આપણા ભારતવર્ષમાં દરેક તહેવારો ને ખૂબજ ધામધૂમથી ઉજવાય છે, આપણા ભારત દેશમાં ઘણા બધા તહેવારો એવા છે જેને આપણે સૌ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ઉજવીએ છીએ.
તેવો જ એક તહેવાર એટલે હોળી (Holi). હોળી આપણા ભારતવર્ષમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે જે આપણે સૌ જાણીએ જ છીએ. હોળી ના દિવસે બધા લોકો એકઠા થઈ ને હોળી નું દહન કરે છે જેનું હિંદુ ધર્મમાં ખાસ મહત્વ છે.
હિંદુ ધર્મમાં રાજા હિરણ્યકશિપ ના પુત્ર પ્રહલાદ એ વિષ્ણુ ભગવાન ખૂબજ પ્રચંડ ભક્ત કહી શકાય તેવી તેની ભક્તિ, હોલિકા એ રાજા હિરણ્યકશિપ ના બહેન, તેને પ્રહલાદ જે ભગવાન ભક્તિ કરે તે પસંદ નહોતું.
એક સમયે હોલિકા એ ચિતા બનાવી અને તેના પર કુંવર પ્રહલાદ ને લઈને બેસી ગયા, ત્યારે હોલિકા પાસે માતાનો આશીર્વાદ સ્વરૂપે ચુંદડી ઓઢી ને હોલિકા પ્રહલાદ ને લઈને તે ચિતા પર બેઠા હતા, હોલિકા ને થયું કે મને આ ચુંદડી ના કારણે કંઈ પણ નહીં થાય.
ત્યારે પ્રહલાદ ભગવાન ની ભક્તિ માં લિન હતા, તેથી હોલિકા એ ઓઠેલી ચુંદડી પવન ફૂંકાતા સાથે તેના પરથી સરકીને પ્રહલાદ પર આવી ગઈ જેથી પ્રહલાદ બચી ગયા અને હોલિકા તે અગ્નિ માં ભસ્મ થઈ ગયા, આ હિંદુ ધર્મનો પ્રચલિત ઇતિહાસ છે.
આ ધ્યાનમાં રાખીને આપણે સૌ ભારતવર્ષમાં હોળી નું દહન કરીએ છીએ, અને તેના બીજા જ દિવસે સવારે સૌ સાથે મળીને રંગો દ્વારા તેની ઊજવણી કરીએ છીએ જેને આપણે ધૂળેટી (Dhuleti) કહીએ છીએ.
આ વાંચો । દિવાળી કઈ તારીખે છે 2024
હોળી ની તારીખ 2024 | Holi/Dhuleti Date 2024
વર્ષ 2024 ની હોળી એ 24 માર્ચ ફાગણ સુદ ચૌદસ ને સોમવાર ના રોજ છે અને ધૂળેટી ફાગણ સુદ પૂનમ ને મંગળવાર એટલે કે 25 માર્ચ ના રોજ છે.
હૉળી કેટલી તારીખે છે
ReplyDelete17-18 March, 2022
Delete