આજે 5 ઓગસ્ટ 2022 શ્રાવણ સુદ આઠમ ને શુક્રવાર ના રોજ કેવું રહશે આજનું રાશિફળ (Today Rashifal in Gujarati), ચાલો જાણીએ.
આજનું રાશિફળ | Rashifal in Gujarati
આજ રોજ ચંદ્ર તુલા રાશિમાં શુક્રની રાશિમાં દિવસ અને રાત ભ્રમણ કરશે. તુલા રાશિમાં ચંદ્રના ગોચરને કારણે આજે આખો દિવસ ગ્રહણ યોગ પણ રહેશે. આજે મિથુન અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ઘણી બાબતોમાં સુખદ અને ખુશનુમા રહેશે. વિસ્તાર થી જાણીએ કે આજનું રાશિ ભવિષ્ય કેવું રહેવાનું છે.
આજનું મેષ રાશિફળ | Aries Horoscope
મેષ રાશિના જાતકો જે વેપારીઓ છે તેને આજે નફો મેળવવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે. આજે આપના પરિવારના કોઈ સભ્યની બીમારી પર વધુ પૈસા ખર્ચ થવાની સંભાવના રહેલી છે. આજ રોજ આપને આરામ ઓછો મળશે તે બદલામાં કામ-કાજ વધી જશે. મેષ રાશિના જાતકોનું આજનું ભાગ્ય 85 ટકા જટલું રહેશે. આજનો શુભ અંક 3 અને કલર કેસરી અને પીળો રહેશે.
આજનું વૃષભ રાશિફળ | Taurus Horoscope
વૃષભ રાશિના જાતકો આજે તમે કોઈપણ વિરોધીની ટીકા અને અવરોધ પર ધ્યાન આપ્યા વિના તમારા કાર્યને ચાલુ રાખશો. આજના દિવસે તમારા ભાઈ બહેનની મદદથી તમને આર્થિક લાભ મળી શકે છે. નોકરિયાત વ્યક્તિ માટે આજે પગાર વધારાના સમાચાર આવી શકે છે. વૃષભ રાશિના જાતકોનું આજનું ભાગ્ય 92 ટકા જટલું રહેશે. આજનો શુભ અંક 3 અને કલર પીળો અને કેસરી રહેશે.
આજનું મિથુન રાશિફળ | Gemini Horoscope
મિથુન રાશિના જાતકોને આજનો દિવસ પ્રગતિ તરફ લઈ જવાની શક્યતા દર્શાવે છે. આજ રોજ કરેલું રોકાણ તમને ચોક્કસ પણે વળતર આપશે. જે વ્યક્તિ લેખક અથવા કોઈ કલા સંબંધિત હશે તેમને મોટી તક મળી શકે છે. સાંજ ના સમયે નવા વ્યક્તિ નો સંપર્ક ખુબ લાભદાયી રહેશે. મિથુન રાશિના જાતકોને તેમનું ભાગ્ય 89 ટકા સાથ આપશે. આજનો શુભ અંક 1 અને કલર સોનેરી અને નારંગી રહેશે.
આજનું કર્ક રાશિફળ | Cancer Horoscope
કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો મુશ્કેલ બની શકે છે. મુશ્કેલી ની સાથે-સાથે કામમાં નિષ્ફળતા ની કારણે મન નિરાશાથી ભરેલું જણાશે. નિરાશાવાદી મન હંમેશા ગુસ્સા માં રહે છે, ધ્યાન રાખવું. આજનો દિવસ તમારા મનપસંદ સાથી સાથે ખુબ સારો રહેવાની સંભાવનાઓ છે. કર્ક રાશિના જાતકોનું આજનું ભાગ્ય 92 ટકા જટલું રહેશે. આજનો શુભ અંક 4 અને કલર સિલેટી અને ભૂરો રહેશે.
આજનું સિંહ રાશિફળ | Leo Horoscope
સિંહ રાશિના જાતકો માટે ભગવાન ના આશીર્વાદ થી ખુબ આનંદમય રહેવાનો છે. જે વ્યક્તિ વ્યવસાય કરતા હશે તેના માટે આજનો દિવસ સામાન્ય કરતા વધુ સારો ચાલશે. આજ રોજ આ રાશિના જાતકો નું લગ્નજીવન ખુબ જ મસ્તી ભર્યું રહેવાનું છે. આજે તમારું ભાગ્ય 80 ટાકા તમારો સાથ આપશે. આજનો તમારો શુભ અંક 3 અને કલર કેસરી અને પીળો રહેશે.
આજનું કન્યા રાશિફળ | Virgo Horoscope
કન્યા રાશિના જાતકોનો આજે મૂડ ખુબ સારો રહેશે અને તમે દિવસ દરમિયાન હસી-મજાક અને મનોરંજનમાં રહેશો. આજ રોજ તમારા પરિવાર તરફથી કોઈ ખુશી ના સમાચાર મળી શકે છે. આજે ઘણું સમજી વિચારી આગળ વધજો. સાંજના સમયે તમે ઘણા ભાગ્યશાળી રહેવાના છો, નાણાકીય લાભ થવાની સંભાવના રહેલી છે. આજ રોજ તમારું ભાગ્ય 85 ટાકા સાથ આપશે. આજનો તમારો શુભ અંક 1 અને કલર સોનેરી અને નારંગી રહેશે.
