બેશરમ રંગ સોન્ગ નું શૂટિંગ સ્પેનના ખુબસુરત જગ્યાઓ પર કરવામાં આવ્યું હતું. ડાયરેક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાનું એવું કહેવું છે કે આ સોન્ગથી દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાન ની એક શાનદાર કેમિસ્ટ્રી જોવા મળશે, અમારી પેઢીના સૌથી મોટા બે સુપરસ્ટાર ને અત્યાર સુધીના સૌથી હોટ અંદાજમાં બતાવવમાં આવશે. આ સોન્ગ એક પાર્ટી થીમ પર બનેલું છે અને મને આશા છે કે આ સોન્ગ આવનારા ઘણા વર્ષો સુધી તમામ પાર્ટીનો ભાગ બની રહશે.
'પઠાણ' ફિલ્મ ભારતની અત્યાર સુધીની સૌથી મોટી એક્શન ફિલ્મ તરીકે સામે આવવાની છે, જેમાં શાહરુખ ખાન (Shah Rukh Khan), દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને જોહન અબ્રાહમ (John Abraham) મુખ્ય રોલમાં છે. આ ફિલ્મને 2023 ની 25 જાન્યુઆરી પર સિનેમા ઘરોમાં રિલીઝ કરવામાં આવશે, જે હિન્દી, તમિલ અને તેલુગુ એમ ત્રણ ભાષામાં હશે. કિંગ ખાનના ફેનની આતુરના નો અંત લાવતા ફિલ્મનું પ્રથમ સોન્ગ બેશરમ રંગ લોન્ચ થવા જઈ રહ્યું છે.
ગુજરાતી સમાચાર વાંચો, ખેલ જગત, સ્વાસ્થ્ય, બોલિવૂડ, ટોલિવૂડ, મૂવી રીવ્યુ, બાયોગ્રાફી, આજનું રાશિફળ, સરકારી યોજના, ટેક ન્યુઝ, બાળકો ના નામ તેમજ ગુજરાત ના તમામ સમાચાર.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. અમને Facebook, Instagram, Twitter અને Google News પર ફોલો કરો.