હર ઘર તિરંગા અભિયાનની સંપૂર્ણ માહિતી, સર્ટિફિકેટ ડાઉનલોડ । Har Ghar Tiranga in Gujarati
byRangeeloo•
0
આપનું રંગીલું પર હાર્દિક સ્વાગત છે. હર ઘર તિરંગા અભિયાન ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ખુબ પ્રસંશનીય અભિયાન છે. આ વર્ષે ભારત ને આઝાદી ના 74 વર્ષ પૂર્ણ થવાના છે અને 75 માં વર્ષમાં પ્રવેશવા જઈ રહ્યું છે. આઝાદીના આ પાવન 75માં વર્ષ ને આખા દેશમાં હર્ષ-ઉલ્લાસ અને ગર્વ સાથે મનાવવામાં આવશે.
ભારત સરકાર આ 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે હર ઘર તિરંગા અભિયાન થી ભારતના દરેક ઘરે ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવી ને આ અવસર ને ગર્વ સાથે આવકારવા માંગે છે. માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા આ અભિયાન ને લીલો જંડો બતાવવામાં આવ્યો છે અને જણાવ્યું કે ભારતના તમામ નાગરિકો ને દેશભક્તિની લાગણી જગાવવા માટે આ અભિયાન માં જોડાવા માટે પ્રેરિત કરવામાં આવે.
હર ઘર તિરંગા અભિયાનમાં જે પણ નાગરિકો 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ ની વચ્ચે તિરંગો ફરકાવશે તો તે નાગરિક ને ભારત સરકાર દ્વારા એક પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે. આ માટે સરકાર દ્વારા harghartiranga.com નામનું એક પ્લેટફોર્મ શરુ કરવામાં આવ્યું છે, જ્યાં જઈ આપણે તિરંગો લેહરાવાનો છે અને તે બદલ તે દેશભક્ત ને સર્ટિફિકેટ આપવામાં આવશે.
ભારત સરકાર દ્વારા હજુ એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં ભારતીય નાગરિક રાષ્ટ્રગાન કરતો એક વિડિઓ બનાવી rashtragaan.in પર અપલોડ કરવાનો રહશે. જે પણ નાગરિક અહીંયા રાષ્ટ્રગાન ગાતો વિડિઓ અપલોડ કરશે તેના વિડિઓને 15 ઓગસ્ટ ના દિવસે લોકો સમક્ષ લાઈવ ચલાવવામાં આવશે.
મિત્રો, અમે આપને સરળ શબ્દોમાં સમજાવી દઈએ કે રાષ્ટ્રગાન કરતો વિડિઓ બનાવી અને તેને અપલોડ કરવો બધા નાગરિકો માટે શક્ય ન બને, તો નાગરિક વિડિઓ ન બનાવી શકે પરંતુ તે તેના ઘર અથવા ઓફીસ ના સ્થાનેથી રાષ્ટ્રધ્વજ તો ફરકાવી જ શકે છે.
મિત્રો, ચિંતા ન કરો આપણે આગળ આ પોસ્ટમાં સ્ટેપ બાય સ્ટેપ જાણીશું કે તમારા ઘર કે ઓફિસ અથવા કોઈ પણ જગ્યા પર ઓનલાઇન રાષ્ટ્રધ્વજ ફરકાવી ને સર્ટિફિકેટ મેળવવા માંગતા હોય તો તેના માટે તમારે ક્યાં સ્ટેપ ને અનુસરવા જોઈએ.
તો ચાલો આપણે જાણીએ આ પવિત્ર દિવસ ના ભાગ કઈ રીતે બની શકીએ.
ભારત સરકાર આ વર્ષનાં 75મા સ્વતંત્રતા દિવસે ભારતના દરેક નાગરિક ને રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો અવસર આપી રહ્યું છે, જે બદલ ભારત ના દરેક દેશભક્તએ આ અવસર ને અવકારવું જોઈએ અને દેશના આ પવિત્ર દિવસનો ભાગ બનવું જોઈએ.
હવે સમજીએ કે આપણે હર ઘર તિરંગા નું સર્ટિફિકેટ કઈ રીતે મેળવી શકીયે છીએ. તમે આ પ્રોસેસ ને મોબાઈલ અને કમ્પ્યુટર બંનેમાં સરખી રીતે જ કરી શકો છો.
સ્ટેપ 1: એક ભારતીય નાગરિક તરીકે રાષ્ટ્રધ્વજ ફરકાવી પ્રમાણપત્ર મેળવવા માટે તમારે સૌ પ્રથમ harghartiranga.com વેબસાઈટ પર વિઝીટ કરવું.
સ્ટેપ 2: જ્યારે તમે ભારત સરકાર ના પ્લેટફોર્મના હોમ પેજ પર પહોંચો છો, ત્યારબાદ તમારે 'Pin a Flag' ના વિકલ્પ ને પસંદ કરવાનો રહેશે.
