The Kapil Sharma Show Promo: ભારતીય ટેલિવિઝન નો સૌથી પોપ્યુલર કોમેડી શો 'ધ કપિલ શર્મા શો' (The Kapil Sharma Show) એકવાર ફરી લોકો ને હસાવવા માટે આવી રહ્યો છે. આ એક માત્ર શો એવો હશે જે શનિ-રવિ ભારતના દરેક ઘરોમાં જોવામાં આવી રહ્યો હોય. ત્યારે ફરીવાર તે હસી પાછી લાવવા માટે કપિલ શર્મા (Kapil Sharma) આવી રહ્યા છે. શું છે આ વખતે શો માં ખાસ વાત અને ક્યારથી શરૂ થશે ચલો જાણીએ.
ધ કપિલ શર્મા શો । The Kapil Sharma Show
આમ તો કપિલ શર્મા શો દર્શકો નું ઘણા વર્ષોથી મનોરંજન કરાવી રહ્યા છે. જ્યારથી જુન મહિનામાં આ શો નું છેલ્લું સીઝન પૂરું થયું હતું ત્યારપછી શો ના ફેન્સ તેમના આવનારા સીઝન ની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. દર્શકો ની આતુરતા નો અંત લાવતા હાલ માં સોની ટેલિવિઝન ચેનલે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અને યુટ્યૂબ પર શો નો પહેલો પ્રોમો રિલીઝ કર્યો હતો.
આ રિલીઝ કરેલા પ્રોમો માં કપિલ શર્મા માથા પર પાટો બાંધીને હોસ્પિટલ માં દાખલ જોવા મળી રહ્યા છે. ત્યારે તે અચાનક ભાનમાં આવે છે અને બધાની ઓળખાણ કરે છે, કપિલ બધાને ઓળખી જાય છે પરંતુ ઘણીવાર તેની પત્ની નો રોલ ભજવતી અભિનેત્રી સુમના ચક્રવતી ને ઓળખવાની ના પાડી દે છે.
ત્યારે તેને આખી ટીમ કહે છે કે આ તારી પત્ની છે, એટલામાં હોસ્પિટલમાં એક સુંદર અભિનેત્રી સૃષ્ટિ રોડે આવે છે અને કપિલ તેની પાસે જાય છે અને તેના સ્કુટી ના નંબર કહી ફ્લર્ટ કરે છે. ત્યારે જ શો ના જજ અર્ચના પૂરન સિંહ આવી કપિલ ને પાછળ ધકેલે છે અને કહે છે કે 'તને આ સ્ત્રીના સ્કુટી ના નંબર યાદ છે પોતાની પત્ની યાદ નથી'.
આ વાંચો : ફિલ્મ લાઈગરમાં વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે ની કેમિસ્ટ્રી છે જોરદાર
ધ કપિલ શર્મા શોના સ્ટારકાસ્ટ | The Kapil Sharma Show Star Cast
શો ના પ્રોમો પરથી જાણ થાય છે કે આ વખતે કપિલ શર્મા શો માં જુના કલાકારો સાથે નવા કલાકરો પણ જોવા મળશે. જેમાં નવા કલાકારો તરીકે સિદ્ધાર્થ સાગર, ગૌરવ દુબે, ઇશ્તિયાક ખાન, શ્રીકાંત મુસ્કી અને સૃષ્ટિ રોડે હશે. શો ના જુના કલાકરો તો શો માં જોવા મળશે જ જેમકે કોમેડિયન કપિલ શર્મા,અર્ચના પુરણ સિંહ, ચંદન પ્રભાકર, કીકુ શારદા, સુમોના ચક્રવર્તી. હાલ તો પ્રોમો માં કુલ દસ જ કલાકરો જોવા મળી રહ્યા છે.
ધ કપિલ શર્મા શો ક્યારે શરુ થાય છે? । The Kapil Sharma Show Release Date
હવે જોઈએ કે 'ધ કપિલ શર્મા શો' ક્યારથી શરુ થવાનો છે. તો જ્યારથી આ પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે ત્યારથી જ સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઈ રહ્યો છે. ત્યારે પ્રોમો ના અંત માં જણાવ્યા પ્રમાણે આ શો આવનારા મહિના થી એટલે કે 10 સપ્ટેમ્બર થી રાતનાં 9.30 કલાકે ટેલિકાસ્ટ કરવામાં આવશે. ગયા સીઝન ની જેમ જ શો અઠવાડિયે બે વાર એટલે કે શનિવારે અને રવિવારે આવશે.
ધ કપિલ શર્મા શો પ્રોમો । The Kapil Sharma Show Promo
તાજા ગુજરાતી સમાચાર વાંચો, ખેલ જગત, સ્વાસ્થ્ય, બોલિવૂડ, ટોલિવૂડ, મૂવી રીવ્યુ, બાયોગ્રાફી, આજનું રાશિફળ, સરકારી યોજના, ટેક ન્યુઝ, બાળકો ના નામ તેમજ ગુજરાત ના તમામ સમાચાર.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. નવી જાણકારી માટે અમને Facebook, Instagram, Twitter અને Google News પર ફોલો કરો.