ભારતીય સ્ટોક માર્કેટ ના બિગ બુલ અને વોરેન બફેટ તરીકે જાણીતા એવા રાકેશ ઝુનઝુનવાલા હવે આપણી વચ્ચે નથી રહ્યા. ઝુનઝુનવાલા એ 14 ઓગસ્ટ 2022 ના સવારે 62 વર્ષની ઉંમરે તેમના અંતિમ શ્વાસ લીધા હતા.
રાકેશ ઝુનઝુનવાલા એ ભારત દેશના ખુબ જ જાણીતા અને સફળ સ્ટોક ટ્રેડર્સમાંના એક હતા, સ્ટોક માર્કેટ માં નિવેશકર્તા કહેતા ઝુનઝુનવાલા જે પણ સ્ટોક માં રોકાણ કરતા તે સ્ટોકની કિંમત રોકેટ ની જેમ ઉપર જતી હતી.
ભારતીય બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા નો જન્મ 5 જુલાઈ 1960 ના દિવસે મુંબઈ ના એક ઈન્ક્મ ટેક્સ ડિપાર્ટમેન્ટ ના અધિકારી ના ઘરે થયો હતો. તેમણે 1985માં માત્ર પાંચ હજાર રૂપિયાથી સ્ટોક માર્કેટ માં ટ્રેડિંગ શરૂ કર્યું હતું.
રાકેશ ઝુનઝુનવાલાએ ટાઇટન, સ્ટાર હેલ્થ, ટાટા મોટર્સ અને મેટ્રો બ્રાન્ડ્સ જેવા મોટા સ્ટોકસ માં તેમનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું, વધારે માં તેમના પોર્ટફોલિયોમાં 32 સ્ટોક હતા જેની કિંમત ત્રીસ હજાર કરોડની નજીક હોવાનું જણાય છે.
રાકેશ ઝુનઝુનવાલા ની આ વાત ખુબ ઓછા લોકો જાણતા હશે કે તેમણે English Vinglish, Shamitabh અને Ki & Ka જેવી બોલિવૂડ ની ત્રણ સુપરહિટ ફિલ્મો ને પ્રોડ્યૂસ કરી હતી.
ફોર્બ્સ મેગઝીન અનુસાર રાકેશ ઝુનઝુનવાલા 2021 માં ભારતના 36 માં સૌથી અમીર વ્યક્તિ અને 2022 માં દુનિયાના 438 માં ધનિક વ્યક્તિઓ માં શામેલ હતા. એક રિપોર્ટ અનુસાર ઝુનઝુનવાલાની હાલ ની કુલ સંપત્તિ 5.8 બિલિયન અમેરિકી ડોલર છે.
આવા સ્ટોક માર્કેટ ના દિગ્ગજ રાકેશ ઝુનઝુનવાલા એ 62 વર્ષીય ઉંમરે સવારે 7 અને 45 મિનિટે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમના અંતિમ કિંમતી શ્વાસો લીધા હતા.
માનનીય પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, યુપી સીએમ યોગી આદિત્યનાથ અને અનેક લોકોએ ઝુનઝુનવાલા ને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રંગીલુ ની પુરી ટીમ તરફથી સ્ટોક માર્કેટ ના દિગ્ગજ ને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ.
આ વાંચો : હર ઘર તિરંગા વિશે કેટલું જાણો છો?