SIIMA 2022: અલ્લુ અર્જુનને બેસ્ટ એક્ટરનો એવોર્ડ, પૂજા હેગડે અને વિજય દેવરકોંડા બેસ્ટ યુથ આઇકોન બન્યા

સિમા એવોર્ડ, સિમા એવોર્ડ 2022, SIIMA Awards 2022, SIIMA Awards Winner List, SIIMA 2022, Allu Arjun, vijay deverakonda, Pooja Hegde, Ranveer Singh

SIIMA Awards 2022: દર વર્ષની જેમ આ વખતે પણ બેંગલુરુમાં સાઉથ ઈન્ડિયન ઈન્ટરનેશનલ મૂવી એવોર્ડ્સ (SIIMA 2022) યોજાયો હતો, આ એવોર્ડ ફંકશન 10મો છે. આ એવોર્ડ શો માં સુપરસ્ટાર અલ્લુ અર્જુન (Allu Arjun), વિજય દેવરકોંડા (Vijay Deverakonda), રણવીર સિંહ (Ranveer Singh) અને પૂજા હેગડે (Pooja Hegde) સાથે અન્ય સાઉથ ઇન્ડેસ્ટ્રીના અભિનેતાઓ મૌજુદ હતા. 10 સપ્ટેમ્બર 2022 ના દિવસે સાઉથ ની બંને ફેમસ ઈન્ડસ્ટ્રી તેલુગુ અને કન્નડ ફિલ્મો ના વિજેતાઓ ને ઘોષિત કર્યા હતા.

SIIMA 2022 ના એવોર્ડ ની વાત કરીએ તો આ વખતે પુષ્પા સ્ટાર અલ્લુ અર્જુને બેસ્ટ એક્ટરનો એવોર્ડ હાસિલ કર્યો હતો. સાથે સાઉથ ના યુથ આઇકોન નો એવોર્ડ પૂજા હેગડે અને વિજય દેવરકોંડા ને મળ્યો હતો.

સિમા 2022 વિજેતાઓની યાદી | SIIMA 2022 Winners List


આ વર્ષની સૌથી શ્રેષ્ઠ ફિલ્મ નો એવોર્ડ જો કોઈને મળ્યો હોય તો તે પુષ્પા ધ રાઇઝ છે. આ SIIMA એવોર્ડ 2022 માં અન્ય ઘણા અભિનેતાઓને પણ તેની અલગ-અલગ કાર્ય કુશળતા માટે એવોર્ડ મળ્યા હતા. નીચે કેટલાક વિજેતાઓ ની યાદી આપેલી છે.

તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વિજિતા । Telugu Cinema Winners List


  • બેસ્ટ ફિલ્મ 2022 - પુષ્પાઃ ધ રાઇઝ
  • બેસ્ટ એક્ટર (લીડ રોલ) - ફિલ્મ પુષ્પા: ધ રાઈઝ માટે અલ્લુ અર્જુન
  • બેસ્ટ એક્ટર (લીડ રોલ) - મોસ્ટ એલિજિબલ બેચલર માટે પૂજા હેગડે
  • બેસ્ટ એક્ટર (સપોર્ટ રોલ) - પુષ્પા: ધ રાઇઝ માટે જગદીશ પ્રતાપ બંદરી
  • બેસ્ટ એક્ટર (કોમેડી રોલ) - એક મીની કથા માટે સુદર્શન
  • બેસ્ટ ડાયરેક્ટર - પુષ્પા: ધ રાઇઝ માટે સુકુમાર
  • બેસ્ટ મ્યુજિક ડાઈરેકટર - પુષ્પા: ધ રાઇઝ માટે દેવી શ્રી પ્રસાદ
  • બેસ્ટ સિંગર - પુષ્પાઃ ધ રાઇઝમાંથી શ્રીવલ્લી માટે ચંદ્રબોઝ

કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વિજિતા । Kannada Cinema Winners List


  • બેસ્ટ એક્ટર (લીડ રોલ) - યુવારથના માટે સ્વ. પુનીત રાજકુમાર
  • બેસ્ટ એકટ્રેસ (લીડ રોલ) - મધગજા માટે આશિકા રંગનાથ
  • બેસ્ટ એક્ટર (સપોર્ટ રોલ) - થનન પ્રપંચ માટે પ્રમોદ
  • બેસ્ટ એક્ટર (નેગેટિવ રોલ) - હીરો માટે પ્રમોદ શેટ્ટી
  • બેસ્ટ એક્ટર (કોમેડી રોલ) - પોગારુ માટે ચિકન્ના
  • બેસ્ટ ડાયરેક્ટર - રોબર્ટ માટે થરુણ સુધીર
  • બેસ્ટ મ્યુજિક ડાઈરેકટર - રોબર્ટ માટે અર્જુન જાન્યા
  • બેસ્ટ સિંગર - નીનાડે માટે અરમાન મલિક અને થમન એસ
  • સાઉથ યુથ આઇકોન (મહિલા) - પૂજા હેગડે
  • સાઉથ યુથ આઇકોન (પુરુષ) - વિજય દેવેરાકોંડા

આ વર્ષે સૌથી વધુ નામના મેળવનારી તેલુગુ ફિલ્મ અલ્લુ અર્જુનની પુષ્પાઃ ધ રાઇઝ બની છે. આ ફિલ્મ ને અલગ-અલગ કેટેગરી માં કુલ 12 જેટલા એવોર્ડ મળ્યા છે. SIIMA ના બીજા દિવસે તમિલ અને મલયાલમ સિનેમા ના વિજેતાઓ ને જાહેર કરવામાં આવશે. જેમાં પણ ધમાકેદાર એવોર્ડ કેટેગરીઓ સામેલ છે.


રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. નવી જાણકારી માટે અમને FacebookInstagramTwitter અને Google News પર ફોલો કરો.

Post a Comment

Previous Post Next Post