Liger Review: વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે ની ફિલ્મ લાઈગર થઈ રિલીઝ, સુપરહિટ કે પછી ફ્લોપ?

લાઈગર, Liger Move, Liger Movie Review, Liger Movie Review in Gujarati

Liger Movie Review: ખુબ જ લાંબા સમય થી રાહ જોવાઈ રહેલી ફિલ્મ 'લાઈગર' (Liger) અંતે સમગ્ર સિનિમાઘરો માં રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મમાં ટોલિવૂડ (Tollywood) સુપરસ્ટાર વિજય દેવરકોંડા (Vijay Deverakonda) અને અનન્યા પાંડે (Ananya Panday) મુખ્ય ભૂમિકા માં જોવા મળી રહ્યા છે. ઘણા સમયથી ફિલ્મ ના મેકર્સ અને અભિનેતાઓ ફિલ્મનો પ્રચાર સમગ્ર ભારતમાં કરી રહ્યા હતા.

લાઈગર ફિલ્મ રીવ્યુ । Liger Movie Review

ફિલ્મ ની સ્ટોરી લાઈન તરફ એક સંક્ષિપ્ત માં નજર કરીએ તો, ફિલ્મ માં લાઈગર વિજય દેવરકોંડા તે અને તેમની માં રામ્યા ક્રિષ્ન સાથે MMA બોક્સિંગ ની પ્રેકટીસ કરવા માટે મુંબઈ જાય છે. ત્યાં MMA ટ્રેનિંગ ક્લાસિસ માં તેને એક હેલ્પર તરીકે નું કામ મળે છે, જ્યાં તે પોતાની યોગ્યતા બતાવવા માટે યોગ્ય સમય ની રાહ જોવે છે.

તે દરમિયાન વિજય MMA ચેમ્પિયન બનવાનું વિશાળ સપના જોતો હોય છે. ફિલ્મમાં ત્યારે એક અમીર ઘર ની છોકરી એટલે કે અનન્યા પાંડે તેના પ્રેમમાં પડે છે, પરંતુ વિજય ના ચેમ્પિયન બનવાના સપનાના સંઘર્ષના કારણે તે બંને નું બ્રેકઅપ થઈ જાય છે. લાઈગર તેની પ્રેકટીસ માં કોઈ પણ પ્રકારની કચાસ રાખ્યા વગર મેહનત કરી MMA લડાઈ ની રિંગ માં પહોંચે છે.

ત્યારે વિજય બધા બોક્સરો ને હરાવી રાષ્ટ્રીય ચેમ્પિયન બને છે અને આંતરરાષ્ટ્રીય MMA ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થાય છે. તે માટે વિજય ઇન્ટરનેશનલ પ્રવાસ પર નીકળી પડે છે અને ત્યારે તેની મુલાકાત ઇન્ટરનેશનલ બોક્સિંગ ચેમ્પિયન માઈક ટાયસન સાથે થાય છે અને તેનો પ્રેમ પાછો મળે છે.

લાઈગર ફિલ્મ વિગતો | Liger Movie Details

સ્ટાર કાસ્ટ: વિજય દેવરકોંડા, અનન્યા પાંડે, માઈક ટાયસન, રામ્યા કૃષ્ણન, વિશુ રેડ્ડી, રોનિત રોય

લેખક અને દિગ્દર્શકઃ પુરી જગન્નાધ

નિર્માતાઃ પુરી જગન્નાધ, ચાર્મી કૌર, કરણ જોહર, યશ જોહર અને અપૂર્વ મહેતા

પ્રોડક્શન કંપની: પુરી કનેક્ટ્સ અને ધર્મા પ્રોડક્શન્સ

સંગીતઃ સુનિલ કશ્યપ

સ્ટંટ ડિરેક્ટર: કેચા

રિલીઝ: ઓગસ્ટ 25,2022

લાઈગર ફિલ્મ સ્ટારકાસ્ટ | Liger Movie Star Cast

વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે ની કેમિસ્ટ્રી અને તેના બોક્સિંગ ચેમ્પિયન બનવાના સંઘર્ષથી ભરેલી આ ફિલ્મ જોવા માટે તેમના ફેન્સ ઘણા જ ઉત્સુક હશે. વિજય એ આ ફિલ્મ માટે અને બોક્સિંગ પ્રેકટીસ માટે સખત મહેનત કરી છે, જે તેના સોશ્યિલ મીડિયા મારફતે આપણને સમય સમયે શેર કરતા રહ્યા છે. ફિલ્મમાં રામ્યા ક્રિષ્ણા એ પણ ખુબ સારું કામ કર્યું છે અને ફિલ્મમાં માઈક ટાયસનના પાત્રને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. સાથે ફિલ્મમાં પુરી જગન્નાધની ડાઇરેકટીન્ગ અને રોનિત રોય, વિશુ રેડી, અલી મકરંદ દેશપાંડે અને ગેટઅપ શ્રીનુ જેવા સ્ટારકાસ્ટ થી આ ફિલ્મ વધુ મજબૂત બની છે.

લાઈગર ફિલ્મ ગીતો | Liger Movie Songs

ફિલ્મ ના એકશન સીનો અને રોમેન્ટિક ઓવરલે સાથે ફિલ્મમા ધમાકેદાર સોન્ગ રિલીઝ કરવામાં આવ્યા છે. ફિલ્મમાં અનન્યા પાંડે ની એન્ટ્રી પણ એક શાનદાર ગીત 'આફત' (Aafat) સાથે થાય છે, જે એક શ્રેષ્ઠ રોમેન્ટિક સોન્ગ છે. ત્યારબાદ 'અકડી પકડી' (Akdi Pakdi) ગીતે પણ ખુબ ધમાલ મચાવી હતી, તેમાં સ્ટાર્સ ની કોરિયોગ્રાફી ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે. ફિલ્મ લાઈગર નું સૌથી બેસ્ટ સોન્ગ જો કોઈ હોય તે 'વાટ લગા દેંગે' (Waat Laga Denge) છે, જે ફિલ્મ નું સોલ ગીત છે અને તે હીરા નો સંઘર્ષ અને જુસ્સો દર્શાવે છે. ફિલ્મ નું એક રીમેક સોન્ગ કોકા 2.0 (Coka 2.0) પણ ખુબ મનોરંજક સાબિત થયું છે.

લાઈગર હિન્દી ટ્રેલર । Liger Movie Trailer


આવી ફિલ્મો ના રીવ્યુ અને મનોરંજન માહિતી માટે રંગીલું પર ફરી પધારશો. તમને આ ફિલ્મ રીવ્યુ અથવા માહિતી માં કોઈપણ મૂંઝવણ હોય તો નીચે આપેલા કોમેન્ટ બોક્સ માં જરૂર થી જણાવશો. જો તમને અમારું આ ફિલ્મ રીવ્યુ પસંદ આવ્યું હોય તો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ભૂલતા નહીં.

આ વાંચો : ફિલ્મ 'વિક્રમ વેધા' માં હ્રિતિક અને સૈફ જોવા મળ્યા એકશન મૂડમાં

Post a Comment

Previous Post Next Post