દુનિયાના સૌથી ઝડપી અને પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર (Shoaib Akhtar) ને અચાનક હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે અને હાલ સારવાર હેઠળ છે. રિપોર્ટ અનુસાર એકવાર શોએબ અખ્તર ને મેદાન માં રમવા સમયે તેમને ઘૂંટણના ભાગમાં ગંભીર ઇજા થઇ હતી અને તે ઇજાથી હાલના સમયમાં દુખાવા સામે ઝઝુમી રહ્યા હતા. તેના કારણે શોએબ ને તાત્કાલિક હોસ્પિટલ માં દાખલ કરવા પડ્યા હતા.
પહેલા ના ઘૂંટણના દુખાવાને લઈને શોએબ એ આ વખતે તેની સર્જરી કરાવી છે. ત્યારબાદ તેમણે એક વિડિઓ શેર કર્યો જેમાં તે તેનું દુઃખ બતાવી રહ્યા છે. વિડિઓ માં જણાવ્યું કે મારી આ ઘૂંટણની ઇજાને કારણે મારા ક્રિકેટ રમવાની સફર હવે વહેલી પુરી થઇ ગઈ છે. જો આ ઇજા ન હોત તો હું હજુ ચાર-પાંચ વર્ષ રમી શક્યો હોત. શોએબે જણાવ્યું કે તેને આ ઘૂંટણનો દુખાવો છેલ્લા 10 વર્ષથી થઈ રહ્યો હતો. છેલ્લે દર્દથી હારતા તેમણે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં સર્જરી કરાવી છે.
શોએબ અખ્તર ભાવુક થઇ ને જણાવ્યું કે "મને આ સર્જરી માં સફળતા મળી છે. તેમણે કહ્યું કે મારા વતી ભગવાનને પ્રાર્થના કરો કે હું જલ્દી થી સાજો થઇ જાવ. જેથી કરીને હું આગામી વર્ષો માં ક્રિકેટ રમી શકું. મને ખબર હતી કે જો હું આ સર્જરી કરાવીશ તો મારે વ્હીલચેર પર જવું જ પડશે, જેના કારણે મેં હવે ક્રિકેટ માંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો.
શોએબ અખ્તર વર્ષ 2000 ના સમયે ખુબ જ પ્રખ્યાત અને સર્વશ્રેષ્ઠ ઝડપી બોલર માનવામાં આવતા હતા. તેના ઝડપી બોલ સામે ગમે તેવા બેટ્સમેન ઝૂકી જતા હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ પણ શોએબ અખ્તરના નામે છે.