આજનું તુલા રાશિફળ | Libra Horoscope
તુલા રાશિના જાતકો જે વ્યવસાય કરતા હશે તે વ્યક્તિ ને અપાર સફળતા મળી શકે છે, પરંતુ આજ બેસી રહેવાથી નફાની આશાએ ન રહેશો. આજ રોજ તમે તમારા ભાઇબંધુ અથવા પરિવાર સાથે ફિલ્મ જોઈ શકો છો. આજે તમને ગુસ્સા પર નિયંત્રણ રાખવાની સલાહ આપવામાં આવશે. તમારું ભાગ્ય 72 ટાકા સાથ આપશે. આજનો તમારો શુભ અંક 3 અને કલર પીળો અને કેસરિયો રહેશે.
આજનું વૃશ્ચિક રાશિફળ | Scorpio Horoscope
વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ તેમના પરિવાર માં થોડો તનાવ ભર્યો જોવા મળી શકે છે. આજ રોજ તમને ખુબ પ્રેમ કરતી વ્યક્તિની મુલાકાત થઇ શકશે. આજે પરિવારમાં અમુક સમસ્યા ને લીધે લગ્ન થવાની સંભાવના રહેલી છે. નોકરી અથવા ધંધો કરતા વ્યક્તિ ને બપોર પછી કેટલીક સમસ્યાઓનો ઉકેલ આવશે. આજ રોજ તમારું ભાગ્ય 92 ટાકા સાથ આપશે. આજનો તમારો શુભ અંક 5 અને કલર આસમાની બ્લુ અને લીલો રહેશે.
આજનું ધન રાશિફળ | Sagittarius Horoscope
ધનુ રાશિના જાતકો ને આજ રોજ પોતાના કાર્યસ્થળ પરના કામ પર ધ્યાન આપવું. નોકરિયાત ધ્યાન રાખશો કેમકે તમારા સિનયર સાથે તમારો અણબનાવ બની શકે છે. દિવસ દરમિયાન મહેમાન આવવાથી ખર્ચનું ભારણ વધશે. આજનો દિવસ તમારા લગ્ન જીવનનો સૌથી સારો દિવસ નીવડશે. ધનુ રાશિના જાતકોનું આજનું ભાગ્ય 82 ટકા જટલું રહેશે. આજનો શુભ અંક 2 અને કલર સોનેરી અને સફેદ રહેશે.
આજનું મકર રાશિફળ | Capricorns Horoscope
મકર રાશિના જાતકો આજના દિવસે મૂંઝવણની સ્થિતિ અનુભવી શકે છે. મૂંઝવણ ભર્યા સમયે તમને લાભ ની તક મળી શકે છે તેથી તે તકને મેળવવા તરત જ નિર્ણય કરશો નહીં. કોઈ સારા કામ માટે તમારી માતા અથવા ઘરના વડીલો ની સલાહ અચૂક થી લેશો. તમારું ભાગ્ય આજે 64 ટાકા જ સાથ આપશે. આજનો તમારો શુભ અંક 2 અને કલર ચાંદી બ્લુ અને સફેદ રહેશે.
આજનું કુંભ રાશિફળ | Aquarius Horoscope
કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ભગવાન ની કૃપાથી ખુબ સારો નીવડશે. આજના દિવસે તમે શારીરિક અને માનસિક બંને રીતે સ્વસ્થ રહેશો. આજે તમે તમારા બાળકોને સંબંધિત સમસ્યાઓને ઉકેલવાનો પ્રયાશ કરશો. વિદ્યાર્થીઓ માટે દિવસ ઘણો સારો રહેવાનો છે, શેક્ષણિક સ્પર્ધા માં ભાગ લેતા જીતી શકો છો. કુંભ રાશિના જાતકોને તેમનું ભાગ્ય 95 ટકા સાથ આપશે. આજનો શુભ અંક 9 અને કલર મરૂન અને લાલ રહેશે.
આજનું મીન રાશિફળ | Pisces Horoscope
મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ઘણો લાભદાયી સાબિત થશે. આજ રોજ તમે જો કોઈ સારા કામ માટે વિચારી રહ્યા હોય તો જાજી રાહ ન જોવી, કારણ કે કદાચ તે નિર્ણય તમને ખુબ સફળ બનવામાં મદદ કરી શકે છે. તમારી જીવનસાથી આજે તમને ખુશ કરવા ઘણા પ્રયત્નો કરશે. આજ રોજ રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ સાબિત થશે. તમારું ભાગ્ય આજે 85 ટાકા જ સાથ આપશે. આજનો તમારો શુભ અંક 7 અને શુભ કલર સફેદ અને ક્રીમ રહેશે.
આ વાંચો: શું છે રાશિઓનો મતલબ?
ખાસ નોંધ :
અહીંયા આપેલ તમામ રાશિફળ ની માહિતી ને વિવિધ માધ્યમો દ્વારા એકત્ર કરી આપ સમક્ષ રજુ કરવામાં આવી છે, જેની ખાસ નોંધ લેવી. તમને આજના રાશિફળ પ્રત્યે કોઈ પણ સવાલ અથવા કોઈ સલાહ હોય તો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો.