12 રાશિઓના નામ | ♈ Zodiac/Horoscope Name In Gujarati | Gujarati Rashi

આપણા ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ઘણું જ મહત્વ છે તેમાં ખાસ કરીને હિન્દુ ધર્મમાં જ્યોતિષ વિદ્યામાં ખૂબ જ માનવામાં આવે છે. રાશિ (Zodiac) પરથી જ વ્યક્તિઓ ના નામ રાખવામાં આવે છે. જ્યોતિષ વિદ્યા પ્રમાણે રાશિનું ઘણું મહત્વ હોય છે.


gujarati rashi akshar, rashi letters in gujarati, રાશિ નામ, રાશિ અક્ષર, gujarati rashi name, all rashi name, 12 રાશિ ના નામ
૧૨ રાશિઓના નામ


દરેક વ્યક્તિ નું નામ તેના પહેલા અક્ષર પર નિર્ભર હોય છે અને તે રાશિઓ દ્વારા નક્કી કરવામાં આવે છે.


જ્યોતિષ વિદ્યા પ્રમાણે કુલ ૧૨ રાશિ હોય છે અને આ રાશિઓ ચાર તત્વો ની બનેલી હોય છે જેમ કે વાયુ, અગ્નિ, પૃથ્વી અને જળ.


આ પોસ્ટ માં રાશિઓની ટૂંકમાં માહિતી અને તેની સંજ્ઞા સહિત આપવામાં આવી છે, એ પણ સંપૂર્ણ આપણી માતૃભાષા માં જેથી કરીને આપણે તેને સરળતાથી સમજી શકીએ.


Rashi Name In Gujarati | રાશિઓના નામ


રાશિના નામ અને તેના અક્ષર | Rashi List in Gujarati


૧) મેષ રાશિ (Aries)


Zodiac, Horoscope In Gujarati, Rashi, Rashi na naam

આ રાશિનું ચિહ્ન એક ઘેટાં નું છે. મંગળ ગ્રહ ને મેષ રાશિના સ્વામી સ્વરૂપે માનવામાં આવ્યા હતા. મેષ રાશિમાં અગ્નિ એ લોકો નું તત્વ છે.


જે પણ વ્યક્તિ નું નામ ચૂ, ચે, ચો, લા, લી, લૂ, લે, લો, આ, પરથી હોય તેવા વ્યક્તિઓની મેષ રાશિ હોય છે. મેષ રાશિમાં (અ,લ,ઈ) આ ત્રણ અક્ષર નો સમાવેશ થાય છે.


મેષ રાશિ (અ,લ,ઈ) માટે છોકરી/છોકરાઓના નામ
૨) વૃષભ રાશિ (Taurus)


Zodiac in Gujarati, Rashi name, rashi

આ રાશિનું ચિહ્ન એક બળદ છે. શુક્ર ગ્રહ ને વૃષભ રાશિના સ્વામી સ્વરૂપે માનવામાં આવ્યા હતા. વૃષભ રાશિમાં પૃથ્વી એ લોકો નું તત્વ છે.


જે પણ વ્યક્તિ નું નામ ઇ, ઉ, ઓ, વા, વી, વૂ, વે, વો, પરથી હોય તેવા વ્યક્તિઓની વૃષભ રાશિ હોય છે. વૃષભ રાશિમાં (બ,વ,ઉ) આ ત્રણ અક્ષર નો સમાવેશ થાય છે.
૩) મિથુન રાશિ (Gemini)


Rashi Gujarati, Mithun Rashi, Horoscope

આ રાશિનું ચિહ્ન એક નર અને નારીનું છે. બુધ ગ્રહ ને મિથુન રાશિના સ્વામી સ્વરૂપે માનવામાં આવ્યા હતા. મિથુન રાશિમાં વાયુ એ લોકો નું તત્વ છે.


જે પણ વ્યક્તિ નું નામ કા, કી, કૂ, ઘ, ડ, છ, કે, કો, હ પરથી હોય તેવા વ્યક્તિઓની મિથુન રાશિ હોય છે. મિથુન રાશિમાં (ક,છ,ઘ) આ ત્રણ અક્ષર નો સમાવેશ થાય છે.


મિથુન રાશિ (ક,છ,ઘ) માટે છોકરી/છોકરાઓના નામ
 ૪) કર્ક રાશિ (Cancer)


Rashi Gujarati, Kark Rashi, Horoscope

આ રાશિનું ચિહ્ન એક કરચલો છે. ચંદ્રમાં ને કર્ક રાશિના સ્વામી સ્વરૂપે માનવામાં આવ્યા હતા. કર્ક રાશિમાં જળ એ લોકો નું તત્વ છે.


