Zoonotic Langya Virus: શું ચીનના લેંગ્યા વાયરસથી દુનિયા છે ખતરામાં?

લેંગ્યા વાયરસ, લેંગ્યા વાયરસ લક્ષણો, લેંગ્યા વાયરસ, Langya Virus, Langya Virus in Gujarati, Langya Virus Vaccine, Langya Virus News, Langya Henipavirus, Zoonotic Langya Virus, What is Langya Virus

કોરોના વાયરસ ના કહેરથી બચતા દુનિયા એ હાલમાં શ્વાસ લીધો હોય તેવું દેખાય રહ્યું છે, જોત-જોતા તેના ત્રણ વર્ષ વીતી ગયા છે. પરંતુ હાલમાં ચીનમાં એક ભયાનક વાયરસે ફરી જન્મ લીધો છે. આ ભયાનક વાયરસ નું નામ લેંગ્યા હેનિપાવાયરસ (Langya Henipavirus) છે, જે સૌપ્રથમ 2018 માં ચાઈનાના શેનડોંગ અને હેનાનના ઉત્તરપૂર્વીય પ્રાંતોમાં મળી આવ્યું હતું. હાલ આ વાયરસે ચીનના કેટલાક ભાગો માં આ વાયરસ હડપ માં આવ્યા હોય તેવા 35 કેસ નોંધવામાં આવ્યા છે.

લેંગ્યા હેનિપાવાયરસ (Langya Henipavirus) ને લેવલ 4ના બાયોસેફટી પેથોજેન્સ માં વર્ગીકૃત કરવામાં આવે છે. પૂર્વ ચીન માં આ વાયરસ ને લગતા દર્દીઓના ગાળાના ભાગના સેમ્પલ લેવામાં આવ્યા છે તેવું જાણવા મળ્યું છે. લેંગ્યા વાયરસ માટે એવું જાણવા મળી રહ્યું છે કે તે પ્રાણીઓ અને મનુષ્યોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે, અને સંજોગે આ વાયરસ ની હજુ સુધી કોઈ દવા કે વેક્સીન ઉપલબ્ધ નથી.

રિપોર્ટ અનુસાર લેંગ્યા વાયરસ મુખ્યત્વે હાલ ખેડૂતો માં જોવા મળી રહ્યો છે, જેમાં દર્દી ને થાક લાગવો, ઉધરસ આવવી, ભૂખ ન લાગવી અને શરીર દુખાવાના લક્ષણો નોંધાયા છે. અમુક  લેંગ્યા વાયરસના કેસ માં દર્દી ના રક્ત-કોષની અસાધારણતાના ચિહ્નો અને લીવર અને કિડનીના ભાગ ને નુકસાનના કરતા ચિહ્નો નોંધવામાં આવ્યા છે.

લેંગ્યા વાયરસ શું છે? | What is Langya Virus in Gujarati?

ધ ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઑફ મેડિસિનના એક રિપોર્ટ અનુસાર આ વાયરસ પ્રાણીમાંથી માણસોમાં ઝૂનોસિસ નામની પ્રક્રિયામાં પડ્યા હોવાનું જાણવામાં આવ્યું છે. આ વાયરસ ચીનમાં ફેબ્રીલ પેશન્ટ્સમાં ઝૂનોટિક હેનિપાવાયરસ જે નવા શોધાયેલ વાયરસ એ "ફાઇલોજેનેટિકલી અલગ હેનીપાવાયરસ" છે.

વૈજ્ઞાનિકોને 200 થી વધુ બુટમાં LayV વાઇરલ આરએનએ મળ્યાં છે અને વાયરસ ઉપર સંશોધન કરી જણાવવામાં આવ્યું છે કે આ વાયરસ કુદરતી જળાશયો હોય શકે છે. એક રિપોર્ટ અનુસાર 5% કુતરાઓ માંથી અને 2% પાલતુ બકરાઓ માં પણ આ વાયરસ જોવા મળ્યો છે.

સૌ પ્રથમ ના રિચર્સ રિપોર્ટ માં જાણવા મળ્યું હતું કે વાયરસ હેનિપાવાયરસની ઓળખ પહેલા કરવામાં આવી હતી ત્યારે તેમાં હેન્ડ્રા, નિપાહ, સીડર, મોજીઆંગ અને ઘાનાયન બેટ જેવા વાયરસ ને સાથે જોવા મળ્યા હતા. ચીનમાં દર્દીઓ ની તાપસ કરતા જાણવા મળ્યું કે તાવગ્રસ્ત વ્યક્તિ સાથે આ નવો હેનીપાવાયરસ ને ઓળખી કાઢવમાં આવ્યો હતો.

લેંગ્યા વાયરસના લક્ષણો કયા છે? | Symptoms of Langya Virus

આ વાયરસ ના રિસર્ચ માટે 25 દર્દીઓ ના લક્ષણો નું પરિક્ષણ કરવામાં આવ્યું, ત્યારે તેમાં જાણવા મળ્યું હતું કે આ વાયરસ જે વ્યક્તિ ને લાગે છે તેમને વારેવારે થાક લાગવો, ભયંકર ખાંસી આવવી, ઉબકા આવવા જેવા લક્ષણો નોંધાયા છે. તે ઉપરાંત જેટલા પણ દર્દીઓ પર રિસર્ચ કરવામાં આવી તેમાં 35% દર્દીની ફરિયાદ હતી કે તેમને સતત માથાનો દુખાવો અને ઉલ્ટી થયા કરે છે, રિપોર્ટ માં જણાયું હતું કે તે દર્દીમાં લીવર ની કાર્યક્ષમતા ઓછી જોવા મળી હતી.

રિપોર્ટ ના આંકડા અનુસાર જાણીએ તો આ વાયરસ અસરગ્રસ્ત દર્દીમાં થ્રોમ્બોસાયટોપેનિયા જે પ્લેટલેટની ઓછી સંખ્યા દર્શાવે છે, જ્યારે લ્યુકોપેનિયા એટલે શ્વેત રક્તકણોની સંખ્યામાં ઘટાડો દર્શાવે છે અને તમામ લક્ષણો દર્દીમાં દેખાવા બાદ તેની શરીરની રોગ સામે લડવાની ક્ષમતામાં ઘટાડો નોંધાય છે.

લેંગ્યા વાયરસ એ હેનિપાવાયરસ જીનસનો એક ભાગ છે, જે શરીરમાં નેગેટિવ ભાગ સાથે સિંગલ-સ્ટ્રેન્ડેડ RNA જીનોમ ધરાવે છે. હેનીપા પેરામિક્સોવિરીનીની વિશિષ્ટ વિશેષતાઓ તેમના મોટા જીનોમ છે. તપાસ માં જાણવા મળ્યું કે આ વાયરસ માનવ-થી-માનવ ટ્રાન્સફર થવા માટે હજુ ખુબ જ નાનું કદ ધરાવે છે, જે ઓછી શક્યતા દર્શાવે છે કે આ વાયરસ ઝડપથી પ્રસરી શકે.

લેંગ્યા વાયરસ માટે રસી છે? | Vaccine for Langya Virus

ચીની મેડિકલ રિપોર્ટ અનુસાર નોવેલ લેંગ્યા વાયરસ ની હજુ સુધી કોઈ દવા કે રસી શોધવામાં આવી નથી, અનુમાન છે કે ખુબ જ ટૂંકા સમય ગાળામાં આ વાયરસ ની વેકસીન શોધવામાં આવશે.

વધારે ની માહિતી આ વિડિઓ દ્વારા જુઓ.


Post a Comment

Previous Post Next Post