હવે પ્રતીક્ષા થઈ પુરી 5G આવી રહ્યું છે ભારતમાં, શું તમારા શહેરમાં આવશે?

ભારતમાં 5G, 5G in India, 5G in Gujarati, 5G in Surat, 5G in Ahmedabad, 5G in Gujarat, 5G Info In Gujarati, 5G Gujarat, 5G Network, Jio 5G, Artel 5G, Vodafone 5G, Idea 5G

બસ હવે ભારતમાં 5G નેટવર્ક સેવાઓ શરૂ થવામાં હવે બહુ બધા દિવસો બાકી રહ્યા નથી. 5G સેવાઓની શરૂઆત અંગે એક મોટા સમાચાર આપણી સામે આવી રહ્યા છે. આપણા ભારતના ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે વાત નો ખુલાસો કરતા કહ્યું કે હવે ભારતમાં 5G ખુબ જ ટૂંક સમયમાં થવા જઈ રહ્યું છે.

હાલમાં જ 5G નેટવર્ક ને લઈને તેના સ્પેક્ટ્રમની હરાજી પૂર્ણ થઇ છે, તેમાં જેમ આપણને પહેલા થી જ અંદાજો હતો તે રીતે એરટેલ નેટવર્ક એ સૌથી વધુ સ્પેક્ટ્રમ ખરીદ્યા છે. જેમાં કુલ ખર્ચો અંદાજન 1.5 લાખ કરોડ રૂપિયા નો થવાનો છે, જેમાં એરટેલ કંપની એ 43 હાજર કરોડ રૂપિયા નું રોકાણ કર્યું છે. જેમાં કંપની એ 19,800 MHz ના સ્પેક્ટ્રમ ખરીદ્યા છે, જે ખુબ જ મોટી સંખ્યા માં કહી શકાય છે.

ભારતમાં 5G ક્યારે લોન્ચ થશે?

હરાજી પૂર્ણ થતા ટેલિકોમ મંત્રી એ જણાવ્યું કે ભારતમાં આ વર્ષના ઓક્ટોબર ની શરૂઆત માં દેશભર માં 5G લોન્ચ કરવાની વિચારણા કરી રહ્યા છીએ. વધારે માં કહ્યું કે અમે 5G સેવાઓ શરુ કરી લોકોને વધુ માં વધુ ફાયદો થાય તેવો વિચાર કરી રહ્યા છીએ. આખા ભારત દેશમાં 5G નેટવર્ક ની પ્રક્રિયા આ વર્ષના નવેમ્બર અને ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. તે માટે સરકાર તેના માટે ઝડપથી પગલાંઓ લઇ રહી છે.

ભારતના કયા શહેરમાં 5G લોન્ચ થશે?

તમારી જાણકારી ખાતર જણાવી દઈએ કે 5G નેટવર્ક ની સેવાઓને લઇ ટેલિકોમ્યુનિકેશન વિભાગે જણવ્યું કે અમે પ્રથમ ભારતના 13 મોટા શહેરોમાં સેવાઓ ની કામગીરી શરુ કરવાના છીએ જેમાં મુખ્ય શહેરો છે અમદાવાદ, બેંગલુરુ, ચંદીગઢ, ગાંધી નગર, ગુરુગ્રામ, હૈદરાબાદ, જામનગર, કોલકાતા, ચેન્નાઈ, લખનૌ, પુણે, દિલ્હી અને મુંબઈ. હજુ સુધી એ જાણવામાં આવ્યું નથી કે સૌથી પહેલા કઈ ટેલિકોમ કંપની પોતાની 5G સેવાઓ ચાલુ કરશે.

એમાં વધારે જણાવ્યું હતું કે 13 મોટા શહેરો સિવાય પણ બીજા 20 થી 25 શહેરોમાં 5G સેવાઓ ને પહોંચાડવામાં આવશે. હાલ તો ભારતની કુલ ત્રણ ટેલિકોમ કંપનીઓજેમકે Jio, Airtel અને Vodafone Idea 5G સેવાઓ સંબંધિત 5G નું પરીક્ષણ શરુ કર્યું છે.

કઈ કંપની 5G સૌથી પહેલા લોન્ચ કરશે?

સૌથી પહેલા ભારતમાં કઈ કંપની પોતાની 5G સેવાઓ લોન્ચ કરશે તેનું હજુ કોઈ અનુમાન નથી પરંતુ Jio કંપની પોતાની 5G સેવાઓ ભારતમાં પહેલા શરુ કરવાના સમાચાર સામે આવી રહ્યા છે, કેમકે હાલ ભારતમાં સૌથી વધારે નેટવર્ક વપરાશકર્તા ની સંખ્યા વધુ હોય તેવી એક Jio કંપની છે.

સારાંશ

બાકી તમારું શું માનવું છે, કઈ કંપની સૌથી પહેલા ભારતમાં 5G સેવાઓ લોન્ચ કરશે? નીચે આપેલા કોમેન્ટ બોક્સ માં લખી જરૂરથી જણાવશો. આવા જ અવનવા સમાચારો જાણવા માટે રંગીલું પર ફરી પધારશો, અને માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો.

આ વાંચો : શું છે હર ઘર તિરંગા?

Post a Comment

Previous Post Next Post