જે પણ વ્યક્તિ નું નામ હી, હૂ, હે, હો, ડા, ડૂ, ડી, ડે, ડો પરથી હોય તેવા વ્યક્તિઓની કર્ક રાશિ હોય છે. કર્ક રાશિમાં (ડ,હ) આ બે અક્ષર નો સમાવેશ થાય છે.


કર્ક રાશિ (ડ,હ) માટે છોકરી/છોકરાઓના નામ૫) સિંહ રાશિ (Leo)


Sinh Rashi, Rashi Gujarati, Zodiac In Gujarati

આ રાશિનું ચિહ્ન એક સિંહ છે. સૂર્ય ને સિંહ રાશિના સ્વામી સ્વરૂપે માનવામાં આવ્યા હતા. સિંહ રાશિમાં અગ્નિ એ લોકો નું તત્વ છે.


જે પણ વ્યક્તિ નું નામ મેં, મા, મી, મૂ, મે, મો, ટા, ટી, ટૂ, ટે પરથી હોય તેવા વ્યક્તિઓની સિંહ રાશિ હોય છે. સિંહ રાશિમાં (મ,ટ) આ બે અક્ષર નો સમાવેશ થાય છે.


સિંહ રાશિ (મ,ટ) માટે છોકરી/છોકરાઓના નામ૬) કન્યા રાશિ (Virgo)


Kanya Rashi, Rashi Gujarati, Horoscope In Gujarati

આ રાશિનું ચિહ્ન એક નારીનું છે. બુધ ગ્રહ ને કન્યા રાશિના સ્વામી સ્વરૂપે માનવામાં આવ્યા હતા. કન્યા રાશિમાં પૃથ્વી એ લોકો નું તત્વ છે.


જે પણ વ્યક્તિ નું નામ ઢો, પા, પી, પૂ, ષ, ણ, ઠ, પે, પો, પરથી હોય તેવા વ્યક્તિઓની કન્યા રાશિ હોય છે. કન્યા રાશિમાં (પ,ઠ,ણ) આ ત્રણ અક્ષર નો સમાવેશ થાય છે.


કન્યા રાશિ (પ,ઠ,ણ) માટે છોકરી/છોકરાઓના નામ

 


૭) તુલા રાશિ (Libra)


Tula Rashi, Rashi Gujarati, Horoscope In Gujarati, Zodiac

આ રાશિનું ચિહ્ન એક નર પોતાની હાથમાં ત્રાજવું પકડ્યું હોય તેવું છે. શુક્ર ગ્રહ ને તુલા રાશિના સ્વામી સ્વરૂપે માનવામાં આવ્યા હતા. તુલા રાશિમાં વાયુ એ લોકો નું તત્વ છે.


જે પણ વ્યક્તિ નું નામ રા, રી, રુ, રે, રો, તા, તી, તૂ, તે પરથી હોય તેવા વ્યક્તિઓની તુલા રાશિ હોય છે. તુલા રાશિમાં (ર,ત) આ બે અક્ષર નો સમાવેશ થાય છે.


તુલા રાશિ (ર,ત) માટે છોકરી/છોકરાઓના નામ૮) વૃશ્ર્વિક રાશિ (Scorpio)


Vrushik Rashi, Zodiac In Gujarati, Horoscope In Gujarati, Rashi

આ રાશિનું ચિહ્ન વીંછી છે. મંગળ ગ્રહ ને વૃશ્ર્વિક રાશિના સ્વામી સ્વરૂપે માનવામાં આવ્યા હતા. વૃશ્ર્વિક રાશિમાં જળ એ લોકો નું તત્વ છે.


જે પણ વ્યક્તિ નું નામ તો, ના, ની, નૂ, ને, નો, યા, યી, યૂ  પરથી હોય તેવા વ્યક્તિઓની વૃશ્ર્વિક રાશિ હોય છે. વૃશ્ર્વિક રાશિમાં (ન,ય) આ બે અક્ષર નો સમાવેશ થાય છે.


