મધર્સ ડે ની ઉજવણી આટલી ખાસ શા માટે? Mother's Day 2022

mothers-day-2022

નમસ્કાર મિત્રો આજે આપણે જોઇશું કે મધર્સ ડે (Mother's Day)ની ઉજવણી શા માટે કરવામાં આવે છે. તો મધર્સ ડે આપણી જનેતાના સન્માનમાં રજા તરીકે વિશ્વભરના દેશોમાં ખૂબ હર્ષ અને ઉલ્લાસભેર ઉજવવામાં આવે છે.

તેની શરૂઆતની વાત કરીએ તો મધર્સ ડેના રજાનો ઉદ્દભવ યુનાઇટેડ સ્ટેટ્સમાં થયો હતો, જ્યાં વર્ષના મે મહિના ના બીજા રવિવારે મનાવવામાં આવે છે. બીજા બધા દેશો પણ આ તારીખે જ મધર્સ ડેની રજા ઉજવે છે, જયારે અમુક દેશમાં અલગ તારીખે ઉજવવામાં આવે છે.

મધ્ય યુગના સમય દરમિયાન, પ્રારંભિક તબક્કામાં લેન્ટના ચોથા રવિવારે તેમના ઘરના પરગણા અને તેમની માતાઓની મુલાકાત લેવાની મંજૂરી આપવાનો રિવાજ વિકસિત થયો હતો. બ્રિટનમાં આ દિવસને મધરિંગ સન્ડે બનાવી દીધો છે, જે હાલના સમયમાં તેને મધર્સ ડે માં બદલવામાં આવ્યો અને તેની આપણે ઉજવી રહ્યા છીએ.


મધર્સ ડે પાછળનો ઇતિહાસ શું છે?


ફિલાડેલ્ફિયાના અન્ના જાર્વિસ, જેની માતાએ સ્વાસ્થ્યને વધુ સારું અને પ્રોત્સાહન આપવા માટે મહિલા જૂથોનું આયોજન કર્યું હતું, તેમણે આ મધર્સ ડેની પહેલ કરી હતી. 12 મે 1907 ના રોજ, અન્ના જાર્વિસના માતાએ વેસ્ટ વર્જિનિયાના ગ્રાફટનમાં તેની મૃત્યુ પામેલા માતાના ચર્ચમાં સ્મારક બનાવવાનું આયોજન કર્યું હતું. ઈ.સ. 1914માં યુ.એસ. વુડ્રો વિલ્સને તે દિવસને દેશની જાહેર રાષ્ટ્રીય રજા બનાવી. 


અન્ના જાર્વિસને ઈ.સ. 1876 માં તેની માતાએ સન્ડે સ્કૂલના પાઠો ભણાવ્યા હતા. તેમની હ્રદય પૂર્વક અને અજોડ સેવાની યાદમાં અન્ના કહેતા કે મધર્સ ડે નો સ્મારક શોધી કાઢશે અને મધર્સ ડે એક ઉત્સવની જેમ ઉજવવામાં આવશે. તેમની માતાની યાદમાં વૂડ્રો વિલ્સને ઈ.સ. 1941માં મે મહિનાના બીજા રવિવારને રાષ્ટ્રીય રજા તરીકે નિશ્ચિત કરી તે કરેલી જાહેરાત પર તેમણે હસ્તાક્ષર કર્યા.


શું તમે જાણો છો કે આપણી માતાઓ અને દેવીઓનું સન્માન કરતા તહેવારો તો આપણા પ્રાચીન સમયથી જ અસ્તિત્વમાં છે. ફ્રિજીયનોએ દેવી રિયા માટે ગ્રીકોની જેમ જ સાયબેલ ભગવાનની મહાન માતા માટે તેમણે ભવ્ય તહેવારનું આયોજન કર્યું હતું. તેવી જ રીતે રોમની પ્રજાએ આ પ્રથાને તેમના પોતાના સંસ્કૃતિ માટે સ્વીકારી.


મધર્સ ડે ક્યારે છે?


ભારતમાં દર વર્ષે મેના બીજા રવિવારને મધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે તેની ઉજવણી 8 મેના રોજ કરવામાં આવશે. ભારત દેશની સાથે સાથે બીજા અન્ય દેશો પણ આ દિવસને મધર્સ ડે તરીકે ઉજવે છે જેમ કે Australia, Bangladesh, Bermuda, Brazil, Botswana, Canada, Colombia, Germany, Hong Kong, Japan, Sri Lanka, Taiwan, Ukraine, United States, South Africa વગેરે.


બીજા અન્ય દેશો અલગ અલગ દિવસે મધર્સ ડેની ઉજવણી કરે છે જેમ કે 8th March, 1st May, 8th May, 10th May, 29th May.


આ વાંચો : ગુજરાત દિવસની ઉજવણી શા માટે?

આ વાંચો : આ વર્ષે દિવાળી ક્યારે છે?

Post a Comment

Previous Post Next Post