અહીંયાં RTE (રાઈટ ટુ એજ્યુકેશન) ના પ્રવેશ માટે જરૂરી પુરાવાઓ ક્યાં-ક્યાં જોઈએ તેના વિશે માહિતી આપવામાં આવી છે.
રાઈટ ટુ એજ્યુકેશન એડમિશન ૨૦૨૧ |
RTE (રાઈટ ટુ એજ્યુકેશન) ઓનલાઇન પ્રવેશ માટે જરૂરી પુરાવાઓ | RTE Admission Documents
RTE યોજના માટે જરૂરી પુરાવા | RTE Documentation
- બાળક ના ૨ ફોટા
- બાળક નું આધાર કાર્ડ, જન્મનો દાખલો
- બાળક ના માતા-પિતા/વાલી નું આધાર કાર્ડ
- બાળક ના પિતા/વાલીનું રેશનકાર્ડ
- બાળક ના પિતા/વાલી નો જાતિનો દાખલો
- બાળક ના પિતાનું લાઈટબીલ/વેરાબીલ/જો ભાડે રહેતા હોય તો ભાડાકરાર
- બાળક નું અથવા બાળક ના પિતા/વાલીની બેંક પાસબુક
- બાળક ના પિતા/વાલીનો આવકનો દાખલો/પ્રમાણપત્ર (ગ્રામ્ય વિસ્તાર માટે ૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તાર માટે ૧,૫૦,૦૦૦ થી ઓછી આવક હોવી જોઈએ)
આ રાઈટ ટુ એજ્યુકેશન માં પ્રવેશ આપવા માટે વંચિત અને નબળા બાળકો માટેના નિયમો નીચે આપવામાં આવેલા છે.
(૧) અનાથ બાળક
(૨) સંભાળ અને સંરક્ષણની જરૂરીયાતવાળુ બાળક
(૩) બાલગૃહના બાળકો
(૪) બાળ મજૂર અથવા સ્થળાંતરીત મજૂરના બાળકો
(૫) મંદબુદ્ધિ/સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, દિવ્યાંગ બાળકો
(૬) (ART) એન્ટી-રેટ્રોવાયરલ થેરપી ની સારવાર લેતા બાળકો
(૭) પોતાની ફરજ બજાવતા દરમિયાન શહીદ થયેલ લશ્કરી/અર્ધલશ્કરી/પોલિસદળના જવાન ના બાળકો
(૮) જે માતા-પિતા ને એકમાત્ર બાળક હોય અને તે સંતાન માત્ર દીકરી(છોકરી) હોય તેવી દીકરી
(૯) રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો
(૧૦) ૦ થી ૨૦ આંક ધરાવતા તમામ કેટેગરી (SC,ST,SEC,જનરલ તથા અન્ય) ના BPL કુટુંબનાં બાળકો
(૧૧) અઅનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ના બાળકો
(૧૨) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ/અન્ય પછાત વર્ગના બાળકો
(૧૩) સામાન્ય કેટેગરી (બિન અનામત વર્ગ) ના બાળકો
અહીંયાં આપવામાં આવેલી તમામ માહિતી RTE ના વેબપોર્ટલ માંથી લેવામાં આવેલી છે.
ફોર્મ ક્યાં મળશે અને તેની અરજી ક્યાં કરવી? | How to Apply for RTE
- જો તમારે તમારા બાળક માટે RTE એટલે કે રાઈટ ટુ એજ્યુકેશન નું ફોર્મ ભરવું હોય તો, આપણા ગુજરાત સરકારશ્રી ની RTE યોજનાની વેબસાઇટ www.rte.orpgujarat.com પર ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.
ધ્યાનમાં રાખવા જેવી બાબતો :
- તમે જ્યારે RTE યોજના માટે અરજી કરો છો ત્યારે ધ્યાન રહે કે જે બાળકની અરજી કરવાની છે તેની ઉંમર ૫ વર્ષ પૂર્ણ કરેલી હોવી જોઈએ.
- દરેક પુરાવાની ૨ સેટમાં ખરી નકલ કરાવવી અને ઓરીજીનલ પુરાવાઓ સાથે રાખવા.
- લઘુમતી શાળા દ્વારા RTE (રાઈટ ટુ એજ્યુકેશન) પ્રવેશ પ્રક્રિયા બાબતે કોર્ટમાં ચુકાદો બાકી હોય ત્યાર સુધી લઘુમતી શાળામાં RTE (રાઈટ ટુ એજ્યુકેશન) હેઠળ પ્રવેશ કોર્ટનાં ચુકાદા સુધી લેવો જોઈએ નહીં.
