ઈશાન કિશનની આવી ધુંવાધાર બેટિંગ થી મોટા મોટા દિગજ્જ ખેલાડીઓને પણ પાછળ પડતા મુક્યા હતા અને વિરાટ કોહલીએ તેની ODI કરિયરની આ 45 મી સદી મારી હતી. આ સિરીઝમાં બોલર શાર્દુલ ઠાકુર અને અક્ષર પટેલનું ખુબ સારું પ્રદર્શન રહ્યું. જોકે પેહલી અને બીજી સિરીઝ ને બાંગ્લાદેશે પોતાને નામ કરી હતી.
ત્રીજી ODI સિરીઝમાં બાંગ્લાદેશે ટોસ જીતીને ફ્લડીંગ કરવાનો નિર્ણય કર્યો અને તે સાથે ભારતે તેને 409 રનનો મોટો લક્ષ્ય આપ્યો હતો. આ મોટા ટાર્ગેટની પાછળ ભાગતા બાંગ્લાદેશના ખેલાડીઓની શરૂઆત સારી નહોતી. શાકિબ અલ હસને ફક્ત ટીમ વતી સારું પ્રદર્શન કર્યું હતું, તેમણે 43 રન બનાવી ને આઉટ થયો. ટીમના બાકીના ખેલાડી સારું પ્રદર્શન કરવામાં અસમર્થ રહ્યા હતા.
આ બાજુ ટીમ ઇન્ડિયા નું બેટિંગ માં ખુબજ ગજબ પ્રદર્શન રહ્યું હતું. જેમાં ઈશાન કિશાન એ 131 બોલમાં 210 રન બનાવ્યા જેમાં તેણે 24 ફોર અને 10 સિક્સર ફટકારી હતી. તો વિરાટ કોહલી એ પણ કઈ ઓછું નથી મુકાયું, તેને પણ 91 બોલમાં 113 રન બનવી ઇતિહાસ બનાવ્યો હતો, જેમાં તેને 11 ફોર અને 2 સિક્સરો મારી હતી.
ટીમ ઇન્ડિયાના બીજા ખેલાડીઓ પણ પોતાનો સારો ફાળો આપવામાં મદદ રૂપ થયા, જેમાં વોશીન્ગ્ટન સુંદરે 27 બોલમાં 37 રન, અક્ષર પટેલે 17 બોલમાં 20 રન ફટકારી સ્કોર ને આગળ વધાર્યો હતો.
બાંગ્લદેશના ખેલાડીઓ સૌ ભેગા મળીને પણ ઈશાન અને કોહલીએ કરેલા રન સુધી પોંહચી શક્યા નહીં અને માત્ર 34 ઓવર માં 182 રન કરીને ઓલ આઉટ થયા હતા. વિકેટ લેવામાં બાંગ્લાદેશના બોલરો માં તસ્કીન અહેમદ, ઇબાદત હુસૈન અને શાકિબે 2-2 વિકેટ લીધી અને મુસ્તફિઝુર અને મેહદી હસને1-1 વિકેટ લેવામાં સક્ષમ રહ્યા.
તો ટીમ ઇન્ડિયા ના બોલરોએ પણ ધુંવાધાર બોલિંગનું પ્રદર્શન દેખાડ્યું હતું જેમાં શાર્દુલ ઠાકુરે 3 વિકેટ, અક્ષર પટેલ અને ઉમરાન મલિકે 2-2 વિકેટ અને મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને વૉશિન્ગટન સુંદરે 1-1 વિકેટ લેવામાં પોતનો ફાળો આપ્યો હતો.
ગુજરાતી સમાચાર વાંચો, ખેલ જગત, સ્વાસ્થ્ય, બોલિવૂડ, ટોલિવૂડ, મૂવી રીવ્યુ, બાયોગ્રાફી, આજનું રાશિફળ, સરકારી યોજના, ટેક ન્યુઝ, બાળકો ના નામ તેમજ ગુજરાત ના તમામ સમાચાર.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. અમને Facebook, Instagram, Twitter અને Google News પર ફોલો કરો.