Megastar Chiranjeevi's GodFather Teaser: ઘણા લાંબા સમય થી રાહ જોવાઈ રહેલી ફિલ્મ ગોડફાધર નું આખરે ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ માં મેગાસ્ટાર ચિરંજીવી (Megastar Chiranjeevi) અને બોલિવૂડ સ્ટાર ભાઈજાન સલમાન ખાન (Salman Khan) નજર આવવાના છે.
હાલ માં જ અભિનેતા ચિરંજીવી નો 67માં જન્મદિવસ નિમિતે ફિલ્મ નિર્માતા એ ફિલ્મ ગોડફાધર નું ટીઝર યુટ્યૂબ પર લોન્ચ કરી મેગાસ્ટાર ના ફેન્સ ને ઘણો મોટો ઝટકો આપ્યો હતો.
જેવું જ આ ફિલ્મ નું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું ત્યારથી જ લોકો વચ્ચે ચર્ચિત થઈ રહ્યું છે અને ખુબ જ ટ્રેન્ડ પણ થઇ રહ્યું છે. ટીઝર માં આપણે જોઈ શકીએ છીએ તે પ્રમાણે મેગાસ્ટાર શાનદાર સ્ટાઈલ જોવા મળી રહ્યા છે, સાથે તેમને એક સ્મોકી અંદાજ માં બતાવવામાં આવે છે.
ટીઝર માં વજન તો ત્યારે વધ્યું જ્યારે સલમાન ખાન મેગાસ્ટાર ની સાથે જોવા મળ્યા, ભાઈજાન અને મેગાસ્ટાર ની આ જોડી તેમના ફેન્સ ને ખુબ જ પસંદ આવી રહી છે.
ફિલ્મ ગોડફાધર ને લઈને ફેન્સ ઘણા જ ઉત્સુક છે, કેમકે આ જોડી ઇન્ડસ્ટ્રી માં પહેલી વાર એક સાથે આવા ધમાકેદાર અંદાજ માં જોવા મળશે. ફિલ્મ માં અભિનેત્રી નયનથારા (Nayanthara) પણ શાનદાર સ્ટાઇલ માં જોવા મળી રહી છે.
ગોડ ફાધર (God Father) ટીઝર માં બતાવ્યા પ્રમાણે આ ફિલ્મ આ વર્ષે 5 ઓક્ટોબર ના દિવસે રિલીઝ થશે, એક રિપોર્ટ અનુસાર ભાઈજાન સલમાન ખાને આ ફિલ્મ માટે કોઈ પણ પ્રકારની ફી લીધી નથી.
આ વાંચો : કોણ હતું સ્ટોક માર્કેટ ના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા?