આપણા ભારતવર્ષમાં ગોત્રની જાણકારી પરથી જ કોઈપણ વ્યક્તિના વંશની જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. સામાન્ય રીતે ગોત્ર જાણવાની પદ્ધતિ ખુબજ પ્રાચીન છે, હિન્દૂ ધર્મમાં ગોત્રને વિવાહિક સંબંધો સાથે જોડવામાં આવે છે. કહેવાય છે કે સમાન દેવ કે ગોત્ર હોય તેવા પરુષ અને સ્ત્રીએ વૈવાહિક સંબંધોમાં બંધાવું જોઈએ નહિ. આની પાછળનું કારણ શું હોય શકે તે આપણે જાણીએ.
આમ તો ગોત્ર શબ્દનો અર્થ થાય વંશ-કુળ. ગોત્ર મૂળ તો બે સંસ્કૃત શબ્દો માંથી બનેલો છે જેમાં ‘ગૌ’ એટલે ગાય અને ‘ત્રહિ’ એટલે છાંયડો થાય છે. મુખ્યત્વે આપણા આઠ ગોત્ર છે જેમકે વિશ્વામિત્ર, જમદગ્નિ, ભારદ્વાજ, ગૌતમ, અત્રિ, વશિષ્ઠ, કશ્યપ આ સપ્તઋષિઓ અને આઠમા ઋષિ અગસ્ત્ય સંતાન ને 'ગોત્ર' કહેવાયા છે.
આ આઠ મુખ્ય બ્રાહ્મણ ગોત્રમાં અંગીરસ, અત્રિ, ગૌતમ, કશ્યપ, ભૃગુ, વશિષ્ઠ, કુત્સ અને ભારદ્વાજનો સમાવેશ થાય છે. પ્રાચીન ભારતીય પરંપરા મુજબ હિન્દુ ધર્મની દરેક જાતિના ગોત્ર હોય છે. ગોત્રનો સીધો સંબંધ ધાર્મિક પરંપરા સાથે જોડાયો હોવાથી લગ્ન કરતાં પહેલા પુરુષ અને સ્ત્રી એમ બન્નેના ગોત્ર જોવાતા હોય છે.
ભારતીય પરંપરા અનુસાર વિવાહ કરતી વેળાએ ગોત્ર અને કુંડળીનો મેળાપ કરવામાં આવે છે, પરંતુ જયારે તે સ્ત્રી અને પુરુષના દેવ-ગોત્ર એક જણાઈ ત્યારે તેને વિવાહિક સબંધમાં ન બંધાવાની સલાહ આપવામાં આવતી હોય છે. આજકાલના લોકો આ પ્રથા ને હસી-મજાકમાં ઉડાવી દેતા હોય છે પરંતુ આના પાછળ મોટું કારણ છે. હિન્દૂ ધર્મની ધાર્મિક માન્યતા મુજબ એકજ કુળમાં લગ્ન કરવા પર પ્રતિબંધ છે, અને જો આનો ભંગ થાય તો તે વિવાહિક દંપતીના સંતાન આનુવંશિક દોષ સાથે જન્મે છે એટલે કે કોઈપણ પ્રકારના ખોડ-ખાપણ વાળા સંતાનનો જન્મ થાય છે.
આપણી પરંપરાઓમાં તો ગોત્રનો ઉલ્લેખ થયો છે પરંતુ તેની પર શોધ કર્યા પછી વૈજ્ઞાનિકો પણ મને છે કે સમાન ગોત્રમાં વિવાહ કરવા યોગ્ય ન કહેવાય. કેમકે ગોત્ર સમાન હોવાથી સ્ત્રીના રંગસૂત્રો અને પુરુષના રંગસૂત્રોમાં સમાનતા જોવા મળે છે, આમ કહી શકાય કે તે બંને ભાઈ-બહેન કહેવાય. જો માન્યતાને અંધવિશ્વાસ નું નામ આપી ને સમાન ગોત્રમાં વિવાહ થાય તો તેમના સંતાનો માં આનુવંશિકતા દોષ હોય છે.
આપણી પરંપરાઓમાં તો ગોત્રનો ઉલ્લેખ થયો છે પરંતુ તેની પર શોધ કર્યા પછી વૈજ્ઞાનિકો પણ મને છે કે સમાન ગોત્રમાં વિવાહ કરવા યોગ્ય ન કહેવાય. કેમકે ગોત્ર સમાન હોવાથી સ્ત્રીના રંગસૂત્રો અને પુરુષના રંગસૂત્રોમાં સમાનતા જોવા મળે છે, આમ કહી શકાય કે તે બંને ભાઈ-બહેન કહેવાય. જો માન્યતાને અંધવિશ્વાસ નું નામ આપી ને સમાન ગોત્રમાં વિવાહ થાય તો તેવા દંપતીના સંતાનમાં રચનાત્મક અભાવ જોવા મળે, માનસિક વિકલાંગતા, અપંગતા, ગંભીર રોગ વગેરે બાળકમાં જન્મજાત જોવા મળે છે.
ગુજરાતી સમાચાર વાંચો, ખેલ જગત, સ્વાસ્થ્ય, બોલિવૂડ, ટોલિવૂડ, મૂવી રીવ્યુ, બાયોગ્રાફી, આજનું રાશિફળ, સરકારી યોજના, ટેક ન્યુઝ, બાળકો ના નામ તેમજ ગુજરાત ના તમામ સમાચાર.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. અમને Facebook, Instagram, Twitter અને Google News પર ફોલો કરો.
Tags :
Religion