હવે ઈ-પોસ્ટ દ્વારા રાષ્ટ્રધ્વજની ફક્ત 25 રૂપિયામાં ખરીદી શકો છો | Buy National Flag By e-Post

ઈ-પોસ્ટ દ્વારા રાષ્ટ્રધ્વજની ખરીદી, national flag by e-post, e-post national flag, har ghar tiranga abhiyan, indian post, national flag by e-post in gujarati

આ વર્ષે ભારત દેશ આઝાદી ના 75મા વર્ષમાં પ્રવેશવા જઈ રહ્યું છે. ત્યારે ભારત સરકાર દ્વારા હર ઘર તિરંગા નું પ્રસંશનીય ચળવળ ચાલુ કરી દેશના દરેક ઘર, ઓફિસ અને અન્ય સ્થળો પર તિરંગા ફરકવાનું નક્કી કર્યું છે.

આ ગર્વ ભરેલા નિર્ણયમાં હવે પોસ્ટ વિભાગે પણ આ ઝુંબેશ માં જોડાવાનું નક્કી કર્યું અને જણાવ્યું કે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજ થી જ એટલેકે પહેલી ઓગસ્ટ થી જ તમામ પોસ્ટ ઓફિસ પરથી તિરંગા નું વેચાણ ચાલુ કરવાની જાહેરાત કરી છે.

પોસ્ટ વિભાગ દ્વારા ઈ-પોસ્ટઓફિસ પોર્ટલ www.indiapost.gov.in ની શરૂઆત કરી છે અને હર ઘર તિરંગા અભિયાન હેઠળ રાષ્ટ્રધ્વજ વેચવાની દરખાસ્ત કરી છે. ગ્રાહક આ ઓનલાઇન પોર્ટલ પરથી ઓર્ડર કરી શકે છે. ઓર્ડર કર્યાની સાથે તમારા નજીક ના પોસ્ટ ઓફિસ પર તમારા ઓર્ડર ને કન્ફર્મ કરવામાં આવશે અને તમારા ઘરે રાષ્ટ્રધ્વજ ની ડિલિવરી કરવામાં આવશે.

પોસ્ટ વિભાગ દ્વારા ઈ-પોસ્ટઓફિસ પોર્ટલ પરથી કઈ રીતે રાષ્ટ્રધ્વજ ને ઓનલાઇન ખરીદી શકાય તે માટે સ્ટેપ બાય સ્ટેપ ગાઇડલાઇન રજુ કરવામાં આવી છે, તો ચાલો તે પરથી આપણે જણીયે કે રાષ્ટ્રધ્વજ ની ખરીદી કઈ રીતે કરી શકીએ છીએ.

  • NIC બીજી અન્ય વસ્તુ ની જેમ  20 ઇંચ x 30 ઇંચ ધ્વજ ના પોલ વગર કદના રાષ્ટ્રધ્વજના વેચાણ માટે ઈ-પોસ્ટ ઓફિસ પોર્ટલ પર જરૂરી જોગવાઈ કરશે.

  • આ પોર્ટલ પર રાષ્ટ્રઘ્વજ ની વેંચાણ કિંમત પ્રતિ નંગ 25 રૂપિયા રાખવામાં આવી છે જેમાં કોઈ પણ પ્રકારની GST કિંમત લગાવવામાં આવી નથી.

  • આ રાષ્ટ્રઘ્વજ ની વેંચાણની ચુકવણી ની પ્રાપ્તિ માટે પાર્લામેન્ટ માર્ગ HO ને આ ઈ-પોસ્ટ ઓફિસ પોર્ટલની ઓનલાઇન ઓફિસ તરીકે જાહેર કરવામાં આવી છે.

  • નેશનલ ઈન્ફોરમેટિક સેન્ટર એટલેકે NIC એ આ ઈ-પોસ્ટ ઓફિસ પોર્ટલ હોમ પેજ પર ભારતીય રાષ્ટ્રધ્વજનું આઇકન ડિસ્પલે કરવાની જોગવાઈ કરશે. જે ઈ-પોસ્ટ પોર્ટલના રજીસ્ટર્ડ યુઝરને રાષ્ટ્રધ્વજની ખરીદી માટેના ફોર્મ પર નિર્દેશિત કરતી લિંક હશે. CEPT ઇન્ડિયન પોસ્ટ ની ઑફિશિયલ વેબપેજ પર લિંક આપશે.

  • આ રાષ્ટ્રધ્વજ ના આઇકન નીચે "ધ્વજ ખરીદવા માટે ઇમેજ પર ક્લિક કરો" એવું નિર્દેશિત કરવામાં આવ્યું હશે.

  • રાષ્ટ્રઘ્વજ ની ખરીદી ના ફોર્મ પર કસ્ટમર નું સરનામું, ધ્વજ ની માત્રા (એક કસ્ટમર માટે વધારેમાં વધારે પાંચ ધ્વજ) અને કસ્ટમર નો મોબાઈલ નંબર દાખલ કરવો જરૂરી છે.

  • આ પોર્ટલ પર ગ્રાહકે ખરીદી ની દરેક પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ તેને ઓનલાઇન ચુકવણી કરવાની રહેશે.

  • ઈ-પોસ્ટ ઓફિસ પોર્ટલે નક્કી કર્યું છે કે કસ્ટમરે એકવાર આ ધ્વજનો ઓર્ડર આપ્યા બાદ તેને કેન્સલ કરી શકશે નહીં.

  • ઈ-પોસ્ટ ઓફિસ પોર્ટલ પર પેમેન્ટ ગેટવે દ્વારા યુઝરના પેમેન્ટ ને પાર્લામેન્ટ માર્ગ HO ના ખાતામાં જમા કરવામાં આવશે.

  • કસ્ટમર દ્વારા ફોર્મ માં ભરવામાં આવ્યા સરનામા ની નજીકની પોસ્ટ ઓફિસના ઉપલબ્ધ સ્ટોક માંથી તે ગ્રાહકના સરનામે રાષ્ટ્રધ્વજ પહોંચાડવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

  • ઈ-પોસ્ટ ઓફિસ પોર્ટલ દ્વારા જણાવ્યું છે કે ગ્રાહકે કરેલી દરેક રાષ્ટ્રધ્વજ ની ડિલિવરી મફતમાં કરવામાં આવશે, પરંતુ આ પોસ્ટ માટે કસ્ટમર ને કોઈપણ ટ્રેકિંગ આઈડી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે નહિ.

Post a Comment

Previous Post Next Post