Cyclone Mandous: હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર ને કારણે એક મોટું સંકટ ના એંધાણ દેખાઈ રહ્યા છે, 9 ડિસેમ્બર શુક્રવારના રોજ તામિલનાડુના મોટા ભાગના વિસ્તારને આ વાવાઝોડું ઘેરી લેશે. ચક્રવાત સાથે ભારે વરસાદ પાડવાની આગાહી પણ આપવામાં આવી રહી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આ ચક્રવાત મન્ડૌસ ચેન્નાઈમાં ચેંગલપટ્ટુ, કાંચીપુરમ, વિલુપ્પુરમ, કુડ્ડલોર, રાનીપેટ, વેલ્લોર અને તિરુવલ્લુર સહિત લગભગ 27 જિલ્લાઓમાં ત્રાટકી શકે તેવી સંભાવના, આના કારણે રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
ચક્રવાત મન્ડૌસ ચેન્નાઈના કરાઈકલથી લગભગ 240 કિલોમીટર પૂર્વ-દક્ષિણપૂર્વમાં અને ચેન્નાઈના લગભગ 320 કિલોમીટર દક્ષિણ-દક્ષિણપૂર્વમાં આવેલું છે તેવી હવામાન વિભાગની આગાહી છે. આ વાવાઝોડું પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે, પુડુચેરી અને શ્રીહરિકોટા વચ્ચે, મહાબલીપુરમ નજીક શુક્રવારે રાત્રે અને શનિવાર સવારની કલાકો વચ્ચે 85 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકશે.
વાવાઝોડું મંડસ (Cyclone Mandous) ના કારણે ચેન્નાઈના દરિયાકાંઠાના ઘણા જિલ્લાઓમાં આ બે દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ પાડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ભારે તોફાન થી બચવા તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશ સજડ બંધોબસ કરી રહ્યા છે. હાલ ઘટના સ્થળે નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (NDRF) ની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે.
ચક્રવાતમાં ઘાયલો માટે ચેન્નાઈમાં 169 રાહત શિબિરોને ખોલવામાં આવ્યા છે અને દરિયાકાંઠાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય તેના નિકાલ માટે 805 મોટી મોટર પંપને ગોઠવી દેવામાં આવ્યા છે. હાલ બે દિવસ પૂરતું માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ અપાઈ છે અને તેઓ સ્વયંસેવકો સાથે જોડાઈને બચાવની કામગીરીમાં સાથ આપવાની સૂચના અપાઈ છે.
આ વાંચો । કોંગ્રેસની ઇતિહાસની સૌથી મોટી હાર
ગુજરાતી સમાચાર વાંચો, ખેલ જગત, સ્વાસ્થ્ય, બોલિવૂડ, ટોલિવૂડ, મૂવી રીવ્યુ, બાયોગ્રાફી, આજનું રાશિફળ, સરકારી યોજના, ટેક ન્યુઝ, બાળકો ના નામ તેમજ ગુજરાત ના તમામ સમાચાર.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. અમને Facebook, Instagram, Twitter અને Google News પર ફોલો કરો.