કિડની ના રોગથી થતા મૃત્યુના આંકડાઓને અનુસરીએ તો અંદાજ આવે કે વૈશ્વિક સ્તરે આ રોગથી મૃત્યુ પામતા લોકોમાં છઠ્ઠું સૌથી ઝડપી કારણ બન્યું છે. જો આપણને કિડની ને લાગતા કોઈ રોગનો અંદેશો થાય તો ત્યારે આપણે તેનાથી ડરીને નહીં પરંતુ તંદુરસ્ત જીવન તરફ ધ્યાન આપવું જોઈએ અને તે રોગને હટાવવાનો રસ્તો શોધી કાઢવો જોઈએ, કેમકે કોઈપણ રોગનું નિવારણ કરવું તેજ આપણા જીવન માટે ફાયદાકારક રહે છે.
આપણી એક મુઠ્ઠી ની આકારની આપણી બંને કીડનીઓ આખી જિંદગી સતત કાર્ય કરતી રહે છે, તો આપણે તેને બગાડવા પાછળ નહીં પરંતુ તેને સ્વસ્થ અને ફિટ કઈ રીતે રાખવી તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અહીંયા અમે 5 રીતો ને તમારી સમક્ષ રજૂ કરી છે જેને અનુસરીને તમે તમારી કિડનીને દરેક રોગથી સુરક્ષિત રાખી શકો છો.
1. વધારે દવાઓનું સેવન ન કરવું જોઈએ
આપણે જાણીએ છીએ કે હાલ મેડિકલ વિભાગે કેટલી ઉન્નતિ કરી લીધી છે અને લગભગ દરેક રોગની દવાઓ શોધી લીધી છે, પરંતુ તે દવાને ટૂંક સમય માટે લેવી કોઈ નુકશાન કારક નથી પરંતુ સતત તમે જે તે દવાથી ટેવાઈ ને તેનું આડેધડ સેવન કર્યા કરો છો તો તે ઘણું જ નુકશાન કારક સાબિત થાય છે અને ક્યારેક તો જીવ પણ જોખમે મુકાય છે. બજાર માં એસ્પિરિન, આઇબુપ્રોફેન, નેપ્રોક્સેન સોડિયમ અને અન્ય નુકશાન કારક દવાઓ તમારી કિડની ને ઘણું નુકશાન પહોંચાડી શકે છે. જો જરૂર જણાઈ તો ઓછી માત્રામાં તે દવાઓનું સેવન કરવું નહીંતર તેનાથી દૂર જ રહેવું. તે દવાઓ કરતા દેશી અને ઘરેલું ઉપાયો અજમાવા જોઈએ.
2. નિત્ય કસરત કરવું જોઈએ
હાલ સતત તણાવ ભરી અને ભાગદોડ ભરી જિંદગીમાં લોકો પાસે પોતાના શરીર ને સ્વસ્થ રાખવા માટે કસરત કરવાનો સમય રહ્યો નથી, ક્યા તો પછી તે લોકો પાસે કોઈક ને કોઈક બહાનું હોય છે નિત્ય વ્યાયામ ન કરવાનું. પરંતુ જો તમારે તમારી કિડનીને તંદુરસ્ત રાખવી હોય તો નિયમિતપણે કસરત કરવું જોઈએ. દરરોજ યોગ્ય રીતે કસરત કરવાથી તમે તમારી નકામી પડી રહેલી અને નુકશાન દાયી ચરબીને દૂર કરી શકો છો, હાઈ કે લો બ્લડ પ્રેશરથી છુટકારો અને હૃદયને સ્વસ્થ રાખી શકો છો.
3. બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ ને નિયંત્રણમાં રાખવું
વિશ્વમાં દરેક પાંચ વ્યક્તિ માંથી ત્રણ વ્યક્તિ હાઈ કે લો બ્લડ પ્રેશર કે પછી ડાયાબિટીસ નો શિકાર થયેલો છે, જયારે આ જ મુખ્ય કારણો છે જે તમારી તદુંરસ્ત કિડનીને નુકશાન પહોંચાડી શકે છે. જયારે આપણા લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે કે પછી હાઈ બ્લડ પ્રેશરની તકલીફ થાય ત્યારે કિડની જ છે જેને વધુ મેહનત કરવી પડતી હોય છે. જો આ બીમારી લાંબા સમય સુધી રહે તો તે તમારી કિડનીને ભારી નુકશાન પહોંચાડી શકે છે અથવા તો જીવલેણ પણ બની શકે છે. આનો ઉપાય એ છે કે તમે તમારા રોજિંદા ખાદ્ય પદાર્થો માં ખાંડ વાળો અને મીઠા વાળો ખોરાક ખવામાં નિયંત્રણ રાખો, જેનાથી તમારી ડાયાબિટીસ પણ કાબુમાં રહેશે અને તણાવ પણ ઘટી શકે છે.
4. વધુ પાણી પીવાની આદત રાખો
જો તમારે તમારી કિડનીને શુદ્ધ અને નિરોગી રાખવી હોય તો પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું રાખવું જોઈએ. કેમકે વધુ પાણી પીવાથી તમે હાઈડ્રેટ રહો છો અને તમારી કિડની માંથી સોડિયમ અને બાકીના ઝેરી તત્વોને બહાર કાઢી શકાય છે, આનાથી કિડની માં પથરી થવાની કોઈ સંભાવના રહેતી નથી.
5. તંદુરસ્ત આહાર લેવો જોઈએ
હાલ આપણે જાણીએ છીએ કે લોકો ફળ ફૂલ ના સેવનને ભૂલીને ખરાબ ફાસ્ટ ફૂડ ને પોતાના શરીરમાં નાખી રહ્યા છે અને તેનાથી ન જાણે કેટ-કેટલા રોગ ઉત્પન્ન થઈ રહ્યા છે. શરીર ને રોગ મુક્ત કરવું હોય તો શાકભાજી, ફળો, આખા અનાજ, ઓછી ચરબીવાળી ડેરી પદાર્થ, ઓછી સોડિયમ અને ઓછું કોલેસ્ટ્રોલ ધરાવતા આહાર ને આરોગવા જોઈએ. સારો ખોરાક લેવાથી તમે માત્ર કિડની ની બીમારી જ નહિ પરંતુ કેટલાય રોગોથી બચી શકો છો. કિડની ની તદુંરસ્તી માટે ધૂમ્રપાન કે આલ્કોહોલ નું સેવન ન કરવું જોઈએ, આ નશીલો પદાર્થ તમારા હાર્ટ એટેકની સંભાવના વધારી દે છે અને કિડની ને ગાળી નાખે છે.
ગુજરાતી સમાચાર વાંચો, ખેલ જગત, સ્વાસ્થ્ય, બોલિવૂડ, ટોલિવૂડ, મૂવી રીવ્યુ, બાયોગ્રાફી, આજનું રાશિફળ, સરકારી યોજના, ટેક ન્યુઝ, બાળકો ના નામ તેમજ ગુજરાત ના તમામ સમાચાર.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. અમને Facebook, Instagram, Twitter અને Google News પર ફોલો કરો.
Tags :
Health