Credits : YouTube/T-Series Gujarati
ફરી એકવાર આપણા ગુજરાતી કલાકાર પોપસ્ટાર અને રેપર તરીકે જાણીતા દેવ પગલી (Dev Pagali) અને ગુજરાત ની કોયલ રાજલ બારોટ (Rajal Barot) નું સોન્ગ "ઈંગ્લીશ બિંગલીસ કોઈ ના ફાવે" (English Binglish Koi Na Fave) ટી-સિરીઝ ગુજરાતી પર રિલીઝ થયું છે.
ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી માં પહેલીવાર પોપસ્ટાર અને રેપર દેવ પગલી અને રાજલ બારોટ નું ગીત બન્યું હોય, આ ગીત સાંભળી ને આપણા ગુજરાતી સોન્ગ લવર જરૂર થી આ બેમિસાલ કલાકારો ના ફેન બની જશે.
આ સોન્ગ માં હાલના મોડર્ન જમાનાની વાત કરવામાં આવી છે અને ઈંગ્લીશ ભાષામાં રહેલી કચાસ ની વાત કરવામાં આવી છે. ગીત માં આપણા ગુજરાતી મહાનુભાવો ને પણ યાદ કરવામાં આવ્યા છે.
આ ગીતના બોલ ને દેવ પગલી દ્વારા લખવામાં આવ્યા છે, હર્ષિલ રાણપુર એ મ્યુઝિક આપ્યું છે અને જબરદસ્ત લોકેશન અને વિષ્ણુ ઠાકોર ની ડાઈરેકટિંગ ના કારણે આ ગીતને લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે.
જો તમે આ સોન્ગ સાંભળી ને દેવ પગલી અને રાજલ બારોટ ના ફેન થઇ ગયા હોય તો તમને આ સોન્ગ કેવું લાગ્યું તે અમને નીચે આપેલા કોમેંટ બોક્સમાં જરૂરથી જણાવશો. બાકી સ્વાગત છે આપનું રંગીલું પર.
આ વાંચો : રાષ્ટ્રધ્વજ ની ખરીદી કરો હવે ઓનલાઇન
Tags :
Gujarati-Song