અહીંયાં આપને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના યોજના અંતર્ગત સંંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમકે પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના માટે કોને-કોને લાભ મળશે, કેટલો લાભ મળશે, ક્યાં અરજી કરવી, ક્યા-ક્યા પુરાવાઓ જોઈએ.
પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના (PMSBY) ની સંંપૂર્ણ માહિતી (ડોક્યુમેન્ટ, લાભ, ક્યાં અરજી કરવી) : Pradhan Mantri Suraksha Bima Yojana All Details
પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનાનો લાભ કોને મળે
- દરેક બચત ખાતા ધારકો કે જેમની ઉંમર ૧૮ વર્ષથી ૭૦ વર્ષ સુધીની હોય તે વ્યક્તિ આ પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનામાં જોડાય શકે છે.
- વાર્ષિક પ્રીમિયમ રૂપિયા ૧૨/- (બાર રૂપિયા) ઓટો ડેબિટ સુવિધાથી પ્રીમિયમની ભરપાઈ થાય.
- આ પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના માટે એક જ વખત ફોર્મ ભરવાનું હોય છે.
પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના માટે કેટલો લાભ મળે : Benefit Of Pradhan Mantri Suraksha Bima Yojana (PMSBY)
- આકસ્મિક મૃત્યુના સંજોગોમાં વારસદારને રૂપિયા ૨ લાખ (રૂપિયા બે લાખ) નું વળતર મળે.
- શરીરના અગત્યના અંગો પૈકી કોઈ અંગે કાયમી ધોરણે નુકસાન થાય તો ૫૦% રકમ એટલે કે રૂપિયા ૧ લાખ (રૂપિયા એક લાખ) નું વળતર મળે. એટલે કે અક્સમાતના કારણે એક હાથ અથવા એક પગ અથવા એક આંખ કાયમી ધોરણે જતી રહે તેવા કેસમાં રૂપિયા એક લાખનું વળતર મળે.
પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના માટે ક્યાં અરજી કરવી : How To Apply For Pradhan Mantri Suraksha Bima Yojana (PMSBY)
- જાહેર ક્ષેત્રની બેંકો
- ખાનગી બેંકો
- ગ્રામિણ બેંક
- સહકારી બેંક
પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનાની કેટલીક શરતો : Terms And Conditions Of Pradhan Mantri Suraksha Bima Yojana (PMSBY)
- પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનામાં ઓટો ડેબિટ સુવિધા હોવાથી ડેબિટના સમયે બેંક ખાતામાં બેલેન્સ હોવું જરૂરી છે. (સામાન્ય રીતે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ઓટો ડેબિટ થાય છે)
- પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનાની મુદત ૧ જૂનથી ૩૧ મે.
પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના માટે ક્યા-ક્યા ડોક્યુમેન્ટ જોઈએ : Required Documents For Pradhan Mantri Suraksha Bima Yojana (PMSBY)
- બેંકની બચત ખાતાની (Saving Account) પાસબુક.
પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના ક્લેઇમ માટે જરૂરી પુરાવા : Required Claim Documents For Pradhan Mantri Suraksha Bima Yojana (PMJJBY)
- આકસ્મિક મૃત્યુની સામે જ રક્ષણ મળતું હોવાથી પોલીસ એફ.આઈ.આર. (F.I.R) ની ઝેરોક્ષ
- પંચનામાની ઝેરોક્ષ
- પોસ્ટમોર્ટમ રિપોર્ટની ઝેરોક્ષ
- મરણનોંધ નો દાખલો
- વારસદારનું ફોટો ઓળખકાર્ડ
- રહેઠાણનો પુરાવો
- આંશિક નુકસાન મતલબ કે એક પગ, એક હાથ અથવા એક આંખનું સંંપૂર્ણ નુકસાનના કેસમાં સિવિલ સર્જનનું પ્રમાણપત્ર જરૂરી છે.
Tags :
સામાજિક સુરક્ષા અંગેની યોજના