Ganpati Visarjan Gujarat Live: આપણા ભારતવર્ષમાં દરેક તહેવારો નું કંઈક અલગ જ મહત્ત્વ હોય છે, તેમાં ખાસ હિંદુ ધર્મમાં ગણપતિ બાપ્પા નું ખુબ જ મહત્ત્વ છે. કોઈપણ કાર્ય પહેલા આપણે ગણપતિ ની સ્થાપના કરતા હોય છે, તેમની પૂજા અર્ચના કર્યા બાદ જ કાર્ય ની શરૂઆત થતી હોય છે.
તેથી હિંદુ ધર્મમાં ગણેશ ચર્તુર્થી નું પણ અનેરું મહત્વ છે. આ દિવસો દરમિયાન ભાવિ ભક્તો તેમના રહેણાંક સ્થળોએ અથવા ઓફિસો માં ગણેશ મૂર્તિની પધરામણી કરતા હોય છે. ભાદરવા માસ ની ચતુર્થી થી લઈ ને 10 દિવસો માટે ભક્તો બાપ્પા ની પૂજા અર્ચના કરતા હોય છે.
આ અનેરા દિવસો બાદ ગણેશ વિસર્જન કરવામાં આવતું હોય છે, જેને પણ વિધિ અનુસાર કરવામાં આવે છે. એવી માન્યતા છે કે બાપ્પા નું વિસર્જન જો વિધિ અનુસાર અને યોગ્ય સમયે કરવામાં આવે તો ભાવિ ભક્તો ના જીવન માં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે.
ગણેશ વિસર્જન નું શુભ મૂહુર્ત
આ વર્ષે હિંદુ પંચાગ મુજબ દિવસ દરમિયાન ત્રણ શુભ મૂહુર્ત હશે, જેથી આ વર્ષનું ગણેશ વિસર્જન ૯ સપ્ટેમ્બર ના રોજ કરવામાં આવશે. નીચે મુજબ આપણે જાણીએ કે આ દીવસ દરમિયાન કયા એવા શુભ મૂહુર્ત હશે જેમાં ગણપતિ બાપ્પા નું વિસર્જન કરી શકાશે.
ગણપતિ વિસર્જન માટે પહેલું શુભ મૂહુર્ત ૯ સપ્ટેમ્બર ના રોજ સવારે ૩ વાગ્યા થી લઈ ને ૧૦.૪૪ વાગ્યા સુધી રહેશે. બીજું મૂહુર્ત બપોરે ૧૨.૮ વાગ્યા થી લઈ ૧ વાગ્યા સુધી રહેશે. અને ત્રીજું શુભ મૂહુર્ત સાંજે ૫ વાગ્યા થી સાંજના ૬.૩૧ વાગ્યા સુધી નું રહેશે. તો ભાવિ ભક્તો એ શુભ મૂહુર્ત અનુસાર બાપ્પા નું વિસર્જન કરવું.
સેલ્ફી વિથ ગણપતિ । Selfie With Ganpati
આ લાઈવ સમાચાર માં જોડાવા માટે અમને તમારી ગણપતિ બાપ્પા સાથે ની સેલ્ફી શેર કરો, અમે તેને લાઈવ સમાચાર સાથે જોડીશું. જોડાવા માટે નીચે એક ફોર્મ આપેલું છે. ફોર્મ ભરો અને સેલ્ફી અપલોડ કરો. તમારી સેલ્ફી ને ટૂંકા જ સમય માં રંગીલુ પર લાઈવ કરવામાં આવશે. તો રાહ કોની જુઓ છો ચાલો સેલ્ફી અપલોડ કરો.
ગણપતિ વિસર્જન લાઈવ ટેલિકાસ્ટ | Ganesh Visarjan Gujarat Live
તાજા ગુજરાતી સમાચાર વાંચો, ખેલ જગત, સ્વાસ્થ્ય, બોલિવૂડ, ટોલિવૂડ, મૂવી રીવ્યુ, બાયોગ્રાફી, આજનું રાશિફળ, સરકારી યોજના, ટેક ન્યુઝ, બાળકો ના નામ તેમજ ગુજરાત ના તમામ સમાચાર.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. નવી જાણકારી માટે અમને Facebook, Instagram, Twitter અને Google News પર ફોલો કરો.