- જો તમે RTE (રાઈટ ટુ એજ્યુકેશન) માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવા માગતા હોય તો નીચે આપવામાં આવેલી લિંક પર ક્લિક કરી વધુ માહિતી મેળવી શકો છો.
- https://rte.orpgujarat.com/
RTE ( Right To Education) District Wise Helpline Number :
- અમદાવાદ કોર્પોરેશન - ૦૭૯-૨૭૯૧૨૯૬૬
- અમદાવાદ ગ્રામ્ય - ૦૭૯-૨૫૩૫૨૭૮૦ / ૮૮૬૬૫૩૨૭૮૦ / ૮૮૬૬૪૩૨૭૮૦
- અમરેલી - ૦૨૭૯૨-૨૨૨૧૦૯
- આણંદ - ૦૨૬૯૨-૨૬૩૨૦૫
- અરવલ્લી - ૧૮૦૦૨૩૩૪૭૪૯ / ૯૯૦૪૫૬૮૫૦૦ / ૯૪૨૮૪૮૧૧૨૦
- બનાસકાંઠા - ૦૨૭૪૨-૨૫૯૬૬૮
- ભરૂચ - ૦૨૬૪૨-૨૪૪૨૧૦
- ભાવનગર - ૦૨૭૮-૨૫૨૩૫૮૨
- ભાવનગર કોર્પોરેશન - ૦૨૭૮-૨૪૨૬૬૨૯
- બોટાદ - ૯૮૨૪૧૨૯૦૦૮
- છોટાઉદેપુર - ૦૨૬૬૯-૨૯૬૨૨૨
- દાહોદ - ૦૨૬૭૩-૨૩૯૧૧૩
- દેવભૂમિ દ્વારકા - ૮૫૧૧૦૮૪૫૫૮
- ગાંધીનગર - ૭૮૬૨૯૯૩૩૫૯
- ગાંધીનગર કોર્પોરેશન - ૦૭૯-૨૩૨૨૦૩૧૪
- ગીર સોમનાથ - ૦૨૮૭૬-૨૮૫૪૦૦
- જામનગર - ૦૨૮૮-૨૫૫૦૨૮૬
- જામનગર કોર્પોરેશન - ૦૨૮૮-૨૫૫૩૩૨૧
- જૂનાગઢ - ૦૨૮૫-૨૬૩૨૧૩૬
- ખેડા - ૦૨૬૮-૨૫૫૭૪૫૨
- કચ્છ - ૦૨૮૩૨-૨૨૧૧૦૩
- મહેસાણા - ૦૨૭૬૨-૨૨૨૩૨૦
- મહીસાગર - ૦૨૬૭૪-૨૫૫૫૯૦
- મોરબી - ૦૨૮૨૨-૨૨૬૮૧૨
- નર્મદા - ૯૬૮૭૦૫૬૦૭૨ / ૯૫૧૨૦૨૨૫૧૯
- નવસારી - ૯૯૭૪૦૦૭૭૯૭ / ૯૬૬૪૭૪૪૫૯૩
- પંચમહાલ - ૦૨૬૭૨-૨૫૩૩૭૬
- પાટણ - ૦૨૭૬૬-૨૨૩૧૫૫ / ૮૮૪૯૬૯૮૫૮૬ / ૯૮૯૮૭૬૫૩૩૩
- પોરબંદર - ૦૨૮૬-૨૨૧૫૯૦૦
- રાજકોટ - ૦૨૮૧-૨૪૪૪૪૩૭
- રાજકોટ કોર્પોરેશન - ૦૨૮૧-૨૨૨૬૭૮૪
- સાબરકાંઠા - ૦૨૭૭૨-૨૪૦૬૯૪ / ૭૮૬૨૯૮૯૮૧૯
- સુરત ગ્રામ્ય - ૭૬૯૮૫૧૩૬૩૫
- સુરત કોર્પોરેશન - ૯૬૬૨૪૭૩૦૩૫
- સુરેન્દ્રનગર - ૦૨૭૫૨-૨૨૮૦૯૯
- તાપી - ૦૨૬૨૬-૨૨૨૦૫૭
- ડાંગ - ૦૨૬૩૧-૨૨૦૩૩૭
- વડોદરા - ૧૮૦૦૨૩૩૨૬૭૩
- વડોદરા કોર્પોરેશન - ૦૨૬૫-૨૪૬૧૭૦૩ / ૯૧૦૪૮૩૮૮૩૨
- વલસાડ - ૦૨૬૩૨-૨૫૩૨૧૦
- રાજ્ય હેલ્પલાઇન નંબર : ૦૭૯-૨૩૨૫૩૯૭૩