આપણા ભારતવર્ષમાં દરેક તહેવારો ને ખૂબજ ધામધૂમથી ઉજવાય છે, આપણા ભારત દેશમાં ઘણા બધા તહેવારો એવા છે જેને આપણે સૌ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ઉજવીએ છીએ.
તેવો જ એક તહેવાર એટલે દિવાળી. દિવાળી આપણા ભારતવર્ષમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે જે આપણે સૌ જાણીએ જ છીએ. દિવાળી ના દિવસે બધા લોકો એકઠા થઈ ને ફટાકડાઓ ફોડીએ છીએ, જેનું હિંદુ ધર્મમાં ખાસ મહત્વ છે.
હિંદુ ધર્મમાં રાજા રામ, લક્ષ્મણ અને મા સિતા જ્યારે ૧૪ વર્ષનો વનવાસ કરી ઘરે પરત ફર્યા હતા તે દિવસ ને લોકો દિવાળી તરીકે ઉજવે છે. એ પરંપરા હજી પણ ચાલુ જ છે.
ભગવાન શ્રી રામ જ્યારે ઘરે પરત ફર્યા હતા ત્યારે લોકોએ પોતાના ઘરે દીવાઓ કર્યાં અને પોતાના ઘરોને રોશનીથી શણગારી દીધા હતા, એટલા માટે લોકો પોત-પોતાના ઘરે દીવાઓ પ્રગટાવે છે અને ભગવાન શ્રી રામ નું સ્વાગત કરે છે.
દિવાળીના દિવસે લોકો ફટાકડાઓ ફોડી, દીવાઓ પ્રગટાવી દિવાળીની ઉજવણી કરે છે.