Jaydev Unadkat: આગામી 14 ડિસેમ્બરથી બાંગ્લાદેશ અને ભારત સામે શરૂ થનારી બે મેચની તડામાર તૈયારી ચાલી રહી છે તે દરમિયાન અનુભવી રાઈટ હેન્ડેડ બોલર મોહમ્મદ શમી (Mohammed Shami) હાથમાં ઇર્જાગ્રસ્ત થયો છે, ટીમ ઇન્ડિયા એ તેની જગ્યાએ અનુભવી લેફ્ટ હેન્ડ બોલર જયદેવ ઉનડકટ ને ટીમમાં ઉમેરવામાં આવ્યા છે.
રિપોર્ટ અનુસાર હવેની આગામી ટેસ્ટ મેચમાં બોલિંગ આર્મ સ્ટ્રેસને કારણે શમી ભાગ નહીં લઈ શકે તેથી ગુજરાતથી જયદેવ ઉનડકટને બોલાવવામાં આવ્યા છે. જાણવા મળ્યું કે છેલ્લે ઉનડકટ 2010 માં શમીની જગ્યાએ રમ્યો હતો. જો આ ટેસ્ટ મેચમાં ઉનડકટને ફાઇનલ કરવામાં આવે તો સૌથી લાંબા સમયનો અંતરનો રેકોર્ડ બનશે અને જે હાલ પાર્થિવ પટેલ ના નામે છે. હાલમાં જયદેવ ઉનડકટ એ સ્થાનિક ટીમ સૌરાષ્ટ્રનું નેતૃત્વ કર્યું હતું અને તે ટીમને 2019-20 માં રણજી ટ્રોફી જીતાડી હતી.
લોકોને કદાચ લાગતું હશે કે મોહમ્મદ શમી ની જગ્યાએ જયદેવ ઉનડકટ ને લેવો યોગ્ય બોલર ન હોય પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) જણાવે છે કે હાલ કોઈ નવા બોલર કરતા અનુભવી બોલર ને લેવો એજ સમજદારી કહેવાશે.
હવે પછીની ટેસ્ટ મેચ માટે કંઈક આ રીતે ખેલાડીઓ સામેલ હશે, કેએલ રાહુલ (C), શુભમન ગિલ, અભિમન્યુ ઇશ્વરન, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રિષભ પંત (WK, VC), KS ભરત (WK), સૌરભ કુમાર, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ, મોહમ્મદ. સિરાજ અને ઉમેશ યાદવ.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. અમને Facebook, Instagram, Twitter અને Google News પર ફોલો કરો.