Vikram Vedha Teaser Out: ઘણા લાંબા સમયથી રાહ જોવાયેલ ફિલ્મ 'વિક્રમ વેધા' નું ઓફિશ્યિલ ટીઝર રિલીઝ થયું છે, જેમાં બોલિવૂડ સુપરસ્ટાર હૃતિક રોશન (Hrithik Roshan) અને સૈફ અલી ખાન (Saif Ali Khan) ફૂલ એકશન મોડ માં જોવા મળે છે.
ફિલ્મ ના ટીઝર માં જે રીતે બતાવ્યું છે એ પ્રમાણે બંને હીરો સંપૂર્ણ રીતે એકશન ના મૂડ માં હશે. પુષ્કર-ગાયત્રી દ્વારા ડાયરેક્ટ કરેલી આ ફિલ્મ તમિલ ની સુપરહિટ ફિલ્મ ની રીમેક હશે. ફિલ્મ ની સ્ટોરી લાઈન ખુબ જ રસપ્રદ હશે.
ફિલ્મ વિક્રમ વેધા | Vikram Vedha Movie
ફિલ્મ ની સ્ટોરી જો સંક્ષિપ્તમાં સમજવાની કોશિશ કરીએ તો થોડી કે ક્ષણો ના ટીઝર માં જાણવા મળે છે કે પુષ્કર-ગાયત્રી દ્વારા લખેલ અને ડાયરેક્ટ કરેલ એક એક્શન-થ્રિલર માં પોલીસ સૈફ અલી ખાન વિક્રમ ની ભૂમિકા માં હશે અને હૃતિક રોશન ખતરનાક ગેંગસ્ટર વેધાની ભૂમિકામાં, ટીઝર બેક્ગ્રોઉંડ સાઉન્ડ થી લાગી રહ્યું છે કે આ મ્યુઝિક ચોક્કસપણે વાયરલ થવાનું છે.
વિક્રમ વેધા સ્ટાર કાસ્ટ | Vikram Vedha Star Cast
વાત કરીએ ફિલ્મમાં રોલ ભજવનાર મુખ્ય અભિનેતાઓ ની તો તેમાં લીડ રોલ તરીકે હૃતિક રોશન અને સૈફ અલી ખાન જોવા મળશે, સાથે રાધિકા આપતે, રોહિત સરફ, યોગિતા બિહાની, શરીબ હાશ્મી અને સત્યદીપ મિશ્રા ની શાનદાર એકટિંગ જોવા મળશે.
તમિલ ફિલ્મ ની રિમેક વિક્રમ વેધા | Tamil Film Vikram Vedha
આ ફિલ્મ એક તમિલ બોક્સ ઉપર સુપર હિટ સાબિત થયેલી ફિલ્મ ની રીમેક હશે. જે ફિલ્મમાં આર માધવન અને વિજય સેતુપતિ ના શાનદાર અભિનય થી પરિચિત થયા હતા. આ ફિલ્મ પણ પુષ્કર અને ગાયત્રી દ્વારા જ લખાયેલ અને દિગ્દર્શિત કરવામાં આવ્યું હતું. ફિલ્મ ના મેકર દ્વારા જણાવવમાં આવ્યું છે કે હૃતિક અને સૈફે ની ગજબ કેમિસ્ટી ના કારણે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખુબ ધમાલ મચાવશે.
વિક્રમ વેધા રીલીઝ તારીખ | Release Date of Vikram Vedha
ફિલ્મ વિક્રમ વેધા ને ટી-સીરીઝ ફિલ્મ અને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ દ્વારા લેબલીત કરવામાં આવી છે અને ફિલ્મ ને ભુષણ કુમાર અને એસ શશીકાંત દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવી છે. ફિલ્મ ના મેકર દ્વારા ટીઝર માં બતાવવામાં આવ્યું કે આ ફિલ્મ 30 સપ્ટેમ્બર 2022ના દિવસે સિનેમાઘરો માં રિલીઝ કરવામાં આવશે.