સ્ટેપ 3: આ વેબસાઇટ તમારા લોકેશન ની પરવાનગી માંગશે, તો તે માટે તમારું લોકેશન ચાલુ કરવું.
સ્ટેપ 4: ત્યારબાદ એક રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે, જેમાં તમારે તમારું નામ અને મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે.
સ્ટેપ 5: તમે તમારા ગૂગલ એકાઉન્ટ થી પણ આ ફોર્મ ને ભરી આગળ વધી શકો છો.
સ્ટેપ 6: જો તમે ઈચ્છો તો તમારો ફોટો આ ફોર્મમાં અપલોડ કરી શકો છો, પરંતુ ફરજીયાત નથી. ત્યારબાદ 'Next' વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ 7: ત્યારબાદ એક નકશો સામે આવશે તેમાં તમારું ચોક્કસ સ્થાન પોઇન્ટ કરવાનું રહશે.
સ્ટેપ 8: સ્થાન દર્શવ્યા બાદ ભારત સરકાર દ્વારા તમને તમારું સર્ટિફિકેટ આપવામાં આવશે, ત્યાં તમારે 'Download' પર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ 9: જો તમે ઈચ્છો તો ત્યાંથી જ તમારા મિત્રો-પરિવાર અથવા સોશ્યિલ મીડિયા પર આ સર્ટિફિકેટ ને 'Share' કરી શકો છો.
સ્ટેપ 10: ભારત સરકાર દ્વારા રજુ કરેલ આઝાદીના અમૃત મહોત્સવના હર ઘર તિરંગા યોજનાની ઝુંબેશના તમે ભાગ બન્યા છો.
તિરંગા ને ફરકાવવા ની સાથે સાથે ભારતીય નાગરિક રાષ્ટ્રધ્વજ સાથેની સેલ્ફી પણ ભારત સરકાર ના પ્લેટફોર્મ પર અપલોડ કરી શકે છે. તો આપણે નીચે જાણીએ કે તમે તમારી સેલ્ફી કઈ રીતે અપલોડ કરી શકો છો.
સ્ટેપ 1: રાષ્ટ્રધ્વજ સાથેની સેલ્ફી અપલોડ કરવા તમારે સૌ પ્રથમ harghartiranga.com વેબસાઈટ પર જવાનું રહેશે.
સ્ટેપ 2: વેબસાઈટ ના હોમપેજ પર પહોંચો છો, ત્યારબાદ તમારે 'Upload Selfie' ના વિકલ્પ ને પસંદ કરવાનો રહેશે.
સ્ટેપ 3: તે બાદ તમારી સમક્ષ એક ફોર્મ ખુલશે તેમાં તમારું નામ નાખવાનું રહેશે, જે ફરજીયાત રહેશે.
સ્ટેપ 4: ફોર્મ ને ભર્યા પછી તમારે તમારા મોબાઈલ કે કમ્પ્યુટર ના સ્ટોરેજ માંથી તમારા ફોટાને પસંદ કરવાનો રહેશે.
સ્ટેપ 5: ગેલેરીમાંથી ફોટો પસંદ કર્યા પછી તેને આ પ્લેટફોર્મ પર અપલોડ કરી 'Submit' કરવાનું રહેશે.
તો મિત્રો ચાલો આપણે સૌ સાથે મળીને ભારત સરકાર ની આ ચળવળના 75માં સ્વતંત્રતા દિવસ નિમિતે આ આઝાદીના અમૃત મહોત્સવમાં આપણે દેશભક્ત તરીકે નાનો એવો ભાગ ભજવીએ. હર ઘર તિરંગા અભિયાન માં જોડાઈ આપણે દેશભક્તિ ને જગાડીએ અને બીજાને પણ પ્રેરિત કરીએ.
રંગીલું ટીમ ને વિશ્વાસ છે કે તમને હર ઘર તિરંગા અભિયાન વિષે માહિતગાર થયા હશો અને તમે ઉપરોકત દર્શાવેલા સ્ટેપ ને ફોલો કરીને તમે તમારું હર ઘર તિરંગા સર્ટિફિકેટ ને ડાઉનલોડ કરી શકશો અને બીજું, તિરંગા સાથેની સેલ્ફી અપલોડ કરી શકશો.
મિત્રો, આ પોસ્ટ થી તમે થોડાક પણ માહિતગાર થયા હોવ અને તમે તમારું યોગદાન ભારત સરકાર ની આ ઝુંબેશ માં તમારો ભાગ ભજવવા સક્ષમ થયા હોવ તો આ પોસ્ટ ને આપના મિત્રો, પરિવાર અને સોશ્યિલ મીડિયા માં જરૂરથી શેર કરશો, જેથી કરી તે પણ આ અભિયાન માં પોતાનું યોગદાન આપી શકે. બસ, આટલી અમારી વિનંતી છે.