Krishnam Raju Passes Away: તેલુગુ ફિલ્મો માં પોતાની ભૂમિકા ભજવનાર સુપરસ્ટાર કૃષ્ણમ રાજુનું (Krishnam Raju) આજ સવારે એટલે કે 11 સપ્ટેમ્બર 2022 ને રવિવાર ની વહેલી સવારે હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું.કૃષ્ણમ રાજુ 83 વર્ષના હતા, પરંતુ તેઓએ તેલુગુ માં અનેક સુપરહિટ ફિલ્મો માં કામ કર્યું હતું. તેઓ તેલુગુ સુપરસ્ટાર પ્રભાસ (Prabhas) ના કાકા હતા.
20 જાન્યુઆરી 1940 ના દિવસે પશ્ચિમ ગોદાવરી જિલ્લાના મોગલથુરમાં કૃષ્ણમ રાજુ નો જન્મ થયો હતો. તેમણે તેની ફિલ્મો માં કારકિર્દી ની શરૂઆત 1966 માં ચિલાકા ગોરિન્કા સાથે કરી હતી. તેમણે જેટલી પણ તેના જીવનકાળ દરમિયાન ફિલ્મો કરી છે તેમાં તે મોટા ભાગે નેગેટિવ રોલ માં જોવા મળ્યા હતા.આમ તો તેમની ફિલ્મો માં સાચી ઓળખ તો ફિલ્મ અવેકલ્લુમાં માંથી થઈ હતી.
તે ફિલ્મ સુપરહિટ રહ્યા પછી તેઓ લાગણીઓથી ભરપૂર પાત્રો ભજવીને 'વિદ્રોહી સ્ટાર' તરીકે પોતાની ઓળખાણ ઉભી કરી હતી. તેમની કેટલીક સુપરહિટ ફિલ્મો પર એક નજર કરીએ તો હંથાકુલુ દેવંથાકુલુ, ભક્ત કન્નપ્પા, થન્દ્રા પાપારાયુડુ, બોબીલી બ્રાહ્મન્ના, રંગૂન રાઉડી, ત્રિશૂલમ, કટાકટલા રુદ્રયા, માના વૂરી પાંડવુલુ, ટુ ટાઉન રાઉડી, પલનાટી પોરુષમ જેવી કેટલીય ફિલ્મો તેમનો ઉમદા અભિનય જોવા મળ્યો હતો.
કૃષ્ણમ રાજુ એક સફળ ડાયરેક્ટર પણ રહી ચુક્યા છે, તેમાં કેટલીક તો બ્લોકબસ્ટર મુવી પણ આપી છે, જેમકે ભક્ત કન્નપ્પા, થન્દ્રા પાપારાયુડુ અને બિલ્લા. તેઓએ પોતાની જીવનની અંતિમ ફિલ્મ પ્રભાસ અભિનીત રાધે શ્યામ સાથે કરી હતી.
કૃષ્ણમ રાજુ ફિલ્મોની સાથે-સાથે રાજકીય કાર્યકારી તરીકે પણ પોતાની ભૂમિકા નિભાવી હતી, એક રાજકારી તરીકે તેઓએ 1991માં કામ શરુ કર્યું અને 1999માં તેઓ જીત્યા અને કેન્દ્રીય મંત્રી તરીકે કાર્ય કર્યું હતું.
કૃષ્ણમ રાજુ એ 83 વર્ષની ઉંમરે રવિવાર ની સવારે અંતિમ શ્વાસો લીધા. તેમના પરિવારમાં તેના પત્ની શ્યામલા દેવી અને પુત્રીઓ પ્રસીદી, પ્રકીર્તિ અને પ્રદીપ્તિ છે. રિપોર્ટ અનુસાર કૃષ્ણમ રાજુ નું સોમવારે બપોરે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
તાજા ગુજરાતી સમાચાર વાંચો, ખેલ જગત, સ્વાસ્થ્ય, બોલિવૂડ, ટોલિવૂડ, મૂવી રીવ્યુ, બાયોગ્રાફી, આજનું રાશિફળ, સરકારી યોજના, ટેક ન્યુઝ, બાળકો ના નામ તેમજ ગુજરાત ના તમામ સમાચાર.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. નવી જાણકારી માટે અમને Facebook, Instagram, Twitter અને Google News પર ફોલો કરો.