દીપિકા પાદુકોણ સિંઘમ અગેઇન માં બનશે લેડી સિંઘમ: બ્લોકબસ્ટર ફિલ્મોના ડાઈરેક્ટર રોહિત શેટ્ટી ટૂંક સમયમાં જ તેની ફિલ્મ સર્કસ (Circus) થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. રણવીર સિંહ ની સાથે-સાથે આ ફિલ્મમાં બીજા ઘણા જબરદસ્ત સ્ટાર્સ જોવા મળશે. ગોલમાલ અગેઈનની તર્જ પર બની રહેલી રોહિત શેટ્ટીની આ કોમેડી અને ડ્રામા ફિલ્મને લઈને દર્શકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
હાલમાં જ મુંબઈમાં સર્કસ ફિલ્મના સોન્ગનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જેમાં દીપિકા પાદુકોણ રણવીર સિંહ સાથે જબરજસ્ત ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ સીન જોઈને ચાહકો ખુશીથી નાચવા લાગ્યા છે. સોન્ગના આ લોન્ચિંગ ઇવેન્ટ માં રોહિત શેટ્ટી એ એક મોટો ખુલાસો કર્યો છે.
લેડી સિંઘમ સાથે હશે સિમ્બા: રોહિત શેટ્ટીએ સર્કસના સોન્ગ લોન્ચિંગ ઈવેન્ટ દરમિયાન ચાહકોને ખુશખબર આપતા કહ્યું, 'અમે સિંઘમ નેક્સ્ટ' બનાવી રહ્યા છીએ. ત્યારે દરેક વ્યક્તિ મને પૂછે છે કે આમાં લેડી પોલીસ કોણ હશે, તો આજે હું કન્ફર્મ કરું છું કે દીપિકા પાદુકોણ લેડી સિંઘમ હશે. જેનું શૂટિંગ અમે આવતા વર્ષથી શરૂ કરી રહ્યા છીએ. રોહિત શેટ્ટીના આ મોટા ખુલાસા કર્યા બાદ ત્યાં હાજર લોકોની ભીડ ખુશીથી ઝુમી ઉઠી હતી.
રોહિત શેટ્ટી પણ તેના કોપ યુનિવર્સ સાથે OTT પર જઈ રહ્યા છે. તેણે થોડા સમય પહેલા તેની સિરીઝ 'ઇન્ડિયન પોલીસ ફોર્સ'ની પણ જાહેરાત કરી હતી. આ સીરિઝમાં શિલ્પા શેટ્ટી પોલીસ વુમનના રોલમાં જોવા મળશે. તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા અને વિવેક ઓબેરોય પણ હશે. આ સિરીઝ ને એમેઝોન પ્રાઇમ પર રિલીઝ કરવામાં આવશે.
દીપિકાની આગામી ફિલ્મો: દીપિકા પાદુકોણના અન્ય આગામી ફિલ્મો ના લિસ્ટ પર એક નજર કરીએ તો તેમાં ઘણી મોટી ફિલ્મો શામેલ છે. દીપિકા ટૂંક સમયમાં ફિલ્મ 'પઠાણ' ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે જોવા મળશે. આ સિવાય શાહરૂખ ખાનની બીજી ફિલ્મ 'જવાન', રિતિક રોશનની 'ફાઇટર' અને પ્રભાસની 'પ્રોજેક્ટ K' પણ છે. તે ઉપરાંત રોહિત શેટ્ટી અને રણવીર સિંહની ફિલ્મ 'સર્કસ'માં સ્પેશિયલ અપિયરન્સ કરવા જઈ રહી છે.
ગુજરાતી સમાચાર વાંચો, ખેલ જગત, સ્વાસ્થ્ય, બોલિવૂડ, ટોલિવૂડ, મૂવી રીવ્યુ, બાયોગ્રાફી, આજનું રાશિફળ, સરકારી યોજના, ટેક ન્યુઝ, બાળકો ના નામ તેમજ ગુજરાત ના તમામ સમાચાર.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. અમને Facebook, Instagram, Twitter અને Google News પર ફોલો કરો.