રક્ષાબંધન માટે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ક્યારે છે?

રક્ષાબંધન, Rakshabandhan, રક્ષાબંધન મુહૂર્ત, Rakhi Muhurat, Rakshabandhan Muhurat, Rakhi, Rakshabandhan in Gujarati
Rakshabandhan in Gujarati

આપણા ભારતવર્ષમાં દરેક તહેવારો ને ધામધૂમથી ઉજવવામાં આવતા હોય છે, તેમાં નો એક તહેવાર એટલે રક્ષાબંધન. આ દિવસ ભાઈ અને બહેન માટે એક પવિત્ર સંબંધ, સ્નેહ અને પ્રેમનું પ્રતિક હોય છે. આ પવિત્ર તહેવાર પર બહેનો તેમના ભાઈના મસ્તક પર તિલક કરે છે અને કાંડા પર રક્ષાસૂત્ર બાંધી તેની આરતી ઉતારે છે, ત્યારબાદ બહેન તેના ભાઈ ના જીવન માટે સુખ, સમૃદ્ધિ અને લાંબા જીવન માટે ની ભગવાનને પ્રાર્થના કરે છે.

ભારતવર્ષમાં આ વખતે રક્ષાબંધન શ્રાવણ સુદ ચૌદશ 11 ઓગસ્ટ અને ગુરુવારના રોજ ઉજવવામાં આવશે. પરંતુ આ વર્ષે રક્ષાબંધન ખરેખર 11 અને 12 ઓગસ્ટ એમ બે દિવસ માટે રહશે, કેમકે આ શ્રાવણ મહિનામાં પૂનમ બે દિવસ દરમિયાન છે જે 11 ઓગસ્ટ અને 12 ઓગસ્ટે છે. તો તેના કારણે લોકો મૂંજાયા છે, કે અમારે રક્ષાબંધનનો તહેવાર 11 કે 12 ઓગસ્ટે ઉજવવો?

રક્ષાબંધન માટેનું શુભ મુહુર્ત ક્યારે છે?

રક્ષાબંધન ની ઉજવણી ખરેખર તો શ્રાવણ માસ અને પૂર્ણિમા ના દિવસે ઉજવવામાં આવે છે. તો આ વર્ષે ભારતનાં હિન્દૂ કેલેન્ડર અનુસાર આ વર્ષે શ્રાવણ માસની શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિ 11 ઓગસ્ટના રોજ સવારે 10.38 કલાકથી શરૂ થશે અને 12 ઓગસ્ટ અને શુક્રવારે સવારે 7.05 કલાકે પૂર્ણ થશે. તો 11 ઓગસ્ટની રાત્રે 08:51 વાગ્યા પછી બહેનો તેના ભાઈ ને રાખડી બાંધી શકે છે.

આ વર્ષે રક્ષાબંધન ના સમયે ભદ્રા નો કાળ સમય ચાલવાનો છે, ભદ્રકાળમાં લંકાપતિ રાવણની બહેન દ્વારા રાખડી બાંધી હતી અને પછી તેનો ધનોત પનોત થઇ ગયો હતો. તે કારણોસર આ સમય દરમિયાન બહેન તેના ભાઈ ને રાખડી બાંધે તેને અશુભ માનવામાં આવે છે.

આ ભદ્રા કાળ સમય દરમિયાન રાખડી બાંધવાનું ટાળવું જોઈએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભદ્રા નો સમયગાળો 11 ઓગસ્ટ ના દિવસે ભદ્રા સાંજે 5:17 થી 06.16 સુધી પૂંચમાં અને 8 વાગ્યા સુધી ભદ્રા મુખ રહેશે. પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમે કોઈ સારા ચોઘડિયા ના સમયને ધ્યાનમાં રાખીને રાખડી બાંધી શકો છો.

આ રક્ષાબંધન ના પાવન અવસર દરમિયાન આપણી રંગીલું ની પુરી ટીમ તરફ થી તમને અને તમારા પરિવાર ને રક્ષાબંધન ની ખુબ ખુબ શુભકામનાઓ. તમે તમારા જીવનમાં ખુબ આગળ વધો, તમારો સ્વાસ્થ્ય સારો રહે અને આ ભાઈ-બહેનનો પ્રેમ અપાર બન્યો રહે તેવી ભગવાનને પ્રાર્થના.

આ આર્ટિકલ અંતર્ગત જો આપને કોઈપણ પ્રકારનો સવાલ અથવા સુજાવ હોય તો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી અમને જરૂરથી જણાવશો. રંગીલું પર ફરી પધારશો.

આ વાંચો : હર ઘર તિરંગા વિશે તમે કેટલું જાણો છો?

Post a Comment

Previous Post Next Post