Asia Cup 2022: એશિયા કપ ફાઈનલમાં પાકિસ્તાનને હરાવી શ્રીલંકા બન્યું ચેમ્પિયન

એશિયા કપ ફાઈનલ, એશિયા કપ 2022, Asia Cup Final 2022, Sri Lanka vs Pakistan, Sri Lanka Won Asia Cup 2022, Sri Lanka Asian Champion, Sri Lanka, Pakistan, Asia Cup 2022, Cricket, Sports

Asia Cup Final 2022: આ વર્ષની શાનદાર એશિયા કપની 15મી સીઝનની તમામ પરીઓ અંતે કાલે પૂર્ણ થઈ. ભલે પાકિસ્તાન (Pakistan) સામે ભારત (India) હાર્યું પરંતુ ફાઇનલ માં શ્રીલંકા (Sri Lanka) એ દુબઈ ના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાનને હાર નો સ્વાદ ચખાડતા એશિયા કપ પર વિજય મેળવ્યો. શ્રીલંકા ના કરેલા 171 રનની પાછળ દોડતા પાકિસ્તાનીઓ ને શ્રીલંકા એ માત્ર 23 રને હરાવ્યું.

શ્રીલંકા એ ઘણા વર્ષો બાદ આ ખિતાબ પોતાને નામ કર્યો છે, કેમકે છેલ્લે તેમણે એશિયા કપ 2014 માં જીત્યા હતા. જો કે ભારતે પણ કંઈ પછી પાની નથી કરી, કેમકે ભારતે આ ખિતાબ ને 7 વાર પોતાને નામે કર્યો છે. જ્યારથી એશિયા કપ ની શરૂઆત થઈ છે ત્યારથી માત્ર 2 વાર જ પાકિસ્તાન જીત્યું છે. આ વખતે પણ તે ખિતાબ હાસિલ ન કરી શક્યું.

એશિયા કપ ફાઇનલમાં પ્રથમ તો પાકિસ્તાન ટોસ જીતી બોલિંગ કરવાનું પસંદ કર્યું, તેમાં શ્રીલંકાએ 6 વિકેટ ગુમાવી અને 170 રનનો બજબુત ટાર્ગેટ પાકિસ્તાન ને આપ્યો હતો. આ ટાર્ગેટ ને પૂરો કરવામાં પાકિસ્તાન અસમર્થ રહ્યું હતું. તેમાં શ્રીલંકા ના ખેલાડી ભાનુકા રાજપક્ષે એશિયા કપમાં 71 રન બનાવી અને મેન ઓફ ધ મેચ પોતાને નામ કર્યો.

ટાર્ગેટ ની પાછળ ભાગતા પાકિસ્તાને પોતાની બધી વિકેટો ગુમાવી 147 રન કરી ઓલઆઉટ થઇ ગયું હતું. મેચ બાદ પાકિસ્તાન ને આ અંગે પૂછવામાં આવતા જણાવ્યું કે અમે આ ફાઇનલ માં અમારી ક્ષમતા પ્રમાણે પરફોર્મ ન કર્યું. શરૂઆત સારી થઇ હતી પરંતુ બોલરો દ્વારા કદાચ વધારે રનો આપવામાં આવ્યા હતા.

પાકિસ્તાની ખેલાડી બાબર વધારે માં કહે છે કે, "અમારી ટીમ જેટલી ઓછી ભૂલો કરશે તેટલું જ ટીમ માટે સારું રહેશે". આ ફાઇનલ માં પાકિસ્તાની ખેલાડી બાબર આઝમ પણ કંઈ ખાસ પરફોર્મ કર્યો નહતો. જયારે બાબરની વિકેટ લેધી ત્યારે માત્ર તેને 5 રન બનાવ્યા હતા. શ્રીલંકા ના આવા શાનદાર લક્ષ્યનો શ્રેય રાજપક્ષ ને જાય છે, જેને 71 રનની પારી રમી ટીમ ને એશિયા કપ હાસિલ કરાવ્યો.

એશિયા કપ ફાઇનલ 2022 ના આ વખતે ના ચેમ્પિયન પર એક નજર કરીએ તો ફાઈનલ જીત્યા પછી શ્રીલંકા ને 1.50 લાખ ડોલરની (અંદાજિત 1.20 કરોડ રૂપિયા) રકમ પ્રાપ્ત થઈ હતી. હાર બાદ પણ પાકિસ્તાન ને 75 હજાર ડોલર (અંદાજિત 60 લાખ રૂપિયા) મળ્યા હતા.

તાજા ગુજરાતી સમાચાર વાંચો, ખેલ જગતસ્વાસ્થ્યબોલિવૂડટોલિવૂડમૂવી રીવ્યુબાયોગ્રાફીઆજનું રાશિફળસરકારી યોજનાટેક ન્યુઝબાળકો ના નામ તેમજ ગુજરાત ના તમામ સમાચાર.

રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. નવી જાણકારી માટે અમને FacebookInstagramTwitter અને Google News પર ફોલો કરો.

આ જુઓ | આખરે સૌથી ઝડપી બોલર શોએબ અખ્તર ને શું થયું હતું

Post a Comment

Previous Post Next Post