કોણ હતા અન્ના મણિ? | Who Was Anna Mani?
અન્ના મોડિયાલ મણિનો (Anna Mani) જન્મ 23 મી ઓગસ્ટ 1918 ના રોજ કેરળ રાજ્યના પીરમેડુમાં થયો હતો અને તે એક ઇસાઇ પરિવારના હતા. અન્ના મણિ એક ભૌતિકશાસ્ત્રી અને હવામાનશાસ્ત્રી હતા જેમને 'ભારતની હવામાનશાસ્ત્રી મહિલા' તરીકે પણ ઓળખવામાં આવે છે.
તેમના ભારતીય હવામાન ખાતાના નાયબ મહાનિદેશક અને તેમના બેજોડ પ્રયાસોના કારણે ભારતમાં આજે હવામાન આગાહી શક્ય બની છે. આવા મહાન હવામાનશાસ્ત્રી અન્ના મણિ નો 23 ઓગસ્ટ 2022 ના રોજ તેમનો 104મો જન્મદિવસ ઉજવામમાં આવી રહ્યો છે, તેમના મહત્વના યોગદાન માટે આજે ગૂગલે તેમને ડુડલ (Google Doodle) બનાવી શ્રદ્ધાંજલિ અર્પિત કરી.
અન્ના મણિ એ 1940 માં ચેન્નાઇ ના મદ્રાસની પ્રેસિડેન્સી કોલેજ માંથી ફિજિક્સ ઓનર્સ ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ તે વધુ અભ્યાસ માટે 1945 માં લંડનની ઈમ્પિરિયલ કોલેજ માં પણ ગયેલા હતા. તેમને બેંગલોર માં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ દ્વારા આગળના રિસર્ચ માટે શિષ્યવૃતિ પણ મળી હતી.
જયારે તેઓ લંડનથી અભ્યાસ કરી આવ્યા તે પછી તેમને હવામાન વિભાગમાં નોકરી કરી હતી, ત્યાં તેમણે હવામાનશાસ્ત્ર ને લગતા ઘણા સંશોધન પણ કર્યા હતા. તેમણે ખુબ જ ટૂંક સમય માં ભારતીય વૈજ્ઞાનિકો અને કાર્યશીલ ઇજનેરો ની ટીમ બનાવી ભારતને 100 થી પણ વધુ હવામાન મૌસમ સંબંધિત ઉપકરણોનું નિર્માણ પ્રદાન કર્યું હતું.
અન્ના મણિને 1969 માં ભારતીય હવામાન વિભાગ ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કર્યા હતા.1975 માં મિસ્ર ના વર્લ્ડ મેટરોલોકન ઓર્ગેનાઇઝેશન ના વિકિરણ અનુસંધાનના માનનીય સલાહકાર તરીકે કાર્ય કર્યું હતું અને 1976 માં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે સેવા માંથી નિવૃત થયા હતા.
તેઓ ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડમી, અમેરિકન મિટિરયોજિકલ સોસાયટી અને ઇન્ટરનેશનલ સોલર એનર્જી સોસાયટી ના સભ્ય પણ રહી ચુક્યા હતા, તેમને 1987 માં નેશનલ સાયન્સ એકેડમી તરફથી કે.આર. રામનાથન મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
તેઓ વર્ષ 1994 માં બિમાર પડયા અને ઘણા લાંબા સમય માટે પથારીવશ રહ્યા હતા, અંતે 16 ઓગસ્ટ 2001 માં તેમનું તિરુવનંતપુરમ અવસાન થયું.
અન્ના મણિ ના મહાન કર્યો અને મહત્વના ફાળા બદોલત આજે ભારત પવન ઊર્જાના ક્ષેત્રે વિકાસ કરી રહ્યું છે અને તેમના બેમિશાલ હવામાનશાસ્ત્રીય સાધનસામગ્રી ના પ્રદાન માટે આજે તેમને લોકો યાદ કરે છે.
Information Under Copyright by Rangeeloo