અડગ રહીને, શ્રી અમિત શાહ જી ભાજપના ઉદયમાં નિર્ણાયક રહ્યા છે. HM તરીકે, તેમણે ભારતની આંતરિક સુરક્ષાને નવી ઊંચાઈ પર પહોંચાડી છે."
ભારતના કેન્દ્રીય પ્રધાન શ્રીમાન અમિત શાહ ને તેમના 58માં જન્મદિવસ પર રંગીલુ ની સંપૂર્ણ ટીમ તરફથી હાર્દિક શુભેચ્છાઓ, આપ સ્વસ્થ રહો અને રાષ્ટ્રની નિસ્વાર્થ ભાવે કરતા રહો તેવી આશા.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. અમને Facebook, Instagram, Twitter અને Google News પર ફોલો કરો.