ઇતિહાસ માં પાછળ એક નજર કરીએ તો વર્ષ 2017 માં બહુમતીથી નહિ પરંતુ 77 બેઠકો જીતીને ગુજરાતમાં ઉત્સવ કર્યો હતો, અને હવે જયારે 2022 માં કોંગ્રેસે ગુજરાતમાં માત્ર 17 બેઠકો જ હાથે આવી હતી. ત્યાં 156 બેઠકોની બહુમતી સાથે ભાજપે ગુજરાતમાં ભગવો રંગ પાથર્યો છે.
ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીમાં કોંગ્રેસ ને જો કોઈએ નુકશાન પહોચાડ્યું હશે તો તે આમ આદમી પાર્ટી છે, કેમકે 5 બેઠકો AAP અને 4 બેઠકો અન્ય લઇ જતા કોંગ્રેસને આ વખતે સભામાં સ્થાન ન મળ્યું. અર્જુન મોઢવાડિયા, તુષાર ચૌધરી, જિજ્ઞેશ મેવાણી અને અમિત ચાવડા જેવા નેતાઓથી આપને થોડી હૈયે ટાઢક વળી હતી.
ભાજપ ની આવી ભવ્ય જીત પછી જોવું એ રહશે કે તેને કરેલા વાયદાઓ પર કેવા ખરા ઉતરે છે, અને ગુજરાતમાં ભાજપની ડબલ એન્જીન સરકાર કેટલી સ્પીડ થી વિકાસ કરે છે. મોંઘવારી ના મારને આખી દુનિયા ખાઈ રહી છે ત્યારે ભાજપ સરકાર તેની સામે કેટલું અડગ રહશે તે હવે જોવું રહ્યું.
ગુજરાતી સમાચાર વાંચો, ખેલ જગત, સ્વાસ્થ્ય, બોલિવૂડ, ટોલિવૂડ, મૂવી રીવ્યુ, બાયોગ્રાફી, આજનું રાશિફળ, સરકારી યોજના, ટેક ન્યુઝ, બાળકો ના નામ તેમજ ગુજરાત ના તમામ સમાચાર.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. અમને Facebook, Instagram, Twitter અને Google News પર ફોલો કરો.