વૃશ્ર્વિક રાશિ (ન,ય) માટે છોકરી/છોકરાઓના નામ૯) ધન રાશિ (Sagittarius)


Dhan Rashi, Rashi, Horoscope In Gujarati, Zodiac In Gujarati

આ રાશિનું ચિહ્ન એક નરના હાથમાં ધનુષ હોય તેવું છે. ગુરુ ગ્રહ ને ધન રાશિના સ્વામી સ્વરૂપે માનવામાં આવ્યા હતા. ધન રાશિમાં અગ્નિ એ લોકો નું તત્વ છે.


જે પણ વ્યક્તિ નું નામ યે, યો, ભા, ભી, ભૂ, ભે, ધા, ફા, ઢા પરથી હોય તેવા વ્યક્તિઓની ધન રાશિ હોય છે. ધન રાશિમાં (ભ,ધ,ફ,ઢ) આ ચાર અક્ષર નો સમાવેશ થાય છે.૧૦) મકર રાશિ (Capricorn)


Makar Rashi, Rashi, Horoscope, Zodiac In Gujarati

આ રાશિનું ચિહ્ન એક હરણ નું મોઢું છે. શનિ ગ્રહ ને મકર રાશિના સ્વામી સ્વરૂપે માનવામાં આવ્યા હતા. મકર રાશિમાં પૃથ્વી એ લોકો નું તત્વ છે.


જે પણ વ્યક્તિ નું નામ ભો, જા, જી, ખી, ખૂ, ખે, ખો, ગા, ગી પરથી હોય તેવા વ્યક્તિઓની મકર રાશિ હોય છે. મકર રાશિમાં (ખ,જ) આ બે અક્ષર નો સમાવેશ થાય છે.


મકર રાશિ (ખ,જ) માટે છોકરી/છોકરાઓના નામ૧૧) કુંભ રાશિ (Aquarius)


Kumbh Rashi, Zodiac In Gujarati, Horoscope

આ રાશિનું ચિહ્ન એક નર ના ખભા પર કળશ હોય છે. શનિ ગ્રહ ને કુંભ રાશિના સ્વામી સ્વરૂપે માનવામાં આવ્યા હતા. કુંભ રાશિમાં વાયુ એ લોકો નું તત્વ છે.


જે પણ વ્યક્તિ નું નામ ગૂ, ગે, ગો, સા, સી, સૂ, સે, સો, દા પરથી હોય તેવા વ્યક્તિઓની કુંભ રાશિ હોય છે. કુંભ રાશિમાં (ગ,શ,ષ) આ ત્રણ અક્ષર નો સમાવેશ થાય છે.


કુંભ રાશિ (ગ,શ,ષ) માટે છોકરી/છોકરાઓના નામ૧૨) મીન રાશિ (Pisces)


Meen Rashi, Horoscope Zodiac In Gujarati, Rashi

આ રાશિનું ચિહ્ન બે માછલીઓનું છે. બૃહ્સપતી ને મીન રાશિના સ્વામી સ્વરૂપે માનવામાં આવ્યા હતા. મીન રાશિમાં જળ એ લોકો નું તત્વ છે.


જે પણ વ્યક્તિ નું નામ દી, દૂ, થ, જ્ઞ, ત્ર, દે, દો, ચા, ચી પરથી હોય તેવા વ્યક્તિઓની મીન રાશિ હોય છે. મીન રાશિમાં (દ,ચ,ઝ,થ) આ ચાર અક્ષર નો સમાવેશ થાય છે.


મીન રાશિ (દ,ચ,ઝ,થ) માટે છોકરી/છોકરાઓના નામ


Conclusion:


મિત્રો તો આ હતી સંપૂર્ણ માહિતી રાશિઓની તેની સંજ્ઞા સહિત તેમજ આ બધી રાશિઓનો ઉપયોગ ત્યારે જ કરવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિ નું નામ ગ્રહ અને નક્ષત્ર જોઈને રાખવાનું હોય છે, આ બધી રાશિઓ પરથી વ્યક્તિ નું ચરિત્ર અને સ્વભાવ કેવો હોય છે તે પણ જાણી શકાય છે.


તાજા ગુજરાતી સમાચાર વાંચો, ખેલ જગતસ્વાસ્થ્યબોલિવૂડટોલિવૂડમૂવી રીવ્યુબાયોગ્રાફીઆજનું રાશિફળસરકારી યોજનાટેક ન્યુઝબાળકો ના નામ તેમજ ગુજરાત ના તમામ સમાચાર.


રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. નવી જાણકારી માટે અમને FacebookInstagramTwitter અને Google News પર ફોલો કરો